તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

UAEમાં IPL:બ્રાવો સહિત CSKના ત્રણ ખેલાડીઓ UAE પહોંચ્યા, ટીમે T-20માં 500 વિકેટ લેનાર પ્રથમ બોલર માટે સ્ટેડિયમના આકારની કેક કાપી

દુબઈ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
આ બોલરે IPLની 134 મેચમાં 23.17ની એવરેજથી 1483 રન બનાવ્યા છે. તેમજ 147 વિકેટ ઝડપી છે.
  • ડ્વેન બ્રાવો કેરેબિયન પ્રીમિયર લીગ રમીને મિશેલ સેન્ટનર અને ઇમરાન તાહિર સાથે UAE પહોંચ્યો
  • આ ત્રણેય ખેલાડીઓએ 6 દિવસ કવોરન્ટીન રહેવું પડશે, તેવામાં શરૂઆતી મેચોમાં રમી નહિ શકે

ચેન્નાઈ સુપરકિંગ્સ(CSK)નો ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો પોતાની ટીમ ત્રિનિદાદ નાઈટ રાઇડર્સને કેરેબિયન પ્રીમિયર લીગનો ખિતાબ જીતાડયા પછી IPL UAE પહોંચ્યો છે. તેનું અહીં ખૂબ જ શાનદાર રીતે સ્વાગત થયું હતું. બ્રાવોએ રવિવારે તેનો એક વીડિયો પણ શેર કર્યો હતો. આમાં તેણે હોટલનો રૂમ બતાવ્યો હતો જ્યાં CSKએ તેના માટે એક ખાસ ગિફ્ટ તૈયાર કરી હતી. આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

બ્રાવો માટે CSKએ કેકની વ્યવસ્થા કરી હતી, જે દેખાવમાં મીની ક્રિકેટ સ્ટેડિયમ જેવી હતી. તેને T-20માં 500 વિકેટ લેવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ વીડિયોના કેપ્શનમાં બ્રાવોએ લખ્યું- ચેમ્પિયન વેલકમ, ફરીથી CSK જોડાવવું શાનદાર રહ્યું.

બ્રાવો 6 દિવસ માટે કવોરન્ટીનમાં રહેશે

બ્રાવોની સાથે મિશેલ સેન્ટનર અને ઇમરાન તાહિર પણ IPL રમવા UAE પહોંચ્યા છે. આ ત્રણેય ખેલાડીઓએ 6 દિવસ કવોરન્ટીનમાં રહેવું પડશે. તે પછી કોરોના રિપોર્ટ નેગેટિવ આવવા પર જ ટીમ સાથે જોડાય શકશે. તેવામાં આ ત્રણેય 19 સપ્ટેમ્બરે ઓપનિંગ મેચ નહિ રમી શકે.

બ્રાવો T-20માં 500 વિકેટ લેનાર પહેલો બોલર

  • બ્રાવો CPL દરમિયાન T-20માં 500 વિકેટ લેનાર પહેલો બોલર બન્યો હતો. તેણે 10 મેચમાં 9 વિકેટ લીધી હતી.
  • વેસ્ટ ઇન્ડીઝના આ બોલરે IPLની 134 મેચમાં 23.17ની એવરેજથી 1483 રન બનાવ્યા છે. તેમજ 147 વિકેટ ઝડપી છે.
  • બ્રાવો સિવાય કોલકાતા નાઇટ રાઈડર્સ તરફથી રમનાર આન્દ્રે રસેલ અને સુનિલ નારાયણ પણ UAE પહોંચ્યા છે.
  • KKRએ પણ આ બંનેની તસવીર શેર કરી. KKRની પહેલી મેચ 23 સપ્ટેમ્બરે મુંબઇ ઇન્ડિયન્સ સામે રમશે.
  • મુંબઇએ પણ કાયરન પોલાર્ડનું UAE પહોંચવા પર સ્વાગત કર્યું.
  • બધા ખેલાડીઓએ 6 દિવસ કવોરન્ટીન રહેવું પડશે અને તે પછી જ ટીમ સાથે જોડાય શકશે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો