IPLમાં ચુસ્ત કોવિડ પ્રોટોકોલ:પહેલીવાર બાયોબબલ ભંગ પછી 7 દિવસ ક્વોરન્ટીન, બીજીવારમાં એક મેચનો પ્રતિબંધ અને ત્રીજીમાં ટૂર્નામેન્ટની બહાર

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારના સભ્યો માટે પણ કડક નિયમો

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન 26 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. જેની પહેલી મેચ ચેન્નઈ અને કોલકાતા વચ્ચે મુંબઈમાં રમાશે. વળી BCCI પણ આ સિઝનમાં કોઈપણ ખેલાડીને કોવિડ પ્રોટોકોલમાં બાંધછોડ કરવા તથા નિયમોના પાલન અંગે છૂટછાટ આપવાના મૂડમાં નથી. તેવામાં જો કોઈ નિયમ તોડશે તો 1 કરોડનો દંડ તથા વારંવાર ભૂલો થશે તો 1થી 2 પોઈન્ટ સુધી કાપવામાં આવશે. એટલું જ નહીં જો સ્થિતિ કાબૂમાં ન રહીથી ટૂર્નામેન્ટની બહાર પણ થઈ શકે છે.

બાયોબબલ ભંગ મુદ્દે ખેલાડી સિરીઝની બહાર થઈ શકે
મીડિયા રિપોર્ટ્સના આધારે જો કોઈ ખેલાડી, તેમના પરિવારના કોઈ સભ્ય, માલિક અથવા તેમની સાથે રહેતા સ્ટાફ મેમ્બર બાયોબબલનો ભંગ કરશે તો તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરાશે.

  1. ખેલાડી પહેલીવાર ભૂલ કરશે તો 7 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે
  2. આ ભૂલ ફરીથી થશે અને બાયોબબલ ભંગ કરશે તો 1 મેચથી પ્રતિબંધિત કરી દેવાશે
  3. ત્રીજી વાર એક જ ભૂલ થતા ખેલાડીને આખી સિઝનથી બહાર કરી દેવાશે.
ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

પરિવારના સભ્યો માટે પણ કડક નિયમો
વળી ખેલાડીના પરિવારના સભ્યો અથવા મેચ અધિકારીઓ કોવિડ પ્રોટોકોલનો ભંગ કરશે તો તેમને 7 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે. તેવામાં જો બીજીવાર આ ભૂલ થશે તો તેમને બાયોબબલથી બહાર કરી દેવાશે અને તે ખેલાડીને પણ 7 દિવસ ક્વોરન્ટીન કરી દેવામાં આવશે.

ટીમના ભૂલ સામે એક કરોડનો દંડ
જો બાયો-બબલ બ્રેક કરવામાં ટીમની ભૂલ રહે છે તો ટીમ સામે એક કરોડ પ્રતિબંધ લાદી દેવાયો છે. વળી બીજીવાર ટીમનો એક પોઈન્ટ અને ત્રીજીવાર 2થી 3 પોઈન્ટ સુધી પણ કાપી શકાય છે.

કોવિડ ટેસ્ટ કરાવવામાં બેદરકારી મોંઘી પડશે
BCCIએ કોવિડ ટેસ્ટ માટે પણ અલગથી નિયમ બનાવ્યો છે. જો કોઈ સભ્ય કોવિડ ટેસ્ટ કરાવશે નહીં તો તેને વોર્નિંગ આપવામાં આવશે. બીજીવાર આ ભૂલ સામે 75 હજાર રૂપિયાનો દંડ લાગશે અને સ્ટેડિયમ અથવા ટ્રેનિંગ ગ્રાઉન્ડ જવાની અનુમતિ પણ નહીં મળે.

અન્ય સમાચારો પણ છે...