SRHની માલિકનું રિએક્શન વાઇરલ:બટલરના આઉટ થયા બાદ કાવ્ય મારન ઝૂમી ઊઠી, દર્શકો તેના માટે પોસ્ટરો લઈને પહોંચ્યા

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2022 મંગળવારે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં હૈદરાબાદની ટીમને કારમી હાર મળી હતી. આખી મેચમાં ટીમનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું, પરંતુ ટીમની માલિક કાવ્યા મારને આખી મેચમાં છવાયેલી રહી. તે આ સીઝનમાં ટીમની પ્રથમ મેચ જોવા આવી હતી. મેચ દરમિયાન તેનાં રિએક્શન પણ વાઈરલ થયાં છે. જ્યારે રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલરની વિકેટ પડી ત્યારે તે ખુશીથી કૂદી પડી અને સ્ટેન્ડમાં ઊભી રહીને પોતાની ટીમ માટે ચિયર કરવા લાગી. તેનું આ રિએક્શન સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યું છે.

સનરાઈઝર્સ હૈદરાબાદના ફેન્સ ટીમની માલિક માટે પોસ્ટરો લઈને આવ્યાં હતાં.
સનરાઈઝર્સ હૈદરાબાદના ફેન્સ ટીમની માલિક માટે પોસ્ટરો લઈને આવ્યાં હતાં.

હૈદરાબાદ સામે બટલર આક્રમક રીતે રન બનાવી રહ્યો હતો, પરંતુ પછી ઉમરાન મલિકે તેની વિકેટ લીધી. મેચ દરમિયાન કાવ્યા મારનના ચાહકો પણ સ્ટેન્ડ પર જોવા મળ્યા હતા. તે તેમના માટે એક પોસ્ટર લઈને આવ્યા હતા. ગત સીઝનમાં પણ કાવ્યાના ઘણા ફોટા અને વીડિયો વાઈરલ થયા હતા. કાવ્યાની સુંદરતાને કારણે તેની ફેન ફોલોઇંગ ખૂબ જ વધારે છે.

સન ટીવીના માલિક છે કાવ્યાના પિતા
કાવ્યાના પિતા કલાનિધિ મારન સન ટીવીના માલિક છે. કાવ્યાએ ચેન્નઈની સ્ટેલા મેરિસ કોલેજમાંથી બી.કોમ કર્યું છે. આ પછી તેણે સન ટીવીના અનેક વિભાગોમાં ઈન્ટર્નશિપ કરી. ત્યાર બાદ તેણે ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી MBA કર્યું અને ભારત આવ્યા પછી ગ્રુપની IPL ટીમ હૈદરાબાદ સનરાઈઝર્સનું ઓપરેશન જોવાનું શરૂ કર્યું. વર્ષ 2019માં, તેને સન ટીવી નેટવર્કના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવામાં આવી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ બનાવવામાં કાવ્યા મારનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ બનાવવામાં કાવ્યા મારનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે.

ગત સીઝનમાં પણ ટીમનું ખરાબ પ્રદર્શન
સનરાઈઝર્સ હૈદરાબાદ IPL 2022ની પ્રથમ મેચ હારી ગઈ છે. ગત સીઝનમાં પણ ટીમનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. ફ્રેન્ચાઇઝી પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે આઠમા નંબરે હતી. આ સીઝનમાં ટીમ સાથે મોટો વિવાદ પણ થયો હતો. સીઝનની શરૂઆતમાં ટીમના કેપ્ટન રહેલા ડેવિડ વોર્નરે ખરાબ પ્રદર્શનને કારણે કેપ્ટનશિપ છોડવી પડી હતી. તેની જગ્યાએ કેન વિલિયમ્સનને ટીમની કમાન સોંપવામાં આવી હતી. કાવ્યા મારન ટીમ સાથે જોડાયાં બાદ હૈદરાબાદે અત્યારસુધી કંઈ ખાસ પ્રદર્શન કર્યું નથી. આ ટીમ 2016માં ચેમ્પિયન બની હતી.

અન્ય સમાચારો પણ છે...