તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

વિવાદ:અમ્પાયર વાઇડ આપવા હાથ સ્ટ્રેચ કરી રહ્યો હતો, ધોનીનો ગુસ્સો જોઈને મન બદલ્યું- વાઇડ ન આપ્યો!

18 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમ્પાયર વાઇડ આપવા હાથ સ્ટ્રેચ કરી રહ્યો હતો, જોકે ધોનીનું રિએક્શન જોઈને તેણે વાઇડ આપવાનું કેન્સલ કર્યું.

ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મંગળવારે રમાયેલી IPL 2020ની 29મી મેચમાં મહેન્દ્રસિંહ ધોનીની ટીમે 20 રને જીત મેળવી. જોકે મેચમાં ચેન્નઈની જીત કરતાં કેપ્ટન ધોનીનો ગુસ્સો ચર્ચાનો વિષય બન્યો હતો. થયું એવું કે હૈદરાબાદની ઇનિંગ્સની 19મી ઓવરમાં શાર્દુલ ઠાકુરે બીજો બોલ ઓફ-સ્ટમ્પની બહાર યોર્કર નાખ્યો. બોલ ટ્રૅમલાઈન (વાઈડ માર્ક)ની બહાર પિચ થયો હતો અને ઓસ્ટ્રેલિયન અમ્પાયર પોલ રાઇફલ વાઈડ આપવા જઈ રહ્યો હતો.

રાઇફલે વાઈડ આપવા પોતાના હાથ સ્ટ્રેચ કરવાનું શરૂ પણ કર્યું. એ દરમિયાન જ રાઇફલે ધોનીને ગુસ્સે થતા જોઈને પોતાનું મન બદલ્યું અને વાઈડ આપ્યો નહીં. એ સમયે હૈદરાબાદને 11 બોલમાં 25 રનની જરૂર હતી. રાશિદ ખાન જે 4 બોલમાં 13 રને રમી રહ્યો હતો, તે ત્રણ બોલ પછી હિટ-વિકેટ થતાં આ નિર્ણયની મેચ પર કોઈ અસર થઇ નહોતી.

અમ્પાયરે પોતાનો નિર્ણય ફેરવતાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ડગઆઉટમાંથી ગુસ્સો વ્યક્ત કર્યો હતો, જ્યારે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઊભા શાહબાઝ નદીમે પણ અમ્પાયર સાથે વાત કરી હતી.

રિપ્લેમાં સ્પષ્ટ હતું કે બોલ ટ્રૅમ લાઈનની બહાર હતો. હકીકતમાં બેટ્સમેન ઓફ-સ્ટમ્પની બહાર આવીને રમ્યો હોય તો ટ્રૅમ લાઈનને ધ્યાનમાં લેવામાં આવતી નથી, પરંતુ આ કેસમાં રાશિદ ખાન પોતાની જગ્યાએથી જ રમી રહ્યો હતો, પરંતુ શું અમ્પાયર પોતાનો નિર્ણય ફેરવવામાં સાચો હતો? નિયમ શું કહે છે?

IPLના મેચ પ્લેઈંગ કન્ડિશનના સેક્શન 2.12 અનુસાર, "અમ્પાયર પોતાનો નિર્ણય ફેરવી શકે છે, જો તેણે તરત જ નિર્ણય ફેરવવાનું નક્કી કર્યું હોય. એ સિવાય અમ્પાયર, એકવાર કોઈ નિર્ણય લે, પછી તે ફાઇનલ હોય છે."

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો