તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPL પર ભાસ્કર પોલ:70% ફેન્સને છે ઋષભ પંત પર ભરોસો, માને છે કે કપ્તાનીના દબાણમાં પણ કરશે દમદાર બેટિંગ

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન આજથી શરૂ થશે. 23 વર્ષીય ઋષભ પંત પહેલીવાર IPLમાં કપ્તાની કરતો જોવા મળશે. ફેન્સને પંત પર ભરોસો છે. તેમને લાગે છે કે પંત દિલ્હી કેપિટલ્સની કપ્તાનીની સાથે સારી બેટિંગ કરશે. કપ્તાનીના દબાણની તેની બેટિંગ પર કોઈ અસર નહીં થાય.

આ વાત ભાસ્કરના સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા પોલ પર સામે આવી છે. ભાસ્કર પોલમાં ફેન્સને પૂછવામાં આવ્યું હતું કે , શું આ વર્ષે IPLમાં પંત કપ્તાનીના દબાણમાં સારી બેટિંગ કરી શકશે? પોલના જવાબ પર 69.7% લોકોએ હા પાડી. જ્યારે 30.3% લોકોએ કહ્યું કે, પંત કપ્તાનીના દબાણમાં સફળ નહીં થાય. દિલ્હીની ટીમ 14મી સીઝનમાં પોતાના અભિયાનનો પ્રારંભ ચેન્નઈ સુપરકિંગ્સ સામે રમીને 10 એપ્રિલે કરશે.

શ્રેયસ ઈજાગ્રસ્ત થતાં પંતને કેપ્ટન બનાવવામાં આવ્યો
દિલ્હીનો નિયમિત કેપ્ટન શ્રેયસ ઐયર ઈંગ્લેન્ડ સામેની શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. તે 4 મહિના ક્રિકેટ ફિલ્ડથી દૂર રહેશે. પંત હાલમાં તેની કારકિર્દીના શ્રેષ્ઠ ફોર્મમાં છે. તેણે ત્રણેય ફોર્મેટની છેલ્લા 15 ઇનિંગ્સમાં 736 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે સદી પણ ફટકારી છે. તે બે વાર નર્વસ -90 નો શિકાર પણ થયો છે.

સહેવાગ-યુવરાજને પણ પાછળ છોડવાની તક
IPLની 14મી સીઝન 9 એપ્રિલથી 30 મે સુધી રમાવવાની છે. પંત જો આ સીઝનમાં 672 રન બનાવે છે તો તે વિરેન્દ્ર સહેવાગ અને યુવરાજ સિંહને પણ પાછળ છોડી દેશે. લીગમાં સહેવાગે 104 મેચમાં 2728 અને યુવીએ 132 મેચમાં 2750 રન બનાવ્યા છે. જ્યારે 2016ની સીઝનથી આઈપીએલમાં ડેબ્યુ કરનાર પંતે અત્યાર સુધીમાં 68 મેચોમાં 2079 રન બનાવ્યા છે.

સૌથી વધુ શિકારના મામલે ગિલક્રિસ્ટને પાછળ છોડશે પંત
પંત પાસે વિકેટકીપર તરીકે સૌથી ખેલાડીઓના શિકાર કરવાના મામલે ગિલક્રિસ્ટને પાછળ છોડવાની તક છે. પંત આ લિસ્ટમાં 9મા નંબરે છે. તેણે 68 મેચમાં 54 ખેલાડીઓને સ્ટમ્પ પાછળ આઉટ કર્યા છે. જ્યારે ગિલક્રિસ્ટે 80 મેચમાં 67 ખેલાડીઓને પેવેલિયન ભેગા કર્યા છે. પંત આગામી સીઝનમાં 14 શિકાર કરીને ગિલક્રિસ્ટથી આગળ નીકળી જશે.