મુંબઈ ઈન્ડિયન્સનું હવે શું થશે?:IPLમાં 5 વખતના ચેમ્પિયનને સતત 7મી હાર મળી, શું હવે મુંબઈની ટીમ બહાર થઈ ગઈ?

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પહેલા 2014ની સીઝનમાં મુંબઈ સતત પાંચ મેચ હારી હતી.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના ચાહકોને જે ડર હતો આખરે એ જ થયું. ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલી મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ સીઝનમાં રોહિત શર્માની ટીમનો આ સતત સાતમો પરાજય હતો. આ હાર પછી શું હવે ટીમનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું પૂરું થશે કે કેમ, આ સવાલ દરેકના મનમાં છે.

સૌથી વધુ પાંચ વખત IPL જીતનાર મુંબઈના નામે એક ખૂબ જ શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે. તે ટૂર્નામેન્ટની કોઈપણ સીઝનમાં પ્રથમ સાત મેચ એટલે કે અડધી સીઝનની મેચ હારનારી ટીમ બની ગઈ. ગુરુવારે ચેન્નઈ સામે બેટિંગ કરતાં ટીમે ટોસ હાર્યા બાદ 7 વિકેટે 155 રન બનાવ્યા હતા. જવાબમાં મહેન્દ્રસિંહ ધોનીની ધમાકેદાર ફિનિશિંગના બદલામાં ચેન્નઈએ 3 વિકેટે જીત મેળવી હતી. ચેન્નઈની સાત મેચોમાં આ બીજી જીત રહી હતી.

છેલ્લી ઓવરમાં તોફાની બેટિંગ કરી ધોનીએ મુંબઈના હાથમાંથી જીતને છીનવી લીધી હતી. ચેન્નઈની ટીમે છેલ્લી ઓવરમાં 17 રન બનાવ્યા હતા.
છેલ્લી ઓવરમાં તોફાની બેટિંગ કરી ધોનીએ મુંબઈના હાથમાંથી જીતને છીનવી લીધી હતી. ચેન્નઈની ટીમે છેલ્લી ઓવરમાં 17 રન બનાવ્યા હતા.

હવે મુંબઈનું શું થશે
આ વખતે ભલે ટૂર્નામેન્ટમાં 8ને બદલે 10 ટીમ રમી રહી હોય, પરંતુ દરેક સીઝનની જેમ આ વખતે પણ એક ટીમના હિસ્સામાં માત્ર 14 મેચ જ રહેશે. IPLમાં કોઈપણ જે ટીમ એક સીઝનમાં 8 મેચ જીતે છે તેના 16 પોઈન્ટ હોય છે અને પ્લેઓફમાં તેનું સ્થાન નિશ્ચિત માનવામાં આવે છે. આ હિસાબે હવે જો મુંબઈ પાસે તેની 7 મેચ બાકી છે, જો તે જીતી જાય તોપણ તે 16 પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં. -0.892 નેટ રન રેટ સાથે, ટીમ હાલમાં તળિયે 10મા સ્થાન પર છે, તેથી તે આ ટુર્નામેન્ટમાંથી લગભગ બહાર થઈ જ ગઈ છે.

પોઈન્ટ ટેબલ

કઈ ટીમો સામે મેચ યોજાશે?
મુંબઈ સિવાય ટૂર્નામેન્ટમાં 9 ટીમ છે, જેમાંથી તેણે 7 ટીમ સામે તેણે મેચ રમવાની છે. રોહિતની ટીમને હવે ક્રમશ: લખનઉ, રાજસ્થાન, ગુજરાત, કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ અને દિલ્હીની ટીમ સાથે રમવાનું છે. પંજાબ અને બેંગલોર જ એવી બે ટીમ હશે, જેની સાથે મુંબઈએ રમવાનું નથી.

મુંબઈ તરફથી છેલ્લી ઓવર જયદેવ ઉનડકટે ફેંકી હતી.
મુંબઈ તરફથી છેલ્લી ઓવર જયદેવ ઉનડકટે ફેંકી હતી.

મુંબઈની સાત મેચ પર નજર કરીએ....

પ્રથમ મેચ: દિલ્હી સામે હતી. જેમાં દિલ્હીએ 4 વિકેટે મેચ જીતી લીધી હતી. મુંબઈએ 5 વિકેટે 177 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં દિલ્હીએ છ વિકેટના નુકસાને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

બીજી મેચ: રાજસ્થાન સામે હતી. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 8 વિકેટના નુકસાને 193 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 8 વિકેટના નુકસાને 170 રન બનાવી શકી. રાજસ્થાને મેચ 23 રને જીતી લીધી હતી.

ત્રીજી મેચ : કોલકાતા સામેની મેચમાં મુંબઈનો 5 વિકેટે પરાજય થયો હતો. મુંબઈએ 6 વિકેટના નુકસાને 161 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાએ 5 વિકેટના નુકસાને વિજય લક્ષ્યાંક મેળવી લીધો હતો.

ચોથી મેચ: બેંગ્લોર સામેની મેચમાં મુંબઈનો 7 વિકેટે પરાજય થયો હતો.

પાંચમી મેચ: પંજાબ સામેની મેચમાં મુંબઈનો 12 રને પરાજય થયો હતો. પંજાબે પાંચ વિકેટના નુકસાને 198 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 9 વિકેટના નુકસાને 186 રન બનાવી શકી.

છઠ્ઠી મેચ: લખનઉ સામે મુંબઈનો 18 રને પરાજય થયો હતો.

સાતમી મેચ: ચેન્નઈ સામે મુબંઈનો ત્રણ વિકેટે પરાજય થયો હતો.

IPL 2022ની આ સીઝનમાં મુંબઈનું પ્રદર્શન શરૂઆતથી જ ખરાબ રહ્યું છે.
IPL 2022ની આ સીઝનમાં મુંબઈનું પ્રદર્શન શરૂઆતથી જ ખરાબ રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...