તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PSL પર IPL ભારી:પાકિસ્તાની લીગ માટે મુંબઈ ઇન્ડિયન્સની જર્સી પહેરીને પહોંચ્યો રધરફોર્ડ, MIના ગ્લવ્સ પહેરીને મેચ રમ્યો

કરાચી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

IPLની 13મી સીઝનમાં મુંબઇ ઈન્ડિયન્સનો ભાગ રહેલા વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન શેરફેન રધરફોર્ડને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. રધરફોર્ડ પાકિસ્તાન સુપર લીગ (PSL)ની ક્વોલિફાયર-1 મેચ દરમિયાન કરાચી કિંગ્સ વતી રમી રહ્યો હતો, પરંતુ તેણે ગ્લવ્સ મુંબઈ ઈન્ડિયન્સના પહેર્યા હતા. ત્યારબાદ ચાહકોએ કરાચી ફ્રેન્ચાઇઝ અને PSLની મજાક ઉડાવી હતી.

આ અગાઉ IPLમાં ભાગ લઈને UAEથી પાકિસ્તાન પહોંચેલા રધરફોર્ડ કરાચી એરપોર્ટ પર મુંબઈ ઈન્ડિયન્સની કીટમાં જોવા મળ્યો હતો. કોરોનાને કારણે PSLના પ્લે-ઓફ મુકાબલા કરાચીમાં રમાઈ રહ્યા છે.

પાકિસ્તાની લીગમાં મુંબઈ ઇન્ડિયન્સના ગ્લવ્સ પહેર્યા
PSLના પ્રથમ ક્વોલિફાયરમાં કરાચી કિંગ્સ અને મુલતાન સુલ્તાનની ટીમ ટકરાઈ હતી. IPLની 13મી સીઝનમાં એકપણ મેચ રમી ન શકનાર રધરફોર્ડને કરાચીની પ્લેઈંગ-11માં સ્થાન મળ્યું હતું. મેચમાં રધરફોર્ડ કરાચીની જર્સી પહેરીને તો ઉતર્યો પરંતુ તેણે ગ્લવ્સ મુંબઈ ઇન્ડિયન્સના પહેર્યા હતા. ફેન્સ જલ્દી જ ગ્લવ્સને ઓળખી ગયા હતા અને રધરફોર્ડ સાથે કરાચી કિંગ્સને ટ્રોલ કરવા લાગ્યા હતા.

સોશિયલ મીડિયા યુઝર્સે કરાચી કિંગ્સ અને PSLને ટ્રોલ કર્યા
એક યુઝરે લખ્યું - રધરફોર્ડ કરાચી કિંગ્સ રમે છે પરંતુ ગ્લવ્સ મુંબઈના ઉપયોગ કરે છે. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું - PSL વાળા તેમના ઇકવીપમેન્ટથી લીગ ચલાવી શકતા નથી અને કહે છે કે PSL IPL કરતા મોટી લીગ છે.

રધરફોર્ડ મુંબઈ ઈન્ડિયન્સની કિટમાં પાકિસ્તાન પહોંચ્યો હતો
રધરફોર્ડને આ પહેલા પણ ટ્રોલ કરવામાં આવ્યો હતો. ગયા અઠવાડિયે રધરફોર્ડ પાકિસ્તાન પહોંચ્યો ત્યારે તેણે મુંબઈ ઈન્ડિયન્સના માસ્ક અને જેકેટ પહેર્યા હતા. કરાચી કિંગ્સે પણ રધરફોર્ડનો ફોટો શેર કર્યો છે. આ પછી પણ કરાચી કિંગ્સ અને PSLને ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા. એક યુઝરે કરાચી કિંગ્સના તેના ખેલાડીને જર્સી આપવાનું સૂચન કર્યું હતું.

સુપર ઓવરમાં 11 રન બનાવીને કરાચીને જીતાડ્યુ
કરાચી કિંગ્સના રધરફોર્ડે સુપર ઓવરમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 11 રન બનાવ્યા હતા. તેના થકી મુલતાનને 1 ઓવરમાં 14 રનનો ટાર્ગેટ આપ્યો. મુલતાનની ટીમ 8 રન જ બનાવી શકી. 17 નવેમ્બરે થનાર ફાઇનલમાં કરાચી અને લાહોરની ટીમ ટકરાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો