આન્દ્રે રસેલની તોફાની ઇનિંગ્સનો વીડિયો:પંજાબ સામેની મેચમાં 8 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા, બોલરો પર કહેર વરસાવ્યો

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPLમાં શુક્રવારે પંજાબ અને કોલકાતા વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં કોલકાતાના સ્ટાર ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે 70 રનની ઇનિંગ રમી હતી અને 8 સિક્સર ફટકારી હતી. તેની શાનદાર ઇનિંગ્સના આધારે કોલકાતાની ટીમે 15મી ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. રસેલે તેની 31 બોલની ઇનિંગમાં પંજાબના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. રસેલે તેની IPL કરિયરની 10મી ફિફ્ટી 26 બોલમાં પૂરી કરી હતી. રસેલે આ ટૂર્નામેન્ટમાં 150 સિક્સ પણ પૂરી કરી છે. IPLમાં આન્દ્રે રસેલ 150+ સિક્સર મારનાર 12મો ખેલાડી બની ગયો છે.

રસેલની શાનદાર ઇનિંગની મદદથી તેણે પર્પલ કેપ પણ જીતી લીધી છે. IPL 2022માં સૌથી વધુ રન (95) હવે રસેલના નામે છે.
રસેલની શાનદાર ઇનિંગની મદદથી તેણે પર્પલ કેપ પણ જીતી લીધી છે. IPL 2022માં સૌથી વધુ રન (95) હવે રસેલના નામે છે.

આવો તમને જણાવીએ કે રસેલે મેચમાં ક્યાં અને કેવી રીતે 8 સિક્સ ફટકારી....

9.2: રસેલે હરપ્રીત બ્રારને તેની ઇનિંગની પ્રથમ સિક્સ ફટકારી. 9.2 ઓવરમાં, રસેલે તેનો આગળનો પગ લેગ સ્ટમ્પની બહાર લીધો અને બોલને ડીપ મિડવિકેટ બાઉન્ડ્રીની બહાર ફટકાર્યો હતો.

9.4: એ જ ઓવરના ચોથા બોલ પર, રસેલે ફરીથી તેની શક્તિ બતાવી અને ડીપ મિડવિકેટ પર લાંબી સ્કાયસ્ક્રેપર સિક્સર ફટકારી.

11.2: આન્દ્રે રસેલનો આગામી શિકાર ઓડિયન સ્મિથ બન્યો. સ્મિથે લેગ સ્ટમ્પ પર એક લેન્થ બોલ ફેંક્યો, રસેલ પણ આ બોલને ક્યાં છોડવાનો હતો. તેણે ડીપ મિડવિકેટ પર વધુ એક શાનદાર સિક્સ ફટકારી.

11.3: રસેલે ફરીથી આગલા બોલ પર બીજી સિક્સ ફટકારી. આ વખતે આન્દ્રે બોલને ફાઈન લેગ બાઉન્ડ્રીની બહાર સિક્સર ફટકારી હતી.

11.5: સ્મિથે ઓવરનો પાંચમો બોલ રસેલના સ્લોટમાં નાખ્યો અને તેણે બોલરના માથા પરથી સિક્સર ફટકારી.

13.6: રસેલે પંજાબના ઝડપી બોલર અર્શદીપ સિંહનાં બોલ પર બીજો અદ્ભુત શોટ રમ્યો. પંજાબના બોલરે બોલ નાખ્યો અને રસેલે તે બોલ ડીપ કવરની દિશામાં બાઉન્ડ્રી બહાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...