તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાફિક્સમાં જોવો IPL ટીમોની જર્ની:રોહિત અને ધોનીના નામે 13માંથી 8 ટ્રોફી; લીગનો ટોપ સ્કોરર વિરાટ હજી ટાઇટલ જીતી શક્યો નથી

નવી દિલ્હી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુંબઈ છેલ્લી બંને સીઝનમાં ચેમ્પિયન બન્યું, હવે ટાઇટલ જીતવાની હેટ્રિક લગાવવા મેદાને ઊતરશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન 9 એપ્રિલથી શરૂ થઈ રહી છે. ફાઇનલ 30 મેના રોજ રમાશે. અત્યાર સુધી 13 સીઝનમાં 8 વાર તો મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ જ વિનર રહી છે. રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈએ 2013, 2015, 2017, 2019 અને 2020માં ટાઇટલ પોતાના નામે કર્યું. તેઓ સતત બે સીઝનથી ચેમ્પિયન છે અને ટાઇટલ જીતવાની હેટ્રિક લગાવવા મેદાને ઊતરશે.

CSK સૌથી વધુ 8 વાર ફાઇનલ રમી
બીજા નંબરે મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાની વાળી ચેન્નઈની ટીમ છે. CSKએ 2010, 2011 અને 2018માં કપ ઉપાડ્યો હતો. તેઓના નામે સૌથી વધુ 8 ફાઇનલ રમવાનો રેકોર્ડ પણ છે. તેઓ 2008, 2012, 2013, 2015 અને 2019માં રનરઅપ રહ્યા હતા.

RCB 3 વાર ફાઇનલ રમી, ચેમ્પિયન બની શકી નહીં
સૌથી વધુ ફાઇનલ રમવાના મામલે મુંબઈની ટીમ (6 ફાઇનલ) બીજા નંબરે છે. વિરાટ કોહલીની કપ્તાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર ત્રીજા નંબરે છે, જેણે 3 ફાઇનલ રમી છે. જોકે, RCB હજી સુધી ચેમ્પિયન બની શકી નથી. વિરાટ 192 મેચમાં 5878 રન સાથે ટોપ સ્કોરર છે, જ્યારે રોહિતે 200 મેચમાં 5230 અને ધોનીએ 204 મેચમાં 4632 રન બનાવ્યા છે.

8 ગ્રાફિક્સમાં જોવો બધી IPL ટીમોની જર્ની

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો