તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

માહીનો ચાહક:મિલરે કહ્યું, ધોની જેવો ફિનિશર કોઈ નથી, દબાણમાં શાંત રહીને મેચ જીતે છે, હું તેમની જેમ રમવા માગું છું

4 દિવસ પહેલા
 • કૉપી લિંક
મિલરે કહ્યું, રન ચેઝ દરમિયાન હું પણ ધોનીની સ્ટાઇલમાં બેટિંગ કરીને મેચ ફિનિશ કરવા માગું છું.
 • આ વખતે કોરોનાને કારણે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં રમાશે
 • ધોની ચેન્નાઈની ટીમનો કેપ્ટન છે, જ્યારે સાઉથ આફ્રિકાનો ડેવિડ મિલર રાજસ્થાન રોયલ્સ માટે રમશે

સાઉથ આફ્રિકન ક્રિકેટર ડેવિડ મિલર સહિત ઘણા વિદેશી ખેલાડીઓ મહેન્દ્ર સિંહ ધોનીના ચાહક છે. મિલેરે કહ્યું કે ધોની જેવો કોઈ ફિનિશર નથી. તેઓ દબાણમાં શાંત રહીને મેચ સરળતાથી જીતી લે છે. હું પણ તેમની જેમ બેટિંગ કરવા માગું છું.

આ વખતે કોરોનાને કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) UAEમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે. ધોની ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK) ટીમનો કેપ્ટન છે, જ્યારે મિલર પ્રથમ વખત રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે. તે 8 વર્ષ કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમ્યો હતો.

ધોની દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં નિયંત્રણમાં રહે છે

 • મિલરે ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફોને કહ્યું, "મને ધોની બહુ ગમે છે. ખાસ કરીને તેમનો સ્વભાવ. તેઓ દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પોતાને નિયંત્રણમાં રાખે છે. હું પણ તેમના જેવી ઉર્જા સાથે મેદાનમાં આવવા માંગુ છું. "

હું ધોનીની સ્ટાઇલમાં મેચ ફિનિશ કરવા માગું છું

 • તેણે કહ્યું, બેટ્સમેન તરીકે તેમનામાં ઘણી ખામીઓ અને શક્તિઓ પણ છે. મારી સાથે પણ એવું જ છે. હું પણ લક્ષ્યનો પીછો કરતી વખતે તેમની જેમ બેટિંગ કરીને તેમની જ સ્ટાઇલમાં મેચ ફિનિશ કરવા માંગુ છું.

ધોની એકમાત્ર શ્રેષ્ઠ ફિનિશર

 • મિલરે કહ્યું, જોઈએ કે મારુ કરિયર કઈ દિશામાં આગળ વધે છે. હું કઈ રીતે ક્રિકેટ સમાપ્ત કરું છું. તે પછી જ હું પોતાના અંગે કઈ કહી શકીશ.
 • નિશ્ચિતપણે ધોની જ એકમાત્ર શ્રેષ્ઠ ફિનિશર છે. તેમણે ઘણીવાર પોતાને સાબિત કર્યા છે. તેમને રમતા જોવા મને ગમે છે.

મિલર માટે 2013ની સીઝન સારી રહી

 • IPLમાં મિલરે ગઈ સીઝનની 10 મેચમાં 129.87ની સ્ટ્રાઈક રેટથી 213 રન બનાવ્યા હતા.
 • તે 2013થી લાઈમલાઈટમાં આવ્યો હતો, જ્યારે તેણે 418 રન કર્યા હતા. તે પછીની સીઝનમાં તેણે 446 રન બનાવ્યા હતા.

ધોનીએ IPLમાં 4432 રન કર્યા

 • IPLમાં ધોનીએ 190 મેચમાં 42.21ની એવરેજથી 4432 રન બનાવ્યા છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 9 વાર ફાઇનલ રમનાર એકમાત્ર ખેલાડી છે.
 • વિકેટકીપર ધોનીએ IPLમાં સૌથી વધુ 132 ખેલાડીઓનો સ્ટમ્પ પાછળથી શિકાર કર્યો છે. તેમાંથી 94 કેચ અને 38 સ્ટમ્પ કર્યા છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો