IPL 2022ની 56મી મેચ મુંબઈ અને કોલકાતા વચ્ચે રમાઈ હતી. જેમાં રોહિત શર્માને આઉટ આપવાના નિર્ણયથી વિવાદ સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે પેહલી ઓવરમાં રોહિત સામે કોટ બિહાઈન્ડની અપિલ થઈ હતી. પરંતુ ફિલ્ડ અમ્પાયરે નોટ આઉટ આપતાં કોલકાતાએ DRS લીધો હતો. જોકે આ દરમિયાન બોલ અને બેટનો સંપર્ક થાય એની પહેલાંથી સ્નિકો મીટરમાં સ્પાઈક જોવા મળ્યો અને થર્ડ અમ્પાયરે OUT આપતાં બધા ચોંકી ગયા હતા. આકાશ અંબાણી અને હેડ કોચ જયવર્દને પણ આ નિર્ણયથી નાખુશ જોવા મળ્યા હતા. ચલો, સમગ્ર ઘટના પર નજર ફેરવીએ...
તમારા મત મુજબ રોહિત આઉટ હતો કે નોટઆઉટ એ અંગે પોલમાં તમે જણાવી શકો છો...
ફિલ્ડ અમ્પાયરે નોટઆઉટ આપ્યો, DRS પછી વિવાદાસ્પદ નિર્ણય
રોહિત શર્મા સામે મુંબઈના ઈનિંગની પહેલી ઓવરના છેલ્લા બોલ પર કોટ બિહાઈન્ડની અપિલ થઈ હતી. જેને ફિલ્ડ અમ્પાયરે નકારી કાઢી હતી. પરંતુ કોલકાતાની ટીમે રિવ્યૂ લીધો હતો. રિપ્લેમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે રોહિતના બેટ અને બોલ વચ્ચે સંપર્ક થાય એના પહેલા સ્નિકો મીટરમાં સ્પાઈક જોવા મળ્યો હતો. વળી રિપ્લે જોતા પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે બોલ અને બેટ વચ્ચે 1 ઇંચથી વધુનું અંતર પણ હતું. છતા થર્ડ અમ્પાયરે સ્નિકો મીટરના સ્પાઈકના આધારે આઉટનો નિર્ણય આપી દીધો હતો.
આકાશ અંબાણી અને હેડ કોચ નિર્ણયથી નારાજ થઈ ગયા
રિપ્લે જોયા પછી તથા ફિલ્ડ અમ્પાયરના નિર્ણયને બદલી થર્ડ અમ્પાયરે રોહિતને આઉટ આપતા બધા ચોંકી ગયા હતા. રોહિત શર્માની પ્રતિક્રિયાથી પણ અનુમાન લગાવાઈ રહ્યું છે કે તેના બેટ અને બોલ વચ્ચે સંપર્ક થયો નથી. તો બીજી બાજુ આકાશ અંબાણી, હેડ કોચ જયવર્દને પણ ચોંકી ગયા અને નારાજ પણ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે આ સિઝનમાં હિટમેન કંઈ ખાસ કરી શક્યો નથી તેવામાં આ પ્રમાણેના વિવાદિત નિર્ણયથી વિકેટ ગુમાવ્યા પછી રોહિત પણ નાખુશ થઈ ગયો હતો.
રોહિતને આઉટ આપ્યા પછી કોચ સહિત ફેન્સ નારાજ, ચલો વાઈરલ પ્રતિક્રિયા પર નજર ફેરવીએ..
હિટમેનનું મેચમાં પ્રદર્શન
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.