તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

IPLમાં વિરાટની પરીક્ષા:સૌથી વધુ મેચ રમનાર વિરાટે RCBને 49 મેચ જીતાડી, તેની કપ્તાનીમાં ટીમ એકવાર ફાઇનલ રમી, પરંતુ ટાઇટલ ન જીતી શકી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના પ્રેક્ટિસ સેશનની તસવીર.
  • ગઈ સીઝનમાં વિરાટની કપ્તાનીમાં RCB આઠમા ક્રમે રહી હતી, ત્યારે તેણે 14 મેચમાં 464 રન બનાવ્યા હતા
  • વિરાટ કોહલીએ 2016ની સીઝનમાં સૌથી વધુ 973 રન અને 4 સદી મારવાનોનો રેકોર્ડ બનાવ્યો હતો

વિરાટ કોહલી IPLમાં સૌથી વધુ 5412 રન બનાવનાર બેટ્સમેન છે, પરંતુ તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) આજ સુધી ખિતાબ જીતી શકી નથી. RCBએ IPLની 12 સીઝનમાંથી ત્રણ વખત (2009, 2011 અને 2016) ફાઈનલ રમી છે. આ વખતે કોહલી પાસે આ રેકોર્ડ સુધારવાની તક છે, પરંતુ પડકાર મોટો છે. ગત સીઝનમાં, RCB વિરાટની કેપ્ટનશીપ હેઠળ આઠમાં નંબરે રહી હતી. ત્યારે તેણે 14 મેચોમાં 464 રન બનાવ્યા હતા. તેમાં 1 સદી પણ શામેલ છે.

છેલ્લે 4 વર્ષ પહેલા ફાઇનલ રમી હતી
કોહલી 2013માં RCBનો ફૂલટાઇમ કપ્તાન બન્યો હતો. તેના હેઠળ ટીમ 7 સીઝન રમી. આ દરમિયાન ટીમ 110માંથી 49 મેચ જીતી, પરંતુ ટાઇટલ જીતી શકી નહિ. 2016ને ધ્યાનમાં ન લઈએ તો RCB એકપણ વાર ફાઇનલમાં પહોંચી નથી. 4 વર્ષ પહેલા તેને ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદે 8 રને હરાવ્યું હતું. તે સીઝનમાં કોહલીએ 16 મેચમાં 152ની સ્ટ્રાઈક રેટથી 973 રન બનાવ્યા હતા.

કોહલીની કેપ્ટનશીપ હેઠળ ટીમ 2018માં છઠ્ઠા સ્થાને રહી હતી. ત્યારે તેણે 14 મેચોમાં 530 રન બનાવ્યા હતા. 2017માં કોહલીએ 10 મેચમાં 308 રન બનાવ્યા હતા અને ટીમ આઠમા સ્થાને આવી ગઈ હતી. 2015માં તેણે ફરી એકવાર 500થી વધુ રન બનાવ્યા હતા. પરંતુ ટીમની નિષ્ફળતાનો ક્રમ યથાવત રહ્યો હતો. તે ક્વોલિફાયર સુધી જ પહોંચી શકી હતી. 2014માં વિરાટે 359 રન બનાવ્યા, ત્યારે ટીમ સાતમા સ્થાને રહી. 2013માં કોહલીએ 16 મેચોમાં 634 રન ફટકાર્યા હોવા છતાં ટીમ 5મા સ્થાને જ રહી હતી.

ધોની IPLનો સૌથી સફળ કેપ્ટન છે
IPLમાં કપ્તાનીના મામલે કોહલી મહેન્દ્ર લસિંહ ધોની, રોહિત શર્મા, ડેવિડ વોર્નર, શ્રેયસ ઐયર, દિનેશ કાર્તિકની પાછળ છે. ધોની IPLનો સૌથી સફળ કેપ્ટન છે. તેણે કેપ્ટન તરીકે લીગમાં સૌથી વધુ 174 મેચ રમી છે. 30 કે તેથી વધુ મેચોમાં કેપ્ટન તરીકે સરેરાશ 60 ટકાથી વધુની મેચમાં જીત મેળવનાર તે એકમાત્ર ખેલાડી છે. 50 થી વધુ મેચોમાં કપ્તાની કરનાર ખેલાડીઓમાં કોહલીની જીતની ટકાવારી સૌથી ઓછી છે. કોહલી માત્ર 44.5 ટકા મેચ જ જીત્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો