તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl 2020
  • Unlimited Corona Substitutes Will Be Allowed, Spit Will Not Be Used To Polish The Ball, But It Will Not Have Much Effect For Two Reasons.

આ વખતે IPL કેટલી અલગ:અનલિમિટેડ કોરોના સબસ્ટિટ્યૂટ મળશે, બોલ ચમકાવવા થૂંકનો ઉપયોગ થશે નહિ, પરંતુ બે કારણસર એની વધુ અસર થશે નહિ

એક મહિનો પહેલા
  • પહેલીવાર IPLમાં ફ્રન્ટફૂટ નો-બોલ ફીલ્ડની જગ્યાએ થર્ડ અમ્પાયર જોશે
  • આ વખતે IPLમાં કન્કશન સબસ્ટિટ્યૂટ નિયમ લાગુ થશે, ઇજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ બીજા પ્લેયરને સબસ્ટિટ્યૂટ તરીકે સામેલ કરવામાં આવી શકશે

કોરોના વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં યોજાવાની છે. આ ટૂર્નામેન્ટ પ્રથમ વખત દર્શકો વિના બાયો-સિક્યોર વાતાવરણમાં રમવામાં આવશે. કોરોનાને લીધે એક મોટો ફેરફાર એ છે કે બોલરો બોલ ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરી શકશે નહીં. જોકે આ એક નિયમનાં બે કારણોને લીધે વધુ અસર થશે નહીં ...

1. સફેદ બોલ બે ઓવર સુધી જ સ્વિંગ કરે છે
જો બોલ પર થૂંક લગાવવામાં ન આવે તો બોલર્સને સ્વિંગ કરવામાં તકલીફ પડે છે. જોકે T-20 જેવા ફોર્મેટમાં આ એક પડકાર નથી. ચેન્નઈ સુપર કિંગ્સના ઝડપી બોલર દીપક ચહરે પણ આ જ વાત કરી છે. તેણે હાલમાં જ કહ્યું હતું કે વ્હાઇટ બોલ માત્ર 2 ઓવર સુધી જ સ્વિંગ થાય છે. વિકેટ સારી હોય તો 3 ઓવર સુધી સ્વિંગ થાય છે. તેથી બોલને ચમકાવવાની કે શાઇન કરવાની વધારે જરૂર નથી. હૈદરાબાદનો બોલર ભુવનેશ્વર કુમાર કહે છે, થૂંકનો ઉપયોગ ન કરવા પર માત્ર રિવર્સ સ્વિંગ કરાવવામાં તકલીફ પડી શકે છે.

2. UAEની સ્લો વિકેટ
UAEમાં અબુ ધાબી, દુબઈ અને શારજાહમાં IPLની મેચ યોજાશે. અહીં વિકેટ સ્લો હોય છે, તેથી સ્પિનર્સને વધુ ફાયદો થશે અને સ્વિંગ કરનાર બોલર્સને વધુ મદદ મળશે નહિ. તેથી બોલ પર થૂંક ન લગાવવાના નિયમની કોઈ ખાસ અસર થશે નહિ. 2014માં જ્યારે UAEમાં IPLની 20 મેચ થઈ હતી ત્યારે માત્ર એક મેચમાં બંને ઇનિંગ્સમાં 200+ નો સ્કોર બન્યો હતો, જ્યારે 12 વાર 160+નો સ્કોર નોંધાયો હતો.

નો-બોલ પર ડાયરેક્ટ થર્ડ અમ્પાયરની નજર

પહેલીવાર IPLમાં થર્ડ અમ્પાયર નો-બોલ ચેક કરશે. હવે મેચમાં થર્ડ અમ્પાયર બોલરનો ફ્રન્ટફૂટ નો-બોલ ચેક કરશે અને ગ્રાઉન્ડ અમ્પાયરને આ જોવાની જરૂર રહેશે નહિ. ગયા વર્ષે ભારત-વેસ્ટ ઇન્ડીઝ વનડે સિરીઝમાં પણ થર્ડ અમ્પાયરે જ નો-બોલ ચેક કર્યો હતો.

અનલિમિટેડ કોરોના સબસ્ટિટ્યૂટ
IPL ગવર્નિંગ કાઉન્સિલે પણ આ સીઝનમાં અનલિમિટેડ કોરોના સબસ્ટિટ્યૂટને મંજૂરી આપી છે, એટલે કે જો કોઈ ખેલાડી ટૂર્નામેન્ટમાં કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવે છે, તો પછી ટીમ તેની જગ્યાએ બીજા ખેલાડીનો સમાવેશ કરી શકશે. નિયમ મુજબ, બેટ્સમેન માત્ર બેટ્સમેનને અને બોલર માત્ર બોલરને રિપ્લેસ કરી શકશે. આ નિયમ સૌથી પહેલા 2018 એશિઝ સિરીઝમાં લાગુ થયો હતો.

ચીયરલીડર્સ અને ચાહકો સ્ટેડિયમમાં નહીં આવે
IPLના ઇતિહાસમાં પ્રથમ વખત કોરોનાને કારણે ખાલી સ્ટેડિયમમાં મેચ રમવામાં આવશે. સ્ટેડિયમમાં ફેન્સ અને ઉજવણી કરવા ચીયરલીડર્સ હાજર નહિ રહે. જોકે ફ્રેન્ચાઇઝ મેગા સ્ક્રીન પર ચીયરલીડર્સ અને ફેન્સના રેકોર્ડ કરેલા વિડિયોઝ બતાવવામાં આવશે

બાયો-સુરક્ષિત વાતાવરણ શું છે?
આ એક એવું વાતાવરણ છે, જેમાં રહેતી વ્યક્તિ બહારની દુનિયાથી કોઈપણ રીતે સંપર્કમાં રહેતી નથી, એટલે કે IPLમાં ભાગ લેનારા ખેલાડીઓને સપોર્ટ સ્ટાફ, મેચ અધિકારી, હોટલ સ્ટાફ અને મેડિકલ ટીમ અને બહારની કોઈપણ વ્યક્તિ મળી શકતી નથી.

IPLમાં બાયો-સુરક્ષિત વાતાવરણ તોડવા બદલ સજા
બાયો-સિક્યોર નિયમ ભંગ કરનારાઓને IPLની આચારસંહિતા હેઠળ સજા કરવામાં આવશે. ખેલાડીને અમુક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. RCB સહિત કેટલીક ટીમોએ પહેલેથી જ ચેતવણી આપી દીધી છે કે જો કોઈ ખેલાડી નિયમો તોડે તો તેની સાથેનો કરાર તોડવામાં આવી શકે છે. ખેલાડીઓ મેચમાં બોલ પર લાળનો ઉપયોગ કરી શકશે નહીં. ICCએ કોરોનાને કારણે ક્રિકેટમાં બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિયમ પ્રથમ વખત IPLમાં લાગુ થશે. દરેક ટીમને બેવાર ચેતવણી આપવામાં આવશે. ત્રીજી વખત દંડ તરીકે વિરોધી ટીમના ખાતામાં 5 રન ઉમેરવામાં આવશે. કોરોનાને કારણે બંને ટીમોના કેપ્ટન ટોસ પછી હાથ મિલાવી શકશે નહિ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો