IPL 2022ની 40મી મેચમાં ગુજરાત ટાઈટન્સે 5 વિકેટથી સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવ્યું છે. 196 રનના ટાર્ગેટને ચેઝ કરતા સમયે છેલ્લી ઓવરના છેલ્લા 2 બોલમાં રાશિદ ખાને બેક ટુ બેક છગ્ગા મારી ટીમને મેચ જિતાડી દીધી છે. ઉમરાન મલિકે 5 વિકેટ લીધા પછી તેવટિયા અને રાશિદે ઈનિંગ સંભાળી ટીમને રન ચેઝ કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તો ચલો આપણે છેલ્લી રોમાચંક ઓવર સહિત બંને ખેલાડીના પ્રદર્શન પર નજર ફેરવીએ...
છેલ્લી ઓવરનો રોમાંચ
આ ઓવરમાં ગુજરાતને જીતવા માટે 22 રનની જરૂર હતી. તેવામાં વિલિયમ્સને માર્કો યેન્સનને બોલિંગ કરવાની જવાબદારી સોંપી હતી તો બીજી બાજુ રાહુલ તેવટિયા સ્ટ્રાઈક પર હતો.
રાશિદ-તેવટિયાની મેચ વિનિંગ ઈનિંગ
140 રનમાં ગુજરાતની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ત્યારે રાહુલ તેવટિયા અને રાશિદ ખાને ટાર્ગેટ ચેઝ કરવાની જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન રાહુલ તેવટિયાએ 21 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 40* રન કર્યા હતા. જ્યારે બીજી બાજુ રાશિદ ખાને 11 બોલમાં 4 છગ્ગા ફટકારી 31 રનની મેચ વિનિંગ ઈનિંગ રમી હતી. બંને બેટર વચ્ચે 24 બોલમાં 59* રનની પાર્ટનરશિપ થઈ હતી.
ઉમરાનની આક્રમક બોલિંગ
196 રનનો તોતિંગ ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી ગુજરાત ટીમ ઉમરાન મલિક સામે ફ્લોપ રહી હતી. તેણે ગુજરાતના શુભમન ગિલની વિકેટ લેતાની સાથે જ પોતાની આક્રમક બોલિંગથી બેટરને મુશ્કેલીમાં મુકી દીધા હતા. ઉમરાને ત્યાર પછી પોતાની 4 ઓવરના સ્પેલમાં 25 રન આપી 5 વિકેટ પોતાને નામ કરી હતી.
આ મેચમાં GT સામે 196 રનનો ટાર્ગેટ હતો, જેને રાહુલ અને રાશિદની પાર્ટનરશિપની સહાયથી ટીમે ચેઝ કરી લીધો છે. તમને જણાવી દઈએ કે રાશિદ ખાને છેલ્લા 2 બોલમાં 2 છગ્ગા ફટકારી ગુજરાત ટાઈટન્સને મેચ જિતાડી દીધી છે. એટલું જ નહીં રાહુલ તેવટિયા અને રાશિદ વચ્ચે 59* રનની પાર્ટનરશિપ થઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.