તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

દિલ્હીએ રાજસ્થાનને 13 રને હરાવ્યું:દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચ્યું, સતત પાંચમી મેચમાં રાજસ્થાનને માત આપી; ધવન અને ઐયરે ફિફટી મારી

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાન રોયલ્સ સામે જીત પછી ઉજવણી કરતા દિલ્હી કેપિટલ્સના ખેલાડીઓ.

IPLની 13મી સીઝનની 30મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 13 રને હરાવ્યું છે. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. દિલ્હીએ રાજસ્થાનને સતત પાંચમી મેચમાં હરાવ્યું છે. આ સીઝનની પહેલી મેચમાં પણ તેણે RRને 46 રને હરાવ્યું હતું. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં રાજસ્થાન 20 ઓવરમાં 8 વિકેટે 148 રન જ કરી શક્યું હતું. દિલ્હી માટે શિખર ધવન અને શ્રેયસ ઐયરે ફિફટી મારી. દિલ્હીની ટીમ દુબઈના મેદાન પર સીઝનમાં કોઈ મેચ હારી નથી. ટીમ અત્યાર સુધીમાં અહીં રમાયેલી ચારેય મેચ જીતી છે. રાજસ્થાને અહીં રમાયેલી 3માંથી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, એક મેચમાં જીત મેળવી છે.

મિસ્ડ ચાન્સ: તેવટિયા શૂન્ય રને રમી રહ્યો હતો, ત્યારે તુષારની બોલિંગમાં નોર્ટજેએ ફાઇન લેગ પર તેનો કેચ છોડ્યો હતો. જોકે, તેવટિયા આ ચાન્સનો કોઈ ફાયદો ઉઠાવી શક્યો નહીં. તેણે 18 બોલમાં 14 રન કર્યા અને અણનમ રહ્યા છતાં ટીમને ફિનિશિંગ લાઇન ક્રોસ કરાવી શક્યો નહીં.

સંજુ સેમસન અક્ષર પટેલની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે 18 બોલમાં 25 રન કર્યા હતા. તે પછી અક્ષરે રિયાન પરાગને 1 રને રનઆઉટ કર્યો હતો.

નોર્ટજેએ સીઝનનો ફાસ્ટેસ્ટ બોલ નાખ્યો
દિલ્હીના ફાસ્ટ બોલર એનરિચ નોર્ટજેએ આ સીઝનનો સૌથી ઝડપી 156.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલે ફેંક્યો હતો. આ બોલ પર બટલરે ચોક્કો માર્યો. તે પછી નોર્ટજેએ 155.1 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ નાખીને બટલરને બોલ્ડ કર્યો હતો.

સ્ટોક્સે 41 રન કર્યા, તુષારની IPLમાં પહેલી વિકેટ બન્યો
દિલ્હી વતી પોતાની પહેલી મેચ રમી રહેલા તુષાર પાંડેએ બેન સ્ટોક્સને આઉટ કરીને પોતાની વિકેટનું ખાતું ખોલ્યું છે. તેના સ્લોઅર કટર બોલમાં સ્ટોક્સ લોન્ગ-ઓન પર સબ્સ્ટિયૂટ યાદવના હાથે કેચ આઉટ થયો હતો. સ્ટોક્સે 35 બોલમાં 6 ફોરની મદદથી 41 રન કર્યા હતા.

નોર્ટજેએ 155ની ઝડપે બોલ નાખી બટલરને બોલ્ડ કર્યો
જોસ બટલર એનરિચ નોર્ટજેની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે ટીમને આક્રમક શરૂઆત અપાવતા 9 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 22 રન કર્યા છે. તે પછી સ્ટીવ સ્મિથ ઓફ સ્પિનર અશ્વિનને રિટર્ન કેચ આપી બેઠો હતો. તેણે 4 બોલમાં 1 રન કર્યો હતો.

દિલ્હીએ 162 રનનો ટાર્ગેટ આપ્યો
દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સ સામે 20 ઓવરમાં 7 વિકેટે 161 રન કર્યા છે. તેમના માટે શિખર ધવન અને શ્રેયસ ઐયરે ફિફટી ફટકારતા અનુક્રમે 57 અને 52 રન કર્યા. રાજસ્થાન માટે જોફરા આર્ચરે 3 અને જયદેવ ઉનડકટે 2 વિકેટ લીધી.

ધવને અને ઐયરની 85 રનની ભાગીદારી
શિખર ધવને પોતાના IPL કરિયરની 39મી ફિફટી ફટકારતા 33 બોલમાં 6 ફોર અને 2 સિક્સની મદદથી 57 રન કર્યા. તે ગોપાલની બોલિંગમાં શોર્ટ-થર્ડ મેન એરિયા પર કાર્તિક ત્યાગીના હાથે કેચ આઉટ થયો હતો. આઉટ થયા પહેલા શિખર શ્રેયસ ઐયર સાથે ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી. જ્યારે ઐયરે પોતાના IPL કરિયરની 15મી ફિફટી ફટકારતા 43 બોલમાં 3 ફોર અને 2 સિક્સની મદદથી 53 રન કર્યા.

ધવનની IPLમાં 39મી ફિફટી, આવું કરનાર પ્રથમ ભારતીય
ધવને આજે IPLમાં 39મી ફિફટી ફટકારી. તે આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો છે. આ મામલે ધવને વિરાટ કોહલી, રોહિત શર્મા અને સુરેશ રૈનાને પાછળ છોડી દીધા છે. ત્રણેયે લીગમાં 38-38 ફિફટી મારી છે. ઓવરઓલ સૌથી વધુ ફિફટીના મામલે ડેવિડ વોર્નર(46) પછી ધવન બીજા સ્થાને છે.

આર્ચરે પૃથ્વી અને રહાણેને સિંગલ ડિજિટમાં આઉટ કર્યા
પૃથ્વી શો મેચના પ્રથમ બોલે જ શૂન્ય રને જોફરા આર્ચરની બોલિંગમાં બોલ્ડ થયો. તે પછી અજિંક્ય રહાણે આર્ચરની બોલિંગમાં મીડ-ઓન પર ઉથપ્પાના હાથે કેચ આઉટ થયો હતો. રહાણેએ 9 બોલમાં માત્ર 2 રન કર્યા હતા.

દિલ્હીએ ટોસ જીતીને બેટિંગ લીધી
IPL 2020ની 30મી મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે રાજસ્થાન રોયલ્સ સામે દુબઈ ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. દિલ્હીએ પોતાની ટીમમાં એક ફેરફાર કર્યો છે. તુષાર દેશપાંડે પોતાનું ડેબ્યુ કરી રહ્યો છે, તેને હર્ષલ પટેલની જગ્યાએ ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે રાજસ્થાને પોતાની ટીમમાં કોઈ બદલાવ કર્યો નથી.

રાજસ્થાન રોયલ્સની ટીમ: સ્ટીવ સ્મિથ, જોસ બટલર, બેન સ્ટોક્સ, સંજુ સેમસન, રોબિન ઉથપ્પા, રાહુલ તેવટીયા, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, જોફરા આર્ચર, કાર્તિક ત્યાગી અને જયદેવ ઉનડકટ

દિલ્હી કેપિટલ્સની ટીમ: શ્રેયસ ઐયર, પૃથ્વી શો, શિખર ધવન, અજિંક્ય રહાણે, એલેક્સ કેરી, માર્ક્સ સ્ટોઈનિસ, આર અશ્વિન, અક્ષર પટેલ, તુષાર દેશપાંડે, કગિસો રબાડા, એનરિચ નોર્તજે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો