તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટોકિંગ પોઇન્ટ:પંત અને શોટ સિલેક્શન: એક પ્રેમકથા; રાશિદ ખાન સામે ઇગોમાં આવીને ઋષભ ખોટો શોટ રમ્યો અને દિલ્હીએ મેચ ગુમાવી

6 મહિનો પહેલા

સનરાઇઝર્સ હૈદરાબાદે બુધવારે દિલ્હી કેપિટલ્સ સામે અબુ ધાબી ખાતે 163 રન ડિફેન્ડ કરીને IPL 2020માં પોતાની પહેલી મેચ જીતી. સતત બે હાઈ સ્કોરિંગ મેચ પછી આખરે બેટ અને બોલ વચ્ચે બરાબરની ટક્કર જોવા મળી. મેચ પછી દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે કહ્યું હતું કે "અમને પિચનો મિજાજ ખબર નહોતો. બીજા દાવમાં ઝાકળને લીધે બેટિંગ સરળ રહેશે તેવું લાગતું હતું, પરંતુ અમુક બોલ અટકીને આવતા હતા." ધીમી વિકેટનો ફાયદો ઉઠાવતાં અફઘાનિસ્તાનના રાશિદ ખાને 4 ઓવરમાં 14 રન આપીને 3 શિકાર કર્યા. જેમણે મેચ ન જોઈ હોઈ તેમને બેઝિક બેકગ્રાઉન્ડ નોલેજ આપ્યા બાદ હવે મુદ્દાની વાત કરીએ. 26 બોલથી ક્રિઝ પર ઊભેલા ઋષભ પંતે રાશિદની છેલ્લી ઓવરમાં ઇગોમાં આવીને શોટ માર્યો અને મેચ ફેંકી દીધી. આવું પહેલીવાર નથી થયું, જ્યારે પંતનું શોટ સિલેક્શન તેની ટીમને ભારે પડ્યું હોય, 2019ના વર્લ્ડ કપની સેમિફાઇનલ તો તમને યાદ જ હશે?

પંતની લેગસી છે ખોટો શોટ સિલેક્શન
ઋષભ પંત ક્યારેક મેચ્યોર ઇનિંગ્સ રમવાનો પ્રયાસ કરે છે, ક્યારેક પહેલા બોલથી જ બોલર્સને ધોકાવા મેદાને ઊતરે છે. સમસ્યા એ છે કે મોટા ભાગના સમયે તે- "મારું કે શાંતિથી રમું, અત્યારે કે પછી?", એ વિચારોમાં ખોવાઈ જાય છે. ગઈકાલની મેચની જ વાત કરીએ તો દિલ્હીને 4 ઓવરમાં 49 રનની જરૂર હતી. પંત અને માર્કસ સ્ટોઈનિસની દાદા જોડી મેદાન પર ઊભી હતી. વોર્નરે રાશિદ ખાનને તેની અંતિમ ઓવર નાખવા માટે બોલાવ્યો. પ્રથમ 3 બોલમાં 3 રન આવ્યા. ચોથા બોલે પંતે સિક્સ મારવાના પ્રયાસમાં મોટો શોટ માર્યો. રાશિદનો બોલ ધીમો હતો, થોડો વધારે ઊછળ્યો અને પંતના બેટની આઉટસાઈડ એજ લઈ ગયો. ડીપ સ્કવેર લેગ પર કેચ આઉટ. પંતની જગ્યાએ અન્ય કોઈ ચેઝ માસ્ટર શું કરત?

આપણે જોયું જ છે કે આ સીઝનમાં દબાણમાં બોલર્સ રન લીક કરી રહ્યા છે. રાશિદની ઓવર પછી 3 ઓવર બાકી હતી. 1 ભુવનેશ્વર કુમાર, 1 ખલીલ અહેમદ અને 1 ટી. નટરાજન નાખવાના હતા. રાશિદની ઓવરમાં સિંગલ-ડબલ પર જોર આપીને, અંતિમ 3 ઓવરમાં 14 સુધીનો રનરેટ ચેઝ કરી શકાય એમ હતું. ચેઝ માસ્ટર એમએસ ધોની હંમેશાં એમ જ કરતા આવ્યા છે. અંત સુધી મેચ લઈ જાઓ અને વિરોધી ટીમની વીક લિંક (નબળાઈ) પર હુમલો કરો, પરંતુ પંત લલચાઈ ગયો. રાશિદે બોલને હવા (ફ્લાઇટ) આપી તો બોલ પડે એ પહેલાં જ ક્રોસ ધ સ્ટમ્પ આવેલા પંતને તેના ઇગોએ શોટ રમવા મજબૂર કર્યો. અસંખ્ય તક પછી ટીમ ઇન્ડિયાના ફર્સ્ટ ચોઈસ વિકેટકીપરનું ટાઇટલ ગુમાવનાર પંત અને તેના શોટ સિલેક્શનની લવસ્ટોરી કેટલો ટાઈમ ચાલશે?

વિકેટકીપર્સની રેસમાં પાછળ પડી ગયો છે
IPLની આ સીઝનમાં ટોપ-10 રન સ્કોરર્સમાં 4 વિકેટકીપર્સ છે. લોકેશ રાહુલે 3 મેચમાં 111ની એવરેજ અને 156.33ની સ્ટ્રાઇક રેટથી 222 રન બનાવ્યા છે. રાહુલ લીડિંગ રન સ્કોરર છે. સંજુ સેમસન 2 મેચમાં 79.50ની એવરેજ અને 214.86ની સ્ટ્રાઇક સાથે 159 રન કરીને સૂચિમાં ચોથા સ્થાને છે. ટોપ-10માં અન્ય 2 વિકેટકીપર્સ એબી ડીવિલિયર્સ (પાંચમા ક્રમે) અને જોની બેરસ્ટો (સાતમા ક્રમે) છે. જ્યારે ઈશાન કિશન, માત્ર 1 મેચમાં 99 રન કરીને રન સ્કોરરની સૂચિમાં 11મા ક્રમે પહોંચી ગયો છે.

ઋષભ પંતે 3 મેચમાં 48ની એવરેજથી 96 રન કર્યા છે. તેની એવરેજ 48ની છે, કારણ કે એક વખત તે નોટઆઉટ રહ્યો હતો. ટીમ ઇન્ડિયાનો વનડે અને T-20માં ફર્સ્ટ ચોઈસ વિકેટકીપર રાહુલ થઇ ગયો છે, જ્યારે ટેસ્ટમાં રિદ્ધિમાન સાહા વર્લ્ડનો શ્રેષ્ઠ કીપર છે, કીપિંગ સ્કિલ્સની દૃષ્ટિ એ. તેવામાં આ IPL પંતના કરિયરમાં બહુ મોટી ભૂમિકા ભજવશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. શું પંત પોતાનું શોટ સિલેક્શન સુધારશે કે તેની અને શોટ સિલેક્શનની આ પ્રેમકથા યથાવત્ રહેશે?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો