તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝનની શરૂઆત 9 એપ્રિલે થવાની છે. આ પહેલાં જ ટૂર્નામેન્ટ પર કોરોનાનું સંકટ છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મંગળવારે 2 ગ્રાઉન્ડસ્ટાફ અને એક પ્લેયર સંક્રમિત થયા હતા તેમજ મુંબઈ ઇન્ડિયન્સની ટીમના વિકેટકીપર-કન્સલ્ટન્ટ તરીકે ફરજ નિભાવતા કિરણ મોરે પણ કોરોના પોઝિટિવ થયા છે. આ પહેલાં સ્ટેડિયમમાં 10 સ્ટાફ મેમ્બર અને 6 ઇવેન્ટ મેનેજરનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
ન્યૂઝ એજન્સીનાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે તમામ સ્ટાફને વાનખેડે સ્ટેડિયમ પાસેના એક ક્લબ હાઉસમાં રાખવામાં આવ્યા છે. બધાને ટ્રાવેલ કરવાની અને સ્ટેડિયમની બહાર નીકળવાની પરવાનગી પણ આપવામાં આવી નથી. વાનખેડેમાં 4 ટીમે મેચ રમવાની છે. અહીં દિલ્હી કેપિટલ્સ, ચેન્નઈ સુપરકિંગ્સ, પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમ રમશે. અત્યારે ચારેય ટીમો મુંબઈમાં પ્રેક્ટિસ કરી રહી છે.
કિરણ મોરે પણ કોરોના સંક્રમિત
ભારતના પૂર્વ વિકેટકીપર કિરણ મોરેનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 58 વર્ષીય મોરે મુંબઈ ઇન્ડિયન્સમાં વિકેટકીપર-કન્સલ્ટન્ટ તરીકે ફરજ નિભાવી રહ્યા છે. મુંબઈ ઇન્ડિયન્સે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મોરે એસિમ્પટૉમૅટિક છે અને હાલ આઇસોલેશનમાં છે. મુંબઈ ઇન્ડિયન્સની મેડિકલ ટીમ તેમને સતત મોનિટર કરી રહી છે તેમજ મોરે અને ફ્રેન્ચાઈઝ BCCI હેલ્થ ગાઇડલાઇન્સને ફોલો કરી રહ્યા છે. મોરે સિવાય મુંબઈ ઇન્ડિયન્સના તમામ પ્લેયર્સ અને સ્ટાફ મેમ્બર્સનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
રાણા અને પડિક્કલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
અત્યારસુધીમાં લીગના 3 ખેલાડી સહિત 23 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ 3 પ્લેયર્સમાં કોલકાતા નાઈટ રાઈડર્સના બેટ્સમેન નીતીશ રાણા, દિલ્હી કેપિટલ્સના ઓલરાઉન્ડર અક્ષર પટેલ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના દેવદત્ત પડિક્કલનો સમાવેશ થાય છે. રાણા અને પડિક્કલનો રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. અક્ષર અંગે કોઈ અપડેટ મળ્યું નથી. ચેન્નઈની કન્ટેન્ટ ટીમના એક સદસ્યનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
મુંબઈમાં 10થી 25 એપ્રિલમાં 10 મેચ થશે
લીગ સ્ટેજની 56માંથી ચેન્નઈ, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુમાં 10-10 મેચ રમાશે. દિલ્હી અને અમદાવાદમાં 8-8 મેચ રમાશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બધી મેચ 10થી 25 એપ્રિલ વચ્ચે રમાશે. પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે 10 એપ્રિલે રમાશે. પ્લે-ઓફ અને ફાઇનલ અમદાવાદમાં રમાશે.
મહારાષ્ટ્રમાં દરેક વીકેન્ડ પર લોકડાઉન, પરંતુ IPL થશે
કોરોનાના વધતા કેસોને લીધે મહારાષ્ટ્રમાં 9 એપ્રિલ સાંજે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યા સુધી દરેક વીકેન્ડ પર લોકડાઉન રહેશે. એવામાં IPL દરમિયાન મુંબઈમાં મેચ થવા પર ટીમોને કોઈ સમસ્યા નહીં થાય, કારણ કે રાજ્ય સરકારે IPL માટે મંજૂરી આપી દીધી છે. મેચ દરમિયાન સ્ટેડિયમમાં દર્શકો નહીં હોય. ટીમો રાત્રે 8 વાગ્યા પછી પણ પ્રેક્ટિસ અને હોટલ જઈ શકે એ માટે પરવાનગી આપવામાં આવી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.