સુપર ઓવરમાં જીત્યું કોલકાતા:ફર્ગ્યુસને 3 બોલમાં 2 વિકેટ લીધી, નાઈટ રાઈડર્સ 4 બોલમાં જીત્યું; પહેલીવાર એક સીઝનમાં 3 વાર સુપર ઓવર રમાઈ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

IPLની 13મી સીઝનની 35મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR)એ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ને સુપર ઓવરમાં હરાવ્યું. KKR માટે સુપર ઓવરમાં લોકી ફર્ગ્યુસને 3 બોલમાં ડેવિડ વોર્નર અને અબ્દુલ સમદને આઉટ કર્યા. હૈદરાબાદ 2 રન જ કરી શક્યું. જવાબમાં કોલકાતાએ 4 બોલમાં 3 રન બનાવીને મેચ જીત્યું. હૈદરાબાદ માટે સુપર ઓવર રાશિદ ખાને નાખી. સીઝનમાં ત્રીજીવાર સુપર ઓવર રમાઈ. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

કોલકાતા નાઈટ રાઇડર્સે સુપરઓવરમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું

કોલકાતા બીજી બેટિંગ: 0.4 ઓવર 3/0

દિનેશ કાર્તિક, ઓઇન મોર્ગન (બેટ્સમેન) રાશિદ ખાન ( બોલર)

  • 0.1 રાશિદ ટૂ મોર્ગન: 0
  • 0.2 રાશિદ ટૂ મોર્ગન: 1 રન
  • 0.3 રાશિદ ટૂ કાર્તિક: 0
  • 0.4 રાશિદ ટૂ કાર્તિક: 2

હૈદરાબાદ પ્રથમ બેટિંગ: 2 રનમાં બંને વિકેટ ગુમાવી

ડેવિડ વોર્નર, જોની બેરસ્ટો અને અબ્દુલ સમદ (બેટ્સમેન) લોકી ફર્ગ્યુસન (બોલર)

  • 0.1 ફર્ગ્યુસન ટૂ વોર્નર: બોલ્ડ
  • 0.2 ફર્ગ્યુસન ટૂ સમદ: 2 રન
  • 0.3 ફર્ગ્યુસન ટૂ સમદ: બોલ્ડ

IPLની એક સીઝનમાં પહેલીવાર 3 સુપર ઓવર
IPLમાં કુલ 12 સુપર ઓવર રમાઈ છે. આવું પહેલીવાર થયું છે કે, એક જ સીઝનમાં 3 સુપર ઓવર રમાઈ. આ પહેલા 2013 અને 2019માં બે-બે સુપર ઓવર રમાઈ હતી. 12માંથી 7 વાર ચેઝ કરનાર ટીમ મેચ જીતી. જ્યારે પ્રથમ બેટિંગ કરનાર ટીમ 5 વાર જ મેચ જીતી.

આ પહેલા દિલ્હી અને બેંગલોર જીત્યું હતું સુપર ઓવર
આ સીઝનમાં આ ત્રીજી સુપર ઓવર છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે સીઝનની બીજી મેચમાં સુપર ઓવર રમાઈ હતી, જેમાં દિલ્હીએ બાજી મારી હતી. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સીઝનની બીજી સુપર ઓવરમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યું હતું.

હૈદરાબાદ અને કોલકાતા વચ્ચેની મેચ ટાઈ
IPL 2020ની 34મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સ સામે અબુ ધાબી ખાતે 164 રનનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટે 163 રન કર્યા છે. હૈદરાબાદને મેચ જીતવા અંતિમ ઓવરમાં 18 રનની જરૂર હતી, ડેવિડ વોર્નરે આન્દ્રે રસેલે નાખેલી અંતિમ ઓવરમાં 3 ફોર મારી. અંતિમ બોલમાં 2 રનની જરૂર હતી, ત્યારે લેગ-બાયનો એક રન આવ્યો અને મેચ ટાઈ થઇ.​​

વોર્નરે લીગમાં 5 હજાર રન કરનાર પ્રથમ વિદેશી ખેલાડી બન્યો
હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે લીગમાં 5 હજાર રન પૂરા કર્યા છે. તે આ સિદ્ધિ મેળવનાર પ્રથમ વિદેશી અને ઓવરઓલ ચોથો ખેલાડી છે. તેની પહેલા લીગમાં વિરાટ કોહલી (5759), સુરેશ રૈના (5368) અને રોહિત શર્મા (5149) જ 5 હજારનો આંક વટાવી શક્યા છે.

ગર્ગ અને પાંડે સિંગલ ડિજિટમાં આઉટ
પ્રિયમ ગર્ગ 4 રને ફર્ગ્યુસનની બોલિંગમાં બોલ્ડ થયો. તે પછી ફર્ગ્યુસને યોર્કર નાખીને મનીષ પાંડેને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. પાંડેએ 7 બોલમાં 6 રન કર્યા હતા.

વિલિયમ્સન અને બેરસ્ટોની 57 રનની ઓપનિંગ પાર્ટનરશિપ
કેન વિલિયમ્સન લોકી ફર્ગ્યુસનની બોલિંગમાં થર્ડ મેન પર નીતીશ રાણાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 19 બોલમાં 4 ફોર અને 1 સિક્સની મદદ થી 29 રન કર્યા હતા. તેણે જોની બેરસ્ટો સાથે પ્રથમ વિકેટ માટે 57 રનની ભાગીદારી કરી હતી. ડેવિડ વોર્નરની જગ્યાએ વિલિયમ્સન કેમ ઓપનિંગ કરવા આવ્યો, તે અંગે કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી. વિલિયમ્સન જે રીતે રમી રહ્યો હતો, તે જોતા લાગે છે તેને દોડવામાં તકલીફ હોવાથી પાવરપ્લેનો લાભ લેવા ઓપનિંગમાં આવ્યો હતો. જોની બેરસ્ટો વરુણ ચક્રવર્તીની બોલિંગમાં લોન્ગ-ઓફ પર રસેલના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 28 બોલમાં 7 ફોરની મદદથી 36 રન કર્યા હતા.

KKRએ 164 રનનો ટાર્ગેટ આપ્યો
IPL 2020ની 34મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે અબુ ધાબી ખાતે 20 ઓવરમાં 5 વિકેટે 163 રન કર્યા છે. નાઈટ રાઈડર્સ માટે શુભમન ગિલે 36, ઓઇન મોર્ગને 34, જ્યારે દિનેશ કાર્તિક અને નીતીશ રાણાએ 29-29 રનનું યોગદાન આપ્યું હતું. હૈદરાબાદ માટે ટી. નટરાજને 2 વિકેટ, જ્યારે રાશિદ ખાન, બસીલ થમ્પી અને વિજય શંકરે 1-1 વિકેટ ઝડપી.

કાર્તિક-મોર્ગને ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપ્યો
નાઈટ રાઈડર્સની ઇનિંગ્સ એકસમયે અટકી ગઈ હતી અને આગળ વધી જ રહી નહોતી. તેમણે 15 ઓવરમાં 4 વિકેટે 105 રન કર્યા હતા. આન્દ્રે રસેલ પણ આઉટ થઇ થયો હતો. તે પછી કેપ્ટન ઓઇન મોર્ગન અને પૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિકે છેલ્લી 5 ઓવરમાં 58 રન ફટકાર્યા. મોર્ગને 23 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 34 રન કર્યા. જ્યારે 14 બોલમાં 2 ફોર અને 2 સિક્સ મારીને કાર્તિક 29 રને અણનમ રહ્યો.

રસેલે ફરી એકવાર નિરાશ કર્યા
આન્દ્રે રસેલનો બેટ સાથે ફ્લોપ શો ચાલુ રહ્યો છે. તે ટી. નટરાજનની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર વિજય શંકર દ્વારા કેચ આઉટ થયો હતો. આઉટ થતા પહેલા તેણે 11 બોલમાં 1 ફોરની મદદથી માત્ર 9 રન કર્યા હતા.

KKRના ટોપ-3 શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરી શક્યા નહીં
કોલકાતાના બંને ઓપનર્સ ક્રિઝ પર સમય પસાર કર્યા પછી શરૂઆતને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં નિષ્ફ્ળ રહ્યા. રાહુલ ત્રિપાઠી ટી. નટરાજનની બોલિંગમાં બોલ્ડ થયો. રાહુલે 16 બોલમાં 2 ફોર અને 1 સિક્સની મદદથી 23 રન કર્યા હતા. જ્યારે શુભમન ગિલ રાશિદ ખાનની બોલિંગમાં લોન્ગ-ઓફ પર પ્રિયમ ગર્ગના હાથે કેચ આઉટ થયો હતો. ગિલે 37 બોલમાં 5 ફોરની મદદથી 36 રન કર્યા હતા. તે પછી ત્રીજા ક્રમે રમવા આવેલો નીતીશ રાણા 20 બોલમાં 29 રન કરીને શંકરની બોલિંગમાં ગર્ગ દ્વારા કેચ આઉટ થયો હતો.

ગિલને જીવનદાન: ગિલ 1 રને રમી રહ્યો હતો ત્યારે બસીલની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર રાશિદ ખાને તેનો સરળ કેચ છોડ્યો હતો.

હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ લીધી
IPL 2020ની 34મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે અબુ ધાબી ખાતે ટોસ જીતીને બોલિંગ લીધી છે. બંને ટીમોએ પોતાની પ્લેઈંગ-11માં 2-2 ફેરફાર કર્યા છે. કોલકાતાની ટીમમાં ક્રિસ ગ્રીન અને પ્રસિદ્ધ કૃષ્ણની જગ્યાએ લોકી ફર્ગ્યુસન અને કુલદીપ યાદવને ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે હૈદરાબાદની ટીમમાં ખલીલ અહેમદ અને શાહબાઝ નદીમની જગ્યાએ બસીલ થમ્પી અને અબ્દુલ સમદને ટીમમાં સ્થાન મળ્યું છે.

કોલકાતાની પ્લેઈંગ 11: રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, નીતીશ રાણા, દિનેશ કાર્તિક (વિકેટકીપર), ઓઇન મોર્ગન (કેપ્ટન), આન્દ્રે રસેલ, પેટ કમિન્સ, શિવમ માવી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન અને વરુણ ચક્રવર્તી

હૈદરાબાદની પ્લેઈંગ 11: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો(વિકેટકીપર), મનીષ પાંડે, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, અબ્દુલ સમદ, રાશિદ ખાન, સંદીપ શર્મા, ટી નટરાજન અને બસીલ થમ્પી

અન્ય સમાચારો પણ છે...