• Gujarati News
  • Sports
  • Cricket
  • 2 year Ban On Cricket Journalist Boria Majumdar For Threatening Riddhiman Saha; Bhaskar Revealed The Name

ધમકાવનારા જર્નલિસ્ટ પર BCCIનું એક્શન:બોરિયા મજુમદાર પર 2 વર્ષનો પ્રતિબંધ, એકપણ સ્ટેડિયમમાં એન્ટ્રી નહીં મળે; સાહાને ધમકી આપી હતી

25 દિવસ પહેલા

BCCIએ ક્રિકેટ ઈતિહાસકાર, પત્રકાર અને જીવનચરિત્ર લેખક બોરિયા મજુમદાર પર બે વર્ષનો પ્રતિબંધ લાદી દીધો છે. મજુમદાર પર ઈન્ટરવ્યુના નામે વિકેટ કીપર બેટર રિદ્ધિમાન સાહાને ધમકાવવાનો આરોપ છે. ભાસ્કર ગ્રુપે સૌપ્રથમ ઘટસ્ફોટ કર્યો હતો કે સાહા સાથેના વિવાદમાં જે પત્રકારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે અન્ય કોઈ નહીં પણ બોરિયા મજુમદાર છે.

જાણો બોરિયા પર કયા કયા પ્રતિબંધ લાદ્યા
BCCIએ જણાવ્યું કે અમે દેશભરના દરેક સ્ટેટ યુનિટ્સને જાણ કરીએ છીએ કે બોરિયાને કોઈપણ સ્ટેડિયમમાં પ્રવેશ કરવાની અનુમતિ ન આપે. ડોમેસ્ટિક મેચોમાં પણ બોરિયાને મીડિયા માન્યતા આપવામાં આવશે નહીં. મીડિયા માન્યતા ન મળવાનો અર્થ એ છે કે મજમુદાર હવે ટીમ ઈન્ડિયાની કોઈપણ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી શકશે નહીં.

  1. બોરિયા મજુમદાર પર 2 વર્ષ સુધી સ્પોર્ટ્સ જર્નલિસ્ટ તરીકે કોઈપણ સ્ટેડિયમમાં મેચના કવરેજ માટે પ્રવેશ અપાશે નહીં. આ દરમિયાન તે નેશનલ કે ઈન્ટરનેશનલ કોઈપણ મેચનું કવરેજ કરી શકશે નહીં.
  2. બે વર્ષના પ્રતિબંધ દરમિયાન બોરિયા કોઈપણ ક્રિકેટરનો ઈન્ટરવ્યુ કરી શકશે નહીં.
  3. આ સજાના સમયગાળા દરમિયાન તે કોઈપણ પ્રકારની મીડિયાને BCCI દ્વારા મળતી સુવિધાઓનો તથા પ્રેસ બોક્સ સહિત અન્ય ક્રિકેટને લગતી કોઈપણ ખાસ સુવિધાઓ ભોગવી શકશે નહીં.

આ સિવાય તમામ ભારતીય ખેલાડીઓને પણ ખાસ કહેવામાં આવ્યું છે કે તેઓ બોરિયા મજમુદાર સાથે કોઈપણ પ્રકારની વાતચીત ન કરે. વળી બોર્ડ ICCને પણ બોરિયા વિશે ફરિયાદ કરશે અને તેને વિશ્વભરની ICC ટૂર્નામેન્ટ પર પ્રતિબંધ મૂકવાનું કહેશે.

સાહાએ ભારતીય ક્રિકેટમાં તેમના યોગદાનના બદલામાં ગેરવર્તણૂક પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો
આ વિવાદ ત્યારે સામે આવ્યો જ્યારે, આ વર્ષે 19 ફેબ્રુઆરીના દિવસે ગુજરાત ટાઇટન્સના વિકેટ-કીપર બેટર રિદ્ધિમાન સાહાએ સ્ક્રીનશોટ શેર કરતી વખતે લખ્યું હતું કે એક પત્રકારે મારી સાથે ગેરવર્તણુક કરી છે. વધુમાં તેણે જણાવ્યું હતું કે ભારતીય ક્રિકેટમાં ઘણું બધું યોગદાન આપ્યું હોવાછતાં મારી સાથે એક માનનીય પત્રકારે દુર્વ્યવહાર કર્યો છે. જેના આ પ્રમાણેના સ્ક્રીન શોટ હું શેર કરી રહ્યો છું. મને આશા નહોતી કે સ્પોર્ટ્સ જર્નલિઝમ આ સ્તરે અત્યારે પહોંચી ગયું છે કે કોઈપણ પત્રકાર આંતરરાષ્ટ્રીય સ્તરના ક્રિકેટરને આવી રીતે ધમકી આપી દે.

બોરિયા મજુમદાર હોવાનો ભાસ્કરે કર્યો ઘટસ્ફોટ
ભાસ્કર ગ્રુપે આ વિવાદ સામે આવતા સૌથી પહેલા ઘટસ્ફોટ કર્યો હતો કે સાહાને જે પ્રમાણે મેસેજ કરવામાં આવ્યા છે. તથા તેના મેસેજના ટેક્સ્ટથી લઈ અન્ય માહિતી સીધો સંકેત બોરિયા મજુમદાર સામે કરે છે. આ તમામ વિવાદ પાછળ અનુભવી પત્રકાર એવા બોરિયા મજૂમદાર હોઈ શકે છે.

BCCI પ્રેસિડેન્ટ ગાંગુલીને જાણ કરી
સોશિયલ મીડિયામાં આ કેસ સામે આવતાની સાથે ફેન્સ તથા BCCIના અન્ય સભ્યો વધુ તપાસમાં લાગી ગયા હતા. એટલું જ નહીં પૂર્વ ક્રિકેટર્સ પણ સાહાના પક્ષમાં આવી તેને આ પત્રકારનું નામ જણાવવા કહેતા હતા. ત્યારપછી સૌરવ ગાંગુલીએ આ તમામ મુદ્દાને પોતાના હેઠળ લઈને આગળ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

બોરિયાએ લખ્યું હતું....સાહા તે મને ફરીથી ફોન નથી કર્યો. હવે જો બીજીવાર હું તારો ઈન્ટર્વ્યુ નહીં કરુ. તથા આ પ્રમાણે મારુ અપમાન હું સહન ના કરી શકું. ભવિષ્યમાં તને આની કિંમત ચૂકવવી પડશે. બસ ત્યારપછી તો ભાસ્કર ગ્રુપે પણ વિગતવાર માહિતી એકઠી કરી તથા સૂત્રોના આધારે ઘટસ્ફોટ કર્યો હતો કે આ પત્રકાર અન્ય કોઈ નહીં પરંતુ અનુભવી એવા બોરિયા મજૂમદાર છે.

ભાસ્કરના ઘટસ્ફોટ પછી બોરિયા એક્સપોઝ
સોશિયલ મીડિયા સહિત અન્ય કોચ તથા દિગ્ગજો પણ સાહાને BCCIની ખાસ બેઠકમાં આ પત્રકારનું નામ જણાવવા કહેતા હતા. આના માટે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા, ટ્રેઝરર અરુણ ધુમલ અને એપેક્સ કાઉન્સિલના મેમ્બર પ્રભતેજ ભાટિયાની ખાસ ટીમે કમિટિનું આયોજન કર્યું હતું. જેને વિગતવાર આ ઘટના પાછળ કોનો હાથ છે એની તપાસ આદરી હતી.

અન્ય સમાચારો પણ છે...