તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફોટોઝમાં IPLનો રોમાંચ:ચહલ માટે લકી ચાર્મ સાબિત થઈ મંગેતર ધનશ્રી; આ મેચમાં 15 છગ્ગા લાગ્યા, તેમા એકલા ડિવિલિયર્સે 6 છગ્ગા ફટકાર્યા

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
રોયલ ચેલેન્જર્સ બેંગલોરના યુજવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા મેચ જોવા પહોંચી હતી. ચહલે મેચમાં બે વિકેટ લીધી હતી.

IPLની 33મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે રાજસ્થાન રોયલ્સ 7 વિકેટે જીતી લીધી હતી. 178 રનના ટાર્ગેટને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 19.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો. આ મેચમાં યુજવેન્દ્ર ચહલ માટે તેની મંગેતર ધનશ્રી વર્મા લકી ચાર્મ સાબિત થઈ હતી. ચહલે બે બોલમાં બે વિકેટ લીધી હતી. આ મેચમાં 15 છગ્ગા લાગ્યા હતા. જેમાં એબી ડિવિલિયર્સે એકલાએ 6 છગ્ગા ફટકાર્યા હતા. ડિવિલિયર્સે 22 બોલમાં 1 ફોર અને 6 સિક્સની મદદથી અણનમ 55 રન કરીને એકલા હાથે બેંગલોરને મેચ જીતાડી. છઠ્ઠી જીત સાથે બેંગલોર પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-3માં યથાવત છે.

ધનશ્રી વર્માએ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનો આનંદ સ્ટેડિયમમાં માણ્યો હતો.
ધનશ્રી વર્માએ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચનો આનંદ સ્ટેડિયમમાં માણ્યો હતો.
રાજસ્થાન રોયલ્સના બેન સ્ટોક્સે 15 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સના બેન સ્ટોક્સે 15 રન બનાવ્યા હતા.
જોસ બટલરની જગ્યાએ ઓપનિંગમાં રોબિન ઉથપ્પા આવ્યો હતો, તેણે 22 બોલમાં 41 રન બનાવ્યા હતા.
જોસ બટલરની જગ્યાએ ઓપનિંગમાં રોબિન ઉથપ્પા આવ્યો હતો, તેણે 22 બોલમાં 41 રન બનાવ્યા હતા.
રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્થિથે ટીમને 170ના સ્કોરને પાર કરાવી હતી. તેણે 36 બોલમાં 57 રન બનાવ્યા હતા.
રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્થિથે ટીમને 170ના સ્કોરને પાર કરાવી હતી. તેણે 36 બોલમાં 57 રન બનાવ્યા હતા.
બેંગલોરના ક્રિસ મોરિસને IPLમાં તેનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તેણે 4 ઓવરમાં 26 રન આપી 4 વિકેટ લીધી હતી. તેનો બેસ્ટ બોલિંગ ફિગર 23/4 છે.
બેંગલોરના ક્રિસ મોરિસને IPLમાં તેનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તેણે 4 ઓવરમાં 26 રન આપી 4 વિકેટ લીધી હતી. તેનો બેસ્ટ બોલિંગ ફિગર 23/4 છે.
બેંગ્લોરના કેપ્ટન કોહલીએ સારી ફિલ્ડીંગ કરી હતી.
બેંગ્લોરના કેપ્ટન કોહલીએ સારી ફિલ્ડીંગ કરી હતી.
એરોન ફિંચે બાઉન્ડ્રી ઉપર ઉથપ્પાનો કેચ કર્યો હતો.
એરોન ફિંચે બાઉન્ડ્રી ઉપર ઉથપ્પાનો કેચ કર્યો હતો.
જયદેવ ઉનડકટની ઓવરમાં ડિવિલિયર્સ અને ગુરકીરતે 25 રન બનાવ્યા હતા.
જયદેવ ઉનડકટની ઓવરમાં ડિવિલિયર્સ અને ગુરકીરતે 25 રન બનાવ્યા હતા.
ડિવિલિયર્સે આ મેચમાં છ છગ્ગા માર્યા હતા. એકલા હાથે તેણે ટીમને જીત અપાવી હતી.
ડિવિલિયર્સે આ મેચમાં છ છગ્ગા માર્યા હતા. એકલા હાથે તેણે ટીમને જીત અપાવી હતી.
મેચ પછી સ્ટીવ સ્મિથ સાથે હાથ મીલાવી રહેલ ડિવિલિયર્સ.
મેચ પછી સ્ટીવ સ્મિથ સાથે હાથ મીલાવી રહેલ ડિવિલિયર્સ.
મસ્તીના મૂડમાં ક્રિસ મોરિસ અને ચહલ.
મસ્તીના મૂડમાં ક્રિસ મોરિસ અને ચહલ.
બેંગલોરની જીત પછી ચહલની મંગેતર ધનશ્રી વર્મા ખુશ થઈ હતી.
બેંગલોરની જીત પછી ચહલની મંગેતર ધનશ્રી વર્મા ખુશ થઈ હતી.

આ મેચનો સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે ક્લિક કરો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો