• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • The Team That Chased 8 Of The Last 9 Matches In Abu Dhabi Won, But Why Did Iyer Win The Toss And Bat ?; Did Warner Make A Big Mistake By Not Giving Rashid An Over In The Powerplay?

ટોકિંગ પોઇન્ટ:અબુ ધાબી ખાતે છેલ્લી 9માંથી 8 મેચ ચેઝ કરનારી ટીમ જીતી છે, એમ છતાં ઐયરે ટોસ જીતીને બેટિંગ કેમ લીધી?; શું વોર્નરે પાવરપ્લેમાં રાશિદને ઓવર ન આપીને મોટી ભૂલ કરી?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાશિદે 4 ઓવરમાં માત્ર 26 રન આપીને સ્ટોઇનિસની વિકેટ ઝડપી. - Divya Bhaskar
રાશિદે 4 ઓવરમાં માત્ર 26 રન આપીને સ્ટોઇનિસની વિકેટ ઝડપી.

IPLની 13મી સીઝનની બીજી ક્વોલિફાયરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 17 રને હરાવીને દિલ્હી કેપિટલ્સની ટીમ પહેલીવાર IPLની ફાઇનલમાં પહોંચી છે. સનરાઇઝર્સ આ મેચ જીતવા માટે ફેવરિટ ગણાતી હતી, જોકે દિલ્હીએ બોલ્ડ નિર્ણય લીધા બાદ બોલ્ડ રમત રમીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આજે આપણે આ મેચને લગતી બે ઘટના વિશે વાત કરીએ. એક જ્યાં મેચ દિલ્હી માટે બની ગઈ અને એક જ્યાં મેચ હૈદરાબાદ માટે બગડી ગઈ.

દિલ્હીએ ટોસ જીતીને બેટિંગ કેમ લીધી?

આ મેચ પહેલાં અબુ ધાબી ખાતેની અંતિમ 9માંથી 8 T-20 ચેઝ કરનારી ટીમ જીતી હતી. તેવામાં ઐયરે બધાના આશ્ચર્ય વચ્ચે બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ઐયરે ટોસ વખતે કહ્યું હતું કે અમે સનરાઇઝર્સ સામે લીગમાં જે બંને મેચ હાર્યા એમાં પ્રથમ બોલિંગ કરી હતી. મને લાગે છે કે તેમની પાસે પ્રથમ બેટિંગ કરવી એક સુરક્ષિત વિકલ્પ છે. ગઈ મેચમાં બેંગલોર સામે પણ તેણે માંડ માંડ ટાર્ગેટ ચેઝ કર્યો હતો તેમજ આજની વિકેટ પણ બેટિંગ માટે સારી લાગી રહી છે, તેથી અમે પ્રથમ બેટિંગ કરીશું.

દિલ્હીએ બેટિંગ તો લીધી, પરંતુ 189 રનનો મજબૂત ટોટલ પણ રજિસ્ટર કર્યો. આઉટ ઓફ ફોર્મ પૃથ્વી શોને બહાર બેસાડીને ઇન-ફોર્મ માર્કસ સ્ટોઈનિસને ઓપનિંગમાં મોકલ્યો. તેણે અને શિખર ધવને કેપિટલ્સને શાનદાર શરૂઆત અપાવતાં પ્રથમ વિકેટ માટે 8.2 ઓવરમાં 86 રનની પાર્ટનરશિપ કરી હતી. સ્ટોઈનિસે 27 બોલમાં 5 ફોર અને 1 સિક્સની મદદથી 38 રન કર્યા હતા. તે રાશિદની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

વોર્નરે રાશિદને પાવરપ્લેમાં ઓવર કેમ ન આપી?

આ મેચ પહેલાંની છેલ્લી 5 મેચમાં દિલ્હી વિરુદ્ધ રાશિદે 4થી ઓછાની ઇકોનોમી રેટે રન આપીને 10 વિકેટ ઝડપી હતી. તેમ છતાં ગઈકાલે સ્ટોઈનિસ શરૂઆતની ઓવર્સમાં અન્ય બોલર્સને ચારેકોર ફટકારી રહ્યો હતો, ત્યારે વોર્નરે તેને પાવરપ્લેમાં ઓવર ન આપી. શું આ વોર્નરની મોટી ભૂલ હતી?

ગઈકાલની મેચ પહેલાં રાશિદે સ્ટોઇનિસને 21 બોલમાં 2 વાર આઉટ કર્યો હતો. ગઈકાલે પણ સ્ટોઈનિસ રાશિદનો ચોથો બોલ રમ્યો અને તેમાં જ બોલ્ડ થઈને પેવેલિયન ભેગો થઈ ગયો. બની શકે કે 9મી ઓવરમાં સ્ટોઈનિસ આઉટ થયો એ પહેલા પ્રારંભમાં જ વોર્નરે રાશિદનો ઉપયોગ કર્યો હોત તો દિલ્હી તોફાની શરૂઆત કરવામાં નિષ્ફળ રહેત અને હૈદરાબાદને 190 રન જેવો મોટો ટાર્ગેટ ન મળત.

અન્ય સમાચારો પણ છે...