ડેવિડ વોર્નર હવે KGFનો ફેન:પુષ્પા પછી રોકી ભાઈ બન્યો DCનો બેટર; એક્શન ડાયલોગમાં જોરદાર એક્ટિંગ કરી

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિલ્હી કેપિટલ્સનો વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ વોર્નર હવે બ્લોકબસ્ટર ફિલ્મ KGF-2 ના રોકી ભાઈના અવતારમાં દેખાયો છે. દિલ્હી કેપિટલ્સે તેના સોશિયલ મીડિયા પેજ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે KGF હિંસા ડાયલોગ બોલતો જોવા મળી રહ્યો છે. અગાઉ, તેણે પુષ્પાનો મૈં ઝુકેગા નહીં… ડાયલોગ પણ રીક્રિએટ કર્યો હતો. વોર્નરની આ સ્ટાઇલ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

પહેલા પણ વીડિયો વાઈરલ થયા છે
દિલ્હી કેપિટલ્સ (DC)નો ઓપનર ડેવિડ વોર્નર સોશિયલ મીડિયામાં ખૂબ જ લોકપ્રિય છે અને તે તેના ફેન્સનું મનોરંજન કરવાની કોઈ તક છોડતો નથી. વોર્નર હોલીવુડની ફિલ્મો કરતાં બોલિવૂડ અને ટોલીવુડની ફિલ્મોમાં વધુ રસ દાખવે છે. આની પહેલા પણ તેણે ઘણા ગીતો રીક્રિએટ કર્યા છે. ઉપરાંત, વોર્નર ડાયલોગ્સની નકલ કરતો જોવા મળ્યો છે. વોર્નરની પોતાની એક્ટિંગને કારણે ભારતમાં તેની ઘણી ફેન ફોલોઈંગ વધી ગઈ છે.

વોર્નર શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે
ગત સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મધ્ય સિઝનમાં વોર્નરને ટીમમાંથી બહાર કરી દીધો હતો. તેવામાં સ્ટેન્ડ્સમાં બેસીને મેચ જોઈ રહેલા વોર્નરે આ વખતે જોરદાર વાપસી કરી છે. IPL 2022ની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરને દિલ્હીએ 6.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સે પણ વોર્નરને ખરીદવામાં રસ દાખવ્યો હતો.

વોર્નરે 2021 સિવાય દર વર્ષે સનરાઇઝર્સ માટે 500થી વધુ રન કર્યા હતા. વોર્નરે આ વર્ષે 3 ઈનિંગ્સમાં 138ના સ્ટ્રાઈક રેટથી 131 રન કર્યા છે, જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 66 છે. પોતાના શાનદાર પ્રદર્શનથી ઓસ્ટ્રેલિયાને T20 વર્લ્ડકપ જીતાડનારા વોર્નરનું પ્રદર્શન જો આ જ રીતે ચાલુ રહેશે તો દિલ્હીને ઘણો ફાયદો મળી શકે છે.

વોર્નર આઉટ, દીકરીઓ રડી પડી....વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો..
IPL 2022ની 27મી મેચમાં બેંગ્લોર સામે દિલ્હીને 16 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા RCBએ દિલ્હીને 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં 173 રન જ બનાવી શકી હતી. આ મેચમાં ડેવિડ વોર્નરે દિલ્હીને જીતાડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે તે પણ આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.

વોર્નરની મહેનત વ્યર્થ ગઇ
આ મેચમાં દિલ્હી તરફથી ડેવિડ વોર્નર એકમાત્ર એવો બેટ્સમેન હતો જેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ મેચમાં વોર્નરે 38 બોલમાં 66 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 ફોર અને 5 શાનદાર સિક્સર ફટકારી હતી. વોર્નરની આ ઇનિંગે આ મેચમાં દિલ્હી કેપિટલ્સ માટે જીતની આશા જગાવી હતી, પરંતુ પછી તે અંતમાં આઉટ થઈ ગયો અને ટીમ 16 રનથી મેચ હારી ગઈ.

અન્ય સમાચારો પણ છે...