તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્વિટરમાં ટ્રેન્ડિંગ:IPLના પ્લેઓફ અને ફાઇનલનો કિંગ છે સુરેશ રૈના, સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તેના નામે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
રૈનાએ IPLના પ્લેઓફ અને ફાઇનલમાં કુલ 714 રન બનાવ્યા છે. - Divya Bhaskar
રૈનાએ IPLના પ્લેઓફ અને ફાઇનલમાં કુલ 714 રન બનાવ્યા છે.

IPL 2020ની શરૂઆતમાં સુરેશ રૈના સમાચારોમાં હતો કારણકે તેણે સીઝનમાં ન રમવાનો નિર્ણય લીધો હતો. CSKએ તૈયારીઓને અંતિમ ઓપ આપી દીધો હતો, પરંતુ રૈનાએ નામ પાછું ખેંચતા ટીમને મોટો ઝટકો લાગ્યો. ટીમનું બેલેન્સ બગડ્યું અને પરિણામ એ આવ્યું કે, પહેલીવાર ચેન્નાઈ પ્લેઓફમાં ક્વોલિફાય કરવામાં નિષ્ફ્ળ રહી. CSKએ લીગ સ્ટેજ સાતમા ક્રમે સમાપ્ત કર્યો. મિસ્ટર IPLના નામથી જાણીતા રૈનાએ વ્યક્તિગત કારણોસર ન રમવાનો નિર્ણય લીધો હતો, તેની ગેરહાજરીની અસર ટીમના પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાઈ રહી હતી.

હવે IPL 2020ની સીઝન સમાપ્ત થવાની તૈયારીમાં છે, 10 નવેમ્બરે ફાઇનલ છે, ત્યારે ફરી રૈનાને યાદ કરવામાં આવી રહ્યો છે. તેનું કારણ એ છે કે ગઈ 12 સીઝનના પ્લેઓફ અને ફાઇનલમાં સૌથી વધુ રન કરનાર બેટ્સમેન સુરેશ રૈના છે. આ સૂચિમાં તેની પાછળ એમએસ ધોની, શેન વોટ્સન અને માઈકલ હસી જેવા બેટ્સમેન છે. રૈનાએ ગઈ 12 સીઝનની પ્લેઓફ થતા ફાઇનલ મેચોમાં કુલ 714 રન બનાવ્યા છે.

IPLના પ્લેઓફ અને ફાઇનલમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ-5 બેટ્સમેન:

  • સુરેશ રૈના- 714
  • એમએસ ધોની- 504
  • શેન વોટ્સન- 389
  • માઇકલ હસી- 388
  • મુરલી વિજય- 364

સુરેશ રૈનાનો IPL રેકોર્ડ શાનદાર છે. તેણે લીગની કુલ 193 મેચમાં 33.34ની એવરેજથી 5368 રન બનાવ્યા છે. તેણે એક સદી પણ મારી છે અને તેનો બેસ્ટ સ્કોર 100* રન છે. રૈનાએ લીગમાં અત્યારસુધીમાં 38 ફિફટી મારી છે, તેમજ તેના નામે 493 ફોર અને 194 સિક્સ રજીસ્ટર્ડ છે.

અન્ય સમાચારો પણ છે...