તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

KKR ક્યારે થશે તૈયાર?:શું શુભમન ગિલની ધીમી સ્ટ્રાઇક રેટ અને બેટિંગ ક્રમમાં વધુપડતાં એક્સપરિમેન્ટને કારણે કોલકાતાની નાવ ડૂબશે?

4 દિવસ પહેલા
  • કૉપી લિંક
શુભમન ગિલે શુક્રવારે મુંબઇ ઇન્ડિયન્સ સામે 23 બોલમાં 21 રન કર્યા. તે શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
  • ગિલે ચાલુ સીઝનમાં નાઈટરાઈડર્સ માટે 39.28ની એવરેજે સર્વાધિક 275 રન કર્યા છે, પરંતુ તેની સ્ટ્રાઈક રેટ માત્ર 116.52ની રહી છે
  • દિનેશ કાર્તિક, આન્દ્રે રસેલ અને રાહુલ ત્રિપાઠીના બેટિંગ ક્રમ લગભગ દરેક મેચમાં બદલાઈ રહ્યા છે

IPL 2020ની 32મી મેચમાં ગઈકાલે મુંબઇ ઇન્ડિયન્સે અબુ ધાબી ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટે હરાવ્યું. આ મેચમાં કોલકાતાની મુખ્ય બે નબળાઈ સામે આવી છે. ઓપનર શુભમન ગિલની ધીમી સ્ટ્રાઈક રેટ અને બેટિંગ ક્રમમાં વધુપડતાં એક્સપરિમેન્ટ, જેને લીધે ટીમ સાતત્યપૂર્ણ દેખાવ કરી શકી નહીં. આજે આપણે આ બંને વિશે વાત કરીએ...

શુભમન ગિલની ધીમી શરૂઆત

કોલકાતા નાઈટ રાઈડર્સનો ઓપનર અને ટીમ ઇન્ડિયાનો ભવિષ્યનો સ્ટાર ગણાતો શુભમન ગિલ હજી સુધી મોભા પ્રમાણે રમી શક્યો નથી. તેણે પોતાની ટીમ માટે સર્વાધિક રન તો કર્યા છે, પરંતુ આ દરમિયાન ઘણા બોલ ખાધા છે. તેની સ્ટ્રાઈક રેટ 116.52 છે. પૃથ્વી શો, જોસ બટલર, મયંક અગ્રવાલ, દેવદત્ત પડિક્કલ અને ફાફ ડુ પ્લેસિસ જેવા બધા ઓપનર્સની સ્ટ્રાઈક રેટ ગિલ કરતાં વધારે છે.

ધીમી શરૂઆતમાં ગિલનો વાંક ખરો?

શુભમન ગિલનું મુખ્ય કામ એન્કર ઇનિંગ્સ રમવાનું હોય છે. મતલબ કે તે એક છેડેથી સ્ટ્રાઈક રોટેટ કર્યા કરે અને બીજી બાજુથી અન્ય પ્લેયર્સ ફટકબાજી કરે. ગિલને 8 મેચમાં 3 અલગ અલગ પાર્ટનર્સ સાથે ઓપનિંગ કરવાનો વારો આવ્યો છે. સુનીલ નારાયણ, રાહુલ ત્રિપાઠી અને ટોમ બેન્ટન. તેઓ મોટા ભાગના સમયે નિષ્ફળ જતા, સ્વાભાવિકપણે ગિલ પર દબાણ વધે અને તેની રમત વધુ ધીમી થાય. આવામાં જરૂરી છે કે નાઈટ રાઈડર્સ કોઈ એક બેટ્સમેનને ગિલના સાથીદાર તરીકે લોક કરે.

ઇએસપીએન ક્રિકેઇન્ફોના ડેટા અનુસાર, જોની બેરસ્ટો, આરોન ફિન્ચ અને ડેવિડ વોર્નર જેવા ખેલાડીઓ પણ શરૂઆતમાં ગિલ માફક ધીમું રમ્યા છે, પરંતુ એકવાર સેટ થયા પછી તેઓ ઇનિંગ્સને સારી રીતે સમાપ્ત કરી શક્યા છે, જ્યારે આવું કરવામાં ગિલ હજી મહારત હાસિલ કરી શક્યો નથી.

કપ્તાની છોડ્યા બાદ ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલો દિનેશ કાર્તિક 8 બોલમાં માત્ર 4 રન કરી શક્યો. તે લેગ સ્પિનર રાહુલ ચહરની બોલિંગમાં બોલ્ડ થયો.
કપ્તાની છોડ્યા બાદ ચોથા ક્રમે બેટિંગ કરવા આવેલો દિનેશ કાર્તિક 8 બોલમાં માત્ર 4 રન કરી શક્યો. તે લેગ સ્પિનર રાહુલ ચહરની બોલિંગમાં બોલ્ડ થયો.

સમસ્યા ગિલની સ્ટ્રાઈક રેટ સુધી જ સીમિત નથી

એવું નથી કે નાઈટ રાઈડર્સની બધી સમસ્યા ગિલ સુધી જ સીમિત છે. બહારથી એવું દેખાઈ છે કે અર્ધાથી વધુ મેચો રમાઈ ગઈ હોવા છતાં તેના ખેલાડીઓમાં પોતાના રોલ પ્રત્યે સ્પષ્ટતા નથી. તેનું મુખ્ય કારણ છે, બેટિંગ ક્રમમાં વધુપડતાં એક્સપરિમેન્ટ.

કારણ વગર બેટિંગ ક્રમ બદલવા પાછળનું કારણ શું?

દિનેશ કાર્તિક કોઈ મેચમાં ફિનિશર તરીકે રમવા આવશે, તો ક્યારેક ત્રીજા અને ક્યારેક ચોથા ક્રમે. બીજી તરફ, રાહુલ ત્રિપાઠીએ આઠમા ક્રમે શરૂઆત કરી, પછી ઓપનિંગ કર્યું. ઓપનિંગ કરીને મેન ઓફ ધ મેચ બન્યો. એ પછી તેણે ટોમ માટે ઓપનિંગ સ્થાનની કુરબાની આપવી પડી. ટોમ ફેલ થયો તો રાહુલ પાછો ઓપનિંગમાં આવ્યો. આન્દ્રે રસેલનું કામ ઇનિંગ્સ ફિનિશ કરવાનું હતું, પરંતુ તે પણ બે વાર મિડલ ઓર્ડરમાં આવી ગયો છે. કોલકાતા વહેલી તકે ખેલાડીઓને તેમની ભૂમિકા વિશે જણાવે એ જ તેમના માટે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા યોગ્ય રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો