• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • After The First Ball Was Thrown A Fan Reached The Ground To Meet Virat, Fell Off His Feet And Ran Away; The Staff Rushed

મોદી સ્ટેડિયમમાં વિરાટનો ક્રેઝ:પહેલો બોલ ફેંકાયા પછી એક ફેન વિરાટને મળવા ગ્રાઉન્ડમાં પહોંચ્યો, કોહલીના પગે પડી ગયા પછી ત્યાંથી ભાગ્યો; સ્ટાફે ઝડપી પાડ્યો

એક મહિનો પહેલા
વિરાટને મળવા મોદી સ્ટેડિયમમાં ફેન પિચ પર દોડી આવ્યો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ક્વોલિફાયર-2 મેચ દરમિયાન વિરાટ કોહલીને મળવા એક ક્રેઝી ફેન ગ્રાઉન્ડ પર પહોંચી ગયો હતો. તમને જણાવી દઈએ કે આ મેચમાં રાજસ્થાન અને RCB વચ્ચે ફાઈનલ પહોંચવાનો ખરાખરીનો જંગ જોવા મળ્યો હતો. આ દરમિયાન ટોસ હાર્યા પછી રોયલ ચેલેન્જર બેંગ્લોર પહેલા બેટિંગ કરવા ઉતરી હતી. ત્યારે ઈનિંગના બીજા જ બોલમાં વિરાટ ક્રીઝ પર હતો ત્યારે એક ફેન મેદાનમાં ધસી આવતા ગ્રાઉન્ડ સ્ટાફ એક્ટિવ થઈ ગયો હતો.

દર્શકની ગ્રાઉન્ડમાં એન્ટ્રી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિરાટ કોહલીના ફેન્સનું ઘોડાપુર જોવા મળ્યું હતું. રાજસ્થાન રોયલ્સને સપોર્ટ કરવા આવેલા દર્શકો પણ વિરાટ કોહલીને ચિયર કરી રહ્યા હતા. તેવામાં પહેલી કરવા માટે રાજસ્થાનનો ટ્રેન્ટ બોલ્ટ આવ્યો હતો, આ દરમિયાન વિરાટ કોહલીએ સ્ટ્રાઈક લીધી હતી. ઈનિંગના બીજા બોલ પહેલાં થર્ડ મેન અને ફાઈનલ લેગની બાઉન્ડરી પાસેથી એક દર્શક અચાનક મેદાનમાં ધસી આવ્યો હતો.

દર્શક વિરાટના પગે પડી ગયો, મેચમાં થોડો વિલંબ થયો

બીજા બોલ પર દર્શકની અચાનક એન્ટ્રી થતા વિરાટ કોહલી અને રાજસ્થાનના ફિલ્ડર્સ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. આ દરમિયાન ગ્રાઉન્ડમાં પણ લોકો એ ફેનને ચિયર કરવા લાગ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ દર્શક વિરાટ કોહલીના પગે પડી ગયો અને પોતાના આદર્શ ક્રિકેટરને મળવાની ખુશી સ્પષ્ટ પણ તેનામાં જોવા મળી રહી હતી.

ગ્રાઉન્ડ સ્ટાફે તેને પકડી પાડતા દર્શક જમીન પર ઉંઘી ગયો હતો, ત્યારે સ્ટાફે તેના હાથ અને પગ પકડીને ગ્રાઉન્ડ બહાર મોકલી દીધો હતો
ગ્રાઉન્ડ સ્ટાફે તેને પકડી પાડતા દર્શક જમીન પર ઉંઘી ગયો હતો, ત્યારે સ્ટાફે તેના હાથ અને પગ પકડીને ગ્રાઉન્ડ બહાર મોકલી દીધો હતો

ગ્રાઉન્ડ સ્ટાફ એક્ટિવ મોડમાં આવ્યો​​​​

વિરાટને પગે લાગ્યા પછી દર્શક ગ્રાઉન્ડ પર આમ તેમ ભાગવા લાગ્યો હતો. આ દરમિયાન ગ્રાઉન્ડ સ્ટાફ એક્ટિવ થઈ ગયો હતો અને તેને ઝડપી પાડ્યો હતો. ત્યારપછી દર્શકને પકડીને મેદાન બહાર લઈ જવાયો હતો.

કિંગ કોહલી પેવેલિયન ભેગો​​​​​​​

વિરાટ કોહલી શાનદાર લયમાં જોવા મળ્યો હતો. તેણે બોલ્ટની આ ઓવરના છેલ્લા બોલ પર જ ફ્લિક શોટ રમી શાનદાર સિક્સ ફટકારી હતી. જોકે ત્યારપછી કોહલી વધુ સારુ પ્રદર્શન કરી શક્યો નહીં અને તેને પ્રસિદ્ધ કૃષ્ણાએ શોર્ટ ઓફ લેન્થ બોલ પર પેવેલિયન ભેગો કર્યો હતો. તમને જણાવી દઈએ કે વિરાટ ઓફ સાઈડ પર રમવા માગતો હતો પરંતુ વધારે બાઉન્સને પારખી ન શકતા આઉટ સાઈડ એડ્જ સાથે કેચ વિકેટકીપર સંજુ સેમસન પાસે જતો રહ્યો હતો. તેવામાં કિંગ કોહલી 8 બોલમાં 7 રન કરી પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...