તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl 2020
  • When 35 Runs Were Needed In 2 Overs, Why Did Rajasthan Give The 19th Over To Unadkat ?; Sehwag Said De Villiers Might Have Been Out If Archer Had Been Given

ટોકિંગ પોઇન્ટ:2 ઓવરમાં 35 રનની જરૂર હતી, ત્યારે રાજસ્થાને 19મી ઓવર ઉનડકટને કેમ આપી?; સહેવાગે કહ્યું- આર્ચરને આપત તો કદાચ ડિવિલિયર્સ આઉટ થઇ જાત

2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડિવિલિયર્સે ઉનડકટે નાખેલી 19મી ઓવરના પ્રથમ ત્રણ બોલ પર મિડવિકેટ, લોન્ગ-ઓન અને સ્કવેર લેગ પર મેક્સિમમ ફટકારી સિક્સની હેટ્રિક લગાવી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરને રાજસ્થાન રોયલ્સ સામે શનિવારે દુબઈ ખાતે મેચ જીતવા અંતિમ 2 ઓવરમાં 35 રનની જરૂર હતી. T-20ના યુગમાં 35 રન કરવા અશક્ય બિલકુલ નથી, ખાસ કરીને જ્યારે એબી ડિવિલિયર્સની કક્ષાનો બેટ્સમેન ક્રિઝ પર ઉભો હોય. જોકે, આવી પરિસ્થિતિમાં સિમ્પલ ક્રિકેટિંગ નોલેજ કહે છે કે, તમે પેનલ્ટીમેટ એટલે કે 19મી ઓવર તમારા શ્રેષ્ઠ બોલર પાસે નખાવો. જે રાજસ્થાનના કેસમાં જોફરા આર્ચર હતો. જોકે, તેમ છતાં કેપ્ટન સ્ટીવ સ્મિથે આખરે તેની જગ્યાએ આ ઓવર ફેંકવાની જવાબદારી જયદેવ ઉનડકટને કેમ આપી?

ડિવિલિયર્સે જયદેવની બોલિંગમાં સિક્સની હેટ્રિક લગાવી
ડિવિલિયર્સે જયદેવે નાખેલી 19મી ઓવરના પહેલા ત્રણ બોલમાં જ સિક્સની હેટ્રિક લગાવી દીધી. તેણે ઉપરાઉપરી મિડવિકેટ, લોન્ગ-ઓન અને સ્કવેર લેગ પર સિક્સ મારી. ડિવિલિયર્સને જોઈને સામેના છેડે ગુરકિરત સિંહ માન (13 બોલમાં 11) જે ઝઝૂમી રહ્યો હતો, તેણે પણ એક ફોર મારી દીધી. આ ઓવરમાં કુલ 25 રન આવ્યા. અને અંતિમ ઓવરમાં આર્ચર પાસે ડિફેન્ડ કરવા માટે માત્ર 10 રન રહ્યા હતા.

સ્મિથે ઉનડકટને બોલિંગ આપવા પાછળનું કારણ જણાવ્યું
સ્મિથે બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સને પોસ્ટ મેચ પ્રેઝેન્ટેશનમાં જણાવ્યું કે, "અમારે એકતરફની મોટી બાઉન્ડ્રી માટે જયદેવનો ઉપયોગ કરવો હતો. તે વિકેટમાં સ્લો બોલ નાખે છે. જોકે, અંતે ડિવિલિયર્સ માટે બાઉન્ડ્રી મોટી સાબિત નહોતી થઇ." જયદેવ ડેથ ઓવર્સમાં 11.33ની ઈકોનોમીથી રન આપે છે, અને ડિવિલિયર્સ માટે વર્લ્ડનું કોઈપણ ગ્રાઉન્ડ મોટું નથી.

સહેવાગે કહ્યું, આર્ચરને 19મી ઓવર આપત તો કદાચ ડિવિલિયર્સ આઉટ થઇ જાત
ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે ક્રિક્બ્ઝ સાથેની વાતચીતમાં કહ્યું કે, એક વસ્તુ નક્કી હતી કે, ડિવિલિયર્સ ચાલશે તો બેંગલોર જીતશે, તે નહીં ચાલે તો બેંગલોર હારી જશે. બેંગલોરની ટીમ ડિવિલિયર્સ પર બહુ નિર્ભર રહે છે. જેવી વિકેટ હતી, જેવી બોલિંગ થઇ રહી હતી, માત્ર તે જ મેચ જીતાડી શકે તેમ હતો. એક વસ્તુ જે મને લાગે છે કે, જો 19મી ઓવર આર્ચર નાખત તો કદાચ ડિવિલિયર્સ આઉટ થઇ જાત. જ્યારે તમે છેલ્લી ઓવર નાખવા આવો અને માત્ર 10 રનની જરૂર હોય તો તમને પણ લાગે કે, યાર 10 રન તો થઇ જ જશે.

સોશિયલ મીડિયા પર રિએક્શન:

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો