CSKના ખેલાડીઓએ કરી ઉજવણી:દીપક ચાહરે જયાને પ્રપોઝ કર્યા બાદ ટીમના સાથી ખેલાડીઓએ કપલ પર કર્યો કેકનો વરસાદ, સાક્ષીએ જયાને લગાવી ગળે

17 દિવસ પહેલા
  • ટીમના ખેલાડીઓ દ્વારા દિપક-જયાનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતુ

IPL 2021માં ગુરુવારે પંજાબ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેના મુકાબલામાં ચેન્નઈને તો હાર મળી. પરંતુ ચેન્નઈનો ફાસ્ટર દીપક ચાહરે મેચ પૂરી થયા બાદ પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને સૌની સામે જ પ્રપોઝ કરીને તે દિવસને સેલિબ્રેશનનો મોમેન્ટ બનાવી દીધો હતો. દીપક પ્લે ઓફ મેચ બાદ જયાને પ્રપોઝ કરવા માંગતો હતો. પણ, ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના કહેવા પર તેમણે લીગ મેચમાં જ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી દીધું હતું. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

ધોનીએ દીપકને કેક લગાવવા માટે દબોચી લીધો
ત્યારબાદ બંને ટીમે હોટલ પહોંચ્યા બાદ તમામે દિપક-જયાનું શાનદાર અંદાજમાં સ્વાગત કર્યું હતું. બંને માટે કેક પણ રાખવામાં આવી હતી. જ્યારે તેમણે કેક કાપી લીધી પછી કેપ્ટન મહેન્દ્ર ધોનીએ અને સુરેશ રૈનાએ દીપકને પકડી લીધો હતો. ત્યાર બાદ ડેપક પર કેકનો વરસાદ વરસાવી દીધો હતો. દીપકને કેકથી નવડાવી દીધો હતો. ચેન્નઈ સુપર કિંગ્સએ આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સુરેશ રૈનાની પુત્રી ગ્રેસિયાએ પણ દીપક અને જયાને અભિનંદન આપ્યા હતા. સાક્ષી પણ જયાને ગળે મળતા નજરે પડી હતી.

દીપક ચાહર બૉલીવુડ એક્ટ્રેસ માલતી ચાહરનો ભાઈ છે. ચેન્નઈ સુપર કિંગ્સનો આ ફાસ્ટરે ભારત માટે ટી-20 માં સૌથી સારી બોલિંગ કરી છે. તેણે બાંગલાદેશ સામે 7 રણ આપીને 6 વિકેટ ઝડપી હતી. આ ભારતીય ફાસ્ટરનો ટી-20 ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

જયાના ભાઇનું ટેલીવિઝન ક્ષેત્રે છે જાણીતું નામ
બીજી તરફ દીપકની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજના ભાઈ સિદ્ધાર્થ ભારદ્વાજ ટેલીવિઝન ક્ષેત્રે ખુબ જ જાણીતું નામ છે. તે 'બિગ-બોસ 5'ની સાથે જ સ્પ્લિટ્સવિલા 2' માં પણ નજરે પડી ચૂક્યો છે. દીપક ચાહરનો પિતરાઇ ભાઈ રાહુલ ચાહર મુંબઈ ઈન્ડિયન્સ માટે IPL રમે છે. રાહુલની પસંદગી ટી-20 વર્લ્ડકપ માટે પણ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...