તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Ipl
 • Supersunday In IPL Today Do or die Battle For Punjab, Kolkata And Rajasthan; Race Between 6 Teams For The Remaining 3 Places In The Playoffs, Read Which Team Can Qualify

પ્લેઓફની રેસ જામી:IPLમાં આજે સુપરસન્ડે- પંજાબ, કોલકાતા અને રાજસ્થાન માટે કરો યા મરોની જંગ; પ્લેઓફમાં બાકીના 3 સ્થાન માટે 6 ટીમો વચ્ચે રેસ, વાંચો કઈ ટીમ કેવી રીતે ક્વોલિફાય થઈ શકે છે

એક વર્ષ પહેલા
કિંગ્સ ઇલેવનની બાજી ધોનીની ડેડીઝ આર્મી બગાડી શકે છે. આજે ચેન્નાઈ જીતે તો પંજાબ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે. - Divya Bhaskar
કિંગ્સ ઇલેવનની બાજી ધોનીની ડેડીઝ આર્મી બગાડી શકે છે. આજે ચેન્નાઈ જીતે તો પંજાબ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.
 • મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જ ક્વોલિફાય થઈ છે; બેંગલોર, દિલ્હી, હૈદરાબાદ, પંજાબ, રાજસ્થાન અને કોલકાતા હજી પણ ક્વોલિફાય થઈ શકે છે
 • દિલ્હી-બેંગલોરની મેચમાં જે જીતશે તે ટોપ-2માં ફિનિશ કરશે, હારનાર ટીમ પાસે 'જો અને તો'ની સ્થિતિમાં અંતિમ-4માં આવવાની તક રહેશે
 • આ વખતે 2 ટીમો 14 પોઇન્ટ્સ સાથે પ્લેઓફમાં ક્વોલિફાય કરશે, આવું પહેલા માત્ર એકવાર 2010માં થયું હતું
 • પંજાબ, કોલકાતા અને રાજસ્થાન હારવા પર બહાર થશે, જીતવા પર પ્લેઓફમાં સ્થાનની ગેરેન્ટી નહિ

IPL 2020ની લીગ રાઉન્ડની 56માંથી 52 મેચ થઈ ગઈ છે. છતાં પ્લેઓફ માટે 4માંથી માત્ર એક ટીમ-મુંબઈ ઇન્ડિયન્સ જ ક્વોલિફાય થઈ છે. અન્ય 3 સ્થાન માટે 6 ટીમો વચ્ચે હજી પણ રેસ ચાલુ છે. ચેન્નાઈની ટીમ બહાર થઈ ગઈ છે અને આજે તે પંજાબને પણ બહાર કરી શકે છે. આપણે એક પછી એક દરેક ટીમ કઈ રીતે ક્વોલિફાય કરી શકે છે તે વિશે વાત કરીએ.

દિલ્હી કેપિટલ્સ: સતત ચાર મેચ હારનાર દિલ્હી માટે હવે ટૂર્નામેન્ટમાં પોતાના દમ પર આગળ વધવા પોતાની અંતિમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે જીત મેળવવી જરૂરી છે. દિલ્હીના 13 મેચમાં 14 પોઇન્ટ્સ છે. તે બેંગલોર સામે જીતે તો 16 પોઇન્ટ્સ સાથે લીગ રાઉન્ડ બીજા ક્રમે સમાપ્ત કરશે. મતલબ કે તેને મુંબઈની જેમ ફાઇનલમાં પહોંચવા માટે બે ચાન્સ મળશે.

જો તે બેંગલોર સામે હારે તો? બેંગલોર સામેની મેચ હારવા પર દિલ્હી નીચેની 3માંથી 2 ઘટનાઓના થવા પર ક્વોલિફાય થઈ જશે:

 1. પંજાબના 12 પોઇન્ટ્સ છે અને તે આજે ચેન્નાઈ સામે હારે તો 12 પોઇન્ટ્સ પર જ સીઝન સમાપ્ત કરશે.
 2. સનરાઇઝર્સના 12 પોઇન્ટ્સ છે અને તે પોતાની અંતિમ લીગ મેચ મુંબઈ ઇન્ડિયન્સ સામે હારે તો 12 પોઇન્ટ્સ સાથે સીઝન સમાપ્ત કરશે.
 3. કોલકાતા-રાજસ્થાન બંનેના 12-12 પોઇન્ટ્સ છે અને બંનેની અંતિમ મેચ એકબીજા સામે છે. હાલ કોલકાતાની નેટ રનરેટ (-0.467) અને રાજસ્થાનની (-0.377) છે. જ્યારે દિલ્હીની (-0.159) છે. તેવામાં જો કોલકાતા અથવા રાજસ્થાનમાંથી જે પણ જીતે તે એટલા માર્જિનથી જીતે કે તેમની નેટ રનરેટ દિલ્હીથી વધારે ન થાય.

રોયલ ચેલેન્જર્સ બેંગલોર: દિલ્હી કેપિટલ્સની જેમ જ બેંગલોરનું નસીબ પણ તેમના હાથમાં જ છે. જો તેઓ પોતાની અંતિમ મેચ દિલ્હી સામે જીતી જશે તો ટોપ-2માં ફિનિશ કરીને ક્વોલિફાયર-1માં મુંબઈ ઇન્ડિયન્સમાં ટકરાશે. જો તેઓ આ મેચ હારી જાય તો?

દિલ્હી સામેની મેચ હારવા પર બેંગલોર નીચેની 3માંથી 2 ઘટનાઓના થવા પર ક્વોલિફાય થઈ જશે:

 1. પંજાબના 12 પોઇન્ટ્સ છે અને તે આજે ચેન્નાઈ સામે હારે તો 12 પોઇન્ટ્સ પર જ સીઝન સમાપ્ત કરશે.
 2. સનરાઇઝર્સના 12 પોઇન્ટ્સ છે અને તે પોતાની અંતિમ લીગ મેચ મુંબઈ ઇન્ડિયન્સ સામે હારે તો 12 પોઇન્ટ્સ સાથે સીઝન સમાપ્ત કરશે.
 3. કોલકાતા-રાજસ્થાન બંનેના 12-12 પોઇન્ટ્સ છે અને બંનેની અંતિમ મેચ એકબીજા સામે છે. હાલ કોલકાતાની નેટ રનરેટ (-0.467) અને રાજસ્થાનની (-0.377) છે. જ્યારે દિલ્હીની (-0.159) છે. તેવામાં જો કોલકાતા અથવા રાજસ્થાનમાંથી જે પણ જીતે તે એટલા માર્જિનથી જીતે કે તેમની નેટ રનરેટ દિલ્હીથી વધારે ન થાય.

સનરાઇઝર્સ હૈદરાબાદ: અત્યારે જે 4 ટીમો 12-12 પોઇન્ટ્સ પર છે, તેમાંથી સૌથી સારી નેટ રનરેટ સનરાઈઝર્સ હૈદરાબાદની છે. સતત બે મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરને માત આપ્યા પછી તેમની નેટ રનરેટ +.0555 છે. તેમના માટે ઇકવેશન સિમ્પલ છે. પોતાની અંતિમ મેચમાં તેઓ મુંબઈ ઇન્ડિયન્સ સામે જીતશે તો પ્લેઓફમાં સ્થાન મેળવશે અને હારશે તો ટૂર્નામેન્ટની બહાર થઈ જશે. (મુંબઈના 18 પોઇન્ટ્સ છે, બેંગલોર-દિલ્હીના 14-14 અને રાજસ્થાન કોલકાતાના 12-12. આમ, રાજસ્થાન-કોલકાતાના વિનરના પણ 14 પોઇન્ટ્સ થઈ જશે, અને હૈદરાબાદ 12 પોઇન્ટ્સ પર જ અટકી જશે.)

કિંગ્સ ઇલેવન પંજાબ: સતત પાંચ મેચ જીતીને લીગમાં બૂમ પડાવનાર પંજાબની બાજી ધોનીની ડેડીઝ આર્મી બગાડી શકે છે. પંજાબના 13 મેચમાં 12 પોઇન્ટ્સ છે અને જો તેઓ આજે ચેન્નાઈ સામે હારી જશે તો ટૂર્નામેન્ટમાંથી એલિમિનેટ થઈ જશે એટલે કે બહાર થઈ જશે. પરંતુ મેચમાં જીત તેમને 100% પ્લેઓફમાં સ્થાનની ગેરેન્ટી નથી આપતું. કેમ? ચલો સમજીએ.

પંજાબ મેચ જીતે તો તેના 14 પોઇન્ટ્સ થશે. બેંગલોર-દિલ્હીના 14-14 પોઇન્ટ્સ છે જ. તેમાંથી જે ટીમ જીતશે તેના 16 પોઇન્ટ્સ થશે અને હારનાર ટીમ 14 પોઇન્ટ્સ પર અટકશે. હવે પંજાબની નેટ રનરેટ બેંગલોર અને દિલ્હી બંને કરતા સારી છે. એટલે બેંગલોર-દિલ્હીમાં જે પણ હારશે તે પંજાબના જીતવા પર તેમનાથી પાછળ રહેશે. એટલે 2 સ્થાન બાકી છે, તેમાં પંજાબે હૈદરાબાદ અને કોલકાતા-રાજસ્થાનના વિજેતા સામે લડવાનું રહેશે. હૈદરાબાદ જીતે તો તેઓ આવી જશે. તો બાકી રહ્યું અંતિમ સ્થાન જેમાં તેમને કોલકાતા-રાજસ્થાન સામે લડવાનું છે. બંનેની નેટ રનરેટ પંજાબ કરતા ખરાબ છે. પંજાબ જો ચેન્નાઈ સામે માત્ર 1 રને જીતે તો રાજસ્થાને 64 રને અથવા 43 બોલ બાકી રાખીને જીતવું પડે તેમના કરતા સારી રનરેટ કરવા માટે. જ્યારે આજ પરિસ્થિતિમાં કોલકાતાએ 86 રન અથવા 64 બોલ બાકી રાખીને જીતવું પડે. આમ, પંજાબના મેચ જીતવા પર ક્વોલોફાય થવાના ચાન્સીસ હાઈ છે, પરંતુ શ્યોરશોટ ગેરેન્ટી નથી. ભૂલતા નહિ, હારવા પર તો તે એલિમિનેટ જ થઈ જશે.

રાજસ્થાન રોયલ્સ: રાજસ્થાન રોયલ્સ આજે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જીતે અને પંજાબ ચેન્નાઈ સામે, જ્યારે હૈદરાબાદ પોતાની અંતિમ મેચમાં મુંબઈ સામે હારે તો જ રાજસ્થાન ક્વોલિફાય થશે. રાજસ્થાનના પણ 12 પોઇન્ટ્સ છે, પરંતુ કોલકાતા સામેની મેચ જીતવી જ તેમના માટે પૂરતી નથી. કારણકે- બેંગલોર, દિલ્હી, પંજાબ અને હૈદરાબાદ બધાની નેટ રનરેટ તેમના કરતા બહુ સારી છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ: નાઈટ રાઈડર્સની નેટ રનરેટ (-0.467) રાજસ્થાન રોયલ્સ (0.-377) કરતા પણ ખરાબ છે. આમ અંતિમ મેચમાં રાજસ્થાન સામે જીતવું તેમના માટે પણ પૂરતું નથી. તેઓ એ પણ પ્રાર્થના કરવી પડશે કે ચેન્નાઈ પંજાબ સામે અને મુંબઈ હૈદરાબાદ સામે જીતે.

નોંધ: કોલકાતા/રાજસ્થાનની મેચ ચેન્નાઈ/પંજાબ પછી હોવાથી બંને ટીમને આઈડિયા રહેશે કે પંજાબને પછાડવા ટીમને કેટલા રનના માર્જિનથી મેચ જીતવાની રહેશે. અથવા એ માર્જિનથી જીતવું કેટલું અનરિયાલિસ્ટિક છે.

અન્ય સમાચારો પણ છે...