તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl 2020
  • The 21 Players From England And Australia, Who Arrived In The UAE A Day Before The Start Of The IPL, Will Be In Quarantine For 36 Hours Instead Of 6 Days.

ફ્રેન્ચાઈઝને રાહત:IPL શરૂ થવાના એક દિવસ પહેલા UAE પહોંચ્યા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના 21 ખેલાડીઓ, 6 દિવસની જગ્યાએ 36 કલાક જ ક્વોરન્ટીનમાં રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાન રોયલ્સના કપ્તાન સ્ટીવ સ્મિથ (ડાબે) ટીમના ખેલાડીઓ સાથે ઇંગ્લેન્ડથી દુબઈ પહોંચ્યા. આ દરમિયાન ચારેય ખેલાડીઓ પીપીઈ કિટ પહેરેલા જોવા મળ્યા હતા.
  • ક્વોરન્ટીન પીરિયડમાં રાહત મળ્યા બાદ આ બધા ખેલાડીઓ પ્રથમ મેચથી જ પોતાની ટીમો માટે ઉપલબ્ધ રહેશે
  • ઓસ્ટ્રેલિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ વનડેની સીરિઝ બુધવારે સમાપ્ત થઇ હતી, તે પછી ખેલાડીઓ ચાર્ટર્ડ ફ્લાઇટથી દુબઈ પહોંચ્યા

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ફ્રેન્ચાઇઝ માટે રાહતના સમાચાર છે. લીગમાં ભાગ લેનારા ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના 21 ખેલાડીઓ ગુરુવારે મોડી સાંજે UKથી ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા UAE પહોંચ્યા હતા. તેમને ફક્ત 36 કલાક માટે ક્વોરન્ટીનમાં રહેવું પડશે. આવી સ્થિતિમાં આ બધા ખેલાડીઓ પ્રથમ મેચથી જ ઉપલબ્ધ રહેશે. બંને ટીમો વચ્ચે ત્રણ વનડેની સીરિઝ બુધવારે સમાપ્ત થઈ હતી.

પહેલા આ ખેલાડીઓએ 6 દિવસ સુધી ક્વોરન્ટીનમાં રહેવાનું હતું. આ દરમિયાન દરેકને પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા દિવસે કોરોના ટેસ્ટ કરાવવાનો હતો. બધા રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ ખેલાડીઓને બાયો-બબલમાં એન્ટ્રી મળવાની હતી. પરંતુ હવે એક રિપોર્ટ નેગેટિવ આવવા પર જ બધાને બાયો-સિક્યુર બબલમાં એન્ટ્રી મળશે.

પેટ કમિન્સ, મોર્ગન અને વોર્નર UAE પહોંચ્યા
ટેસ્ટ બાદ કોલકાતા નાઈટ રાઇડર્સના ત્રણ ખેલાડીઓ ઓઇન મોર્ગન, ટોમ બેન્ટન અને પેટ કમિન્સ અબુધાબી જશે. કારણ કે KKR અને મુંબઇએ આ શહેરને તેમનો બેસ બનાવ્યો છે. બાકીની 6 ટીમોનો બેસ દુબઈમાં છે.

ફ્રેન્ચાઇઝએ BCCIને ક્વોરન્ટીનમાં રાહત આપવા અપીલ કરી હતી
આ અગાઉ ફ્રેન્ચાઇઝૉએ બ્રિટનથી આવનાર ખેલાડીઓને ક્વોરન્ટીનમાં રાહત આપવાની અપીલ કરી હતી. IPLના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ક્વોરન્ટીન મુદ્દો ઉકેલાઈ ગયો છે. મોટાભાગની ટીમોના મોટાભાગના ખેલાડીઓ પ્રથમ મેચથી જ ઉપલબ્ધ રહેશે. કારણ કે આ બધા ખેલાડીઓ અહીં બાયો-સિક્યુર બબલમાંથી જ આવ્યા છે.

રાજસ્થાન ટીમની મુશ્કેલીઓ ઓછી થઈ
વિદેશી ખેલાડીઓ માટે ક્વોરન્ટીનમાં છૂટછાટ બાદ રાજસ્થાન રોયલ્સ ટીમની સમસ્યા ઘણી હદ સુધી ઓછી થઈ ગઈ છે. ટીમના કેપ્ટન સહિત ત્રણ મોટા ખેલાડીઓ ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયાના છે. રાજસ્થાનનો કેપ્ટન ઓસ્ટ્રેલિયન સ્ટીવ સ્મિથ છે. આ સિવાય ઇંગ્લેન્ડનો વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર અને ઝડપી બોલર જોફ્રા આર્ચર પણ ટીમના સભ્યો છે.

IPLની આ સીઝનમાં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા 21 ખેલાડી રમશે. જેમાં આ વખતનો સૌથી મોંઘો ખેલાડી, 15.5 કરોડમાં વેચાયેલો ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર પેટ કમિન્સ પણ શામેલ છે. તેને કોલકાતા નાઈટ રાઇડર્સ દ્વારા ખરીદવામાં આવ્યો છે. તેના સિવાય ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, ઇંગ્લેન્ડના બેન સ્ટોક્સ, જોફ્રા આર્ચરનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પરિસ્થિતિ તમારા પક્ષમાં છે. મોટાભાગના કામ મન પ્રમાણે પૂર્ણ થતાં જશે. કોઇ પ્રિય મિત્ર સાથે મુલાકાત સુખ અને તાજગી આપી શકે છે. પારિવારિક સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગમાં સમય પસાર થશે. ...

વધુ વાંચો