ધોની 'ધ બેસ્ટ ફિનિશર ઓફ ધ વર્લ્ડ':મેચ બાદ ધોનીએ જણાવ્યું આક્રમક ઈનિંગ્સનું કારણ અને શું વિચારીને મેદાનમાં ઉતર્યો હતો

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફોટો- iplt-20.COM - Divya Bhaskar
ફોટો- iplt-20.COM
  • DCના કેપ્ટને જણાવ્યું છેલ્લી ઓવરમાં ટોમ કરનને ઓવર સોંપવાનું કારણ
  • ગાયકવાડે કહ્યું- રોબિનની ઈનિંગ્સ ખરેખર મહત્વપૂર્ણ

CSKએ IPLની 14મી સિઝનના ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. કેપ્ટન ધોનીની છેલ્લી ઓવરમાં ધમાકેદાર ઈનિંગ્સના કારણે ચેન્નઈની ટીમ ફાઈનલમાં પ્રવેશવામાં સફળ રહી છે. મેચ દરમિયાન ઘણા એવા નિર્ણયો હતાં કે સૌને આશ્ચર્ય પેદા કરતા હતા જેમકે શાર્દૂલ ઠાકુરને બેટિંગ ક્રમમાં ઉપર મોકલવો અને પોતે આટલા મોડા ક્રિઝ પર આવવું. મેચ બાદ ધોનીએ આ તમામ પ્રશ્નો વિશે ખુલાસો કર્યો હતો. ધોનીએ આ મેચમાં ફિનિશરની ભૂમિકા નિભાવી જેના માટે તે વિશ્વભરમાં જાણીતો છે. લાંબા સમયથી ધોની ફોર્મમાં નહોતો પરંતુ મહત્વપૂર્ણ મેચમાં કમબેક કરીને ધોનીએ પોતાની ટીમને ફાઈનલમાં પહોંચાડી દીધી છે.

મેચ બાદ ધોનીએ કહ્યું DC(દિલ્હી કેપિટલ્સ)નું બોલિંગ આક્રમણ શાનદાર છે અને આ કારણોસર ક્વોલિફાયર 1 રમવું મુશ્કેલ રહેશે. મારી ઈનિંગ્સ મહત્વપૂર્ણ હતી. તેમણે પરિસ્થિતિઓનો પૂરો ફાયદો ઉઠાવ્યો તેથી અમે જાણતા હતા કે અમારા માટે મેચ સરળ રહેવાની નથી.

પોતાની ઈનિંગ્સ વિશે ધોનીએ કહ્યું મેં સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન સારી ઈનિંગ્સ રમી જ નહોતી, પરંતુ હું આ વખતે બોલને જોઈને રમવા ઈચ્છતો હતો. હું નેટ પર સારી બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ વધુ નહોતો વિચારી રહ્યો કેમકે તમે બેટિંગ કરતા સમયે વધુ વિચારો તો પોતાની રણનીતિ ખરાબ થઈ જાય છે.

શાર્દૂલ ઠાકુરને બેટિંગ ક્રમમાં ઉપર મોકલવાનો નિર્ણય આ કારણે લીધો
ધોનીએ આગળ કહ્યું કે બેટિંગમાં શાર્દુલને ઉપર મોકલવાનું કારણ તેના હાલના દિવસના ફોર્મ પરથી લીધું હતું. તેણે આ સિઝનમાં સારી બેટિંગ કરી છે. અને ઉંચા શોટ મારવા પર સક્ષમ છે.

મેચ બાદ ક્વોલિફાયરમાં શાનદરા પ્રદર્શન કરનારા ઋતુરાજ ગાયકવાડ અને રોબિન ઉથપ્પા ખુશખુશાલ નજરે આવતા હતાં- ફોટો (iplt20.com)
મેચ બાદ ક્વોલિફાયરમાં શાનદરા પ્રદર્શન કરનારા ઋતુરાજ ગાયકવાડ અને રોબિન ઉથપ્પા ખુશખુશાલ નજરે આવતા હતાં- ફોટો (iplt20.com)

ઉથપ્પા, મોઈન અલી અને ઋતુરાજના વખાણ કર્યા
ઉથપ્પા વિશે ધોનીએ કહ્યું રોબિન હંમેશા બેટિંગ કરવાનો આનંદ લેતો હોય છે. મોઈન અલી ત્રીજા નંબર પર શાનદાર છે, પરંતુ અમે એમની માટે એવી પરિસ્થિતિઓ બનાવી દીધી કે કોઈ પણ ત્રીજા નંબરે જરુરત પ્રમાણે બેટિંગ કરી શકે છે.

ઋતુરાજ વિશે ધોનીએ કહ્યું જ્યારે હું અને ઋતુરાજ વાત કરતા હોય છે ત્યારે હું તે જાણવા માગતો હઉ છું કે એ શું વિચારી રહ્યો છે. તે ખૂબ સરળ છે. આ જોઈને ખરેખર ખૂબ જ સારુ લાગી રહ્યું છે કે તેનામાં સુધારો આવ્યો છે. તે એવો ખેલાડી છે કે જે પૂરી 20 ઓવર બેટિંગ કરવા માગે છે.

ધોનીએ અંતમાં કહ્યું અગાઉની સિઝનમાં અને પ્લે ઓફમાં જગ્યા નહોતા બનાવી શક્યા પરંતુ આ સિઝનમાં અમે શાનદાર કમબેક કર્યું છે.

રીષભ પંતે જણાવ્યું છેલ્લી ઓવરમાં ટોમ કરનને બોલિંગ સોંપવાનું કારણ
DCના કેપ્ટન રીષભ પંતે હાર બાદ કહ્યું આ હાર નિરાશાજનક હતી અને મારા પાસે શબ્દ નથી કે હું આને કેવી રીતે વર્ણવી શકું. મને લાગ્યું કે ટોમ કરણે આ મેચમાં સારી બોલિંગ કરી છે તો તેને છેલ્લી ઓવર આપવી સારો નિર્ણય રહેશે. અમે સારો સ્કોર ઉભો કર્યો હતો. આગળની મેચમાં પોતાની ભૂલો સુધારવાનો પ્રયત્ન કરીશું અને ફાઈનલમાં પહોંચીશું.

મેન ઓફ ધ મેચ ગાયકવાડે કહ્યું હું ક્રિઝ પર શાંત રહેવાનો પ્રયત્ન કરતો હઉ છું. દરેક મેચ નવી હોય છે તેથી શરુથી જ શરુઆત કરવાની હોય છે. પાવર પ્લે ખૂબ જ મહત્વપૂર્ણ હતો. બોલ બેટ પર વ્યવસ્થિત આવી રહ્યો નહોતો. રોબિને ખરેખર ખૂબ જ સારી બેટિંગ કરી એમના સામે રમવાના કારણે મારી બેટિંગ સરળ બની ગઈ.

અન્ય સમાચારો પણ છે...