શિવમ દુબેની માસ્ટર ઈનિંગ:RCB વિરુદ્ધ વિસ્ફોટક બેટિંગ કર્યા બાદ કહ્યું- માહીભાઈએ પ્રદર્શન સુધારવા ઘણી મદદ કરી, બેઝિક્સ પર ધ્યાન આપ્યું

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPLમાં ગઈકાલે રમાયેલી RCB અને CSK વચ્ચેની મેચમાં CSKએ શાનદાર જીતથી કમબેક કર્યું છે અને આ વર્ષે પોતાની પ્રથમ જીત નોંધાવી છે. આ જીતમાં સૌથી વધુ યોગદાન આપનાર શિવબ દુબેએ આક્રમક ઈનિંગ રમતાં 46 બોલમાં 95 રન બનાવ્યા હતા. તે માત્ર 5 રનથી સદી ચૂક્યો હતો. રોબિન ઉથપ્પાએ પણ 88 રનની આક્રમક ઈનિંગ રમી હતી. ઉથપ્પા-શિવમ વચ્ચે 165 રનની પાર્ટનરશીપ પણ થઈ હતી.

માહીભાઈએ ખૂબ મદદ કરી
દુબેએ પોતાની આ ઈનિંગ કેવી રીતે રમી એનું રહસ્ય ખોલ્યું છે. તેણે કહ્યું હતું, અમે પહેલી જીતની શોધમાં હતા અને મને ખુશી છે કે હું એમાં યોગદાન આપી શક્યો. મારું સંપૂર્ણ ધ્યાન બેઝિક્સ પર હતું. મેં સિનિયર ખેલાડીઓ સાથે વાત કરી અને માહીભાઈએ મને ઘણી મદદ કરી. તેમણે મને કહ્યું હતું કે પોતાના પર વિશ્વાસ રાખો. યુવરાજ સિંહ સાથે સરખામણી કરવાની બાબતમાં તેણે કહ્યું હતું, યુવીપા દરેક બેટ્સમેન માટે એક આદર્શ છે, મારા પણ તેઓ આદર્શ છે. હું મેચની સ્થિતિને જોઈને બેટિંગ કરવા તૈયાર હોઉ છું. ટીમ મને જે નંબરે બેટિંગ કરવા મોકલશે એ માટે હું રેડી છું.

શિવમ દુબે આ સીઝનમાં હિટ છે
IPL 2022માં દુબેજીનું ફોર્મ શાનદાર
શિવમ દુબે આ સીઝનમાં CSK માટે જોડાયો હતો અને અત્યારસુધી તો તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. CSK તરફથી દુબે 2 ફિફ્ટી ફટકારી ચૂક્યો છે અને સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટરોની યાદીમાં બીજા નંબરે છે. તેણે પાંચ મેચમાં 51.75ની એવરેજથી 207 રન બનાવ્યા છે. દુબેએ અત્યાર સુધી 16 ચોગ્ગા અને 13 છગ્ગા લગાવ્યા છે. તેની સ્ટ્રાઈક રેટ 176.92ની છે.

ઉથપ્પાએ પણ રનોનો ઢગલો કર્યો
50 બોલમાં 88 રનની આક્રમક ઈનિંગ રમનાર અનુભવી બેટર રોબિન ઉથપ્પાએ કહ્યું હતું કે દુબે એટલા સારા ફોર્મમાં હતો કે અમારે વધુ વાતચીત કરવાની જરૂરત જ ન પડી. દુબે અને ઉથપ્પા વચ્ચે ત્રીજી વિકેટ માટે 165 રનની પાર્ટનરશિપ થઈ. આ બંને બેટરને કારણે CSK એક મોટો સ્કોર ઊભો કરી શક્યા. ઉથપ્પાએ પોતાની ઈનિંગમાં ચાર ચોગ્ગા અને 9 છગ્ગા ફટકાર્યા.

તેણે કહ્યું હતું, હું કોઈપણ સ્થિતિમાં યોગદાન આપવા ઈચ્છતો હતો. સામે છેડે દુબે સારું રમી રહ્યો હતો એટલે અમે વધુ વાતચીત કરી નહોતી. મેક્સવેલ બોલિંગ કરવા આવ્યો તો મેં પણ મોટા શોટ રમવાનું શરૂ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...