કાર્તિકની ધમાકેદાર બેટિંગનો VIDEO:4-4-4-6-6-4, મુસ્તફિઝુર રહેમાને એક ઓવરમાં 28 રન આપ્યા, અહીંથી મેચ પલટી ગઈ

સ્પોર્ટ્સ ડેસ્ક18 દિવસ પહેલા
  • કૉપી લિંક

શનિવારે RCB અને DC વચ્ચે રમાયેલી મેચમાં RCBની ઇનિંગ્સની 18મી ઓવરમાં દિનેશ કાર્તિકના બેટથી કહેર વરસ્યો હતો. તેણે મુસ્તાફિઝુર રહેમાનની ઓવરમાં પ્રથમ ત્રણ બોલમાં ત્રણ અદ્ભુત ચોગ્ગા ફટકાર્યા હતા, પછી ઓવરના છેલ્લા ત્રણ બોલમાં બે છગ્ગા અને એક ચોગ્ગો માર્યો હતો. રહેમાનની આ ઓવરમાં 28 રન મળ્યા હતા.

મેચમાં શાનદાર ઇનિંગ રમી રહેલા કાર્તિકે 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. કોઈ બોલર તેને આઉટ કરી શક્યો નહોતો અને કાર્તિક 34 બોલમાં 66 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ચાલો તમને જણાવીએ કે RCBના આ બેટ્સમેને 18મી ઓવરમાં ક્યાં અને કેવી રીતે રન બનાવ્યા...

17.1: આ મેચમાં રહેમાનની છેલ્લી ઓવર હતી. તેણે પહેલો બોલ કાર્તિકને ઓફ સાઈડની બહાર ફેંક્યો. બોલ કાર્તિકના બેટ સાથે સારી રીતે જોડાયો ન હતો અને બેટની બહારની કિનારીથી થર્ડમેન બાઉન્ડ્રીની પાર ચાર રન માટે ગયો હતો.

17.2: આ વખતે મુસ્તાફિઝુરે બેક ઓફ લેન્થ બોલ નાંખ્યો, કાર્તિક અદ્ભુત રિવર્સ પુલ રમે છે અને ફરી એકવાર બોલથી ચોગ્ગો ફટકારે છે.

17.3: કાર્તિકે ત્રીજા બોલ પર પણ ચોગ્ગો ફટકાર્યો. મુસ્તાફિઝુરે આ વખતે લેન્થ બોલ નાખ્યો અને કાર્તિકે એકસ્ટ્રા કવર ઉપરથી બીજી વધું એક ચોગ્ગો ફટકાર્યો હતો.

17.4: ત્રણ ચોગ્ગા માર્યા બાદ દિનેશ કાર્તિકે ચોથા બોલ પર સિક્સર ફટકારી. આ વખતે બોલ કાર્તિકના સ્લોટમાં હતો અને તે તકને ગુમાવવા માંગતો ન હતો. તે બોલને લોંગ ઓફ બાઉન્ડ્રી બહાર કર્યો હતો.

17.5: કાર્તિક આ ઓવરમાં અલગ લયમાં જોવા મળ્યો હતો. તેણે બીજી સિક્સ ફટકારી. રહેમાન સમજી શકતો ન હતો કે કાર્તિકને ક્યાં બોલિંગ કરવી. મિડ ઓફની ઉપર કાર્તિકનો આ છગ્ગો અદ્ભુત હતો.

17.6: આ બોલ પર, કાર્તિકે ચોગ્ગો ફટકારીને તેની અડધી સદી પૂરી કરી. કાર્તિકનો આ શોટ મિડ ઓફ પર રમાયેલો અદ્ભુત હતો. 200ના સ્ટ્રાઈક રેટથી 26 બોલમાં કાર્તિકની આ ફિફ્ટી મારી હતી.

કાર્તિકની શાનદાર ઇનિંગ્સના આધારે RCBએ 190 રન બનાવ્યા હતા.

દિનેશ કાર્તિકે આ મેચમાં 5 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.
દિનેશ કાર્તિકે આ મેચમાં 5 ફોર અને 5 સિક્સર ફટકારી હતી.
અન્ય સમાચારો પણ છે...