તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPLમાં મોંઘા-રીઝનેબલ બેટ્સમેન:ટોપ-6 મોંઘા બેટ્સમેનમાંથી 5 કેપ્ટન, તેમાં ધોનીનો એક રન સૌથી મોંઘો 7.5 લાખ રૂપિયામાં પડ્યો

મુંબઈ5 મહિનો પહેલા

IPLના ઈતિહાસની બીજી સૌથી સફળ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ(CSK) પ્રથમ વખત 13મી સીઝનમાં ફ્લોપ સાબિત થઈ છે. ટીમ પ્રથમ વખત પ્લે-ઓફફમાં પહોંચી શકી, જ્યારે ટીમની કમાન ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના હાથમાં હતી. ટોપ-6 સૌથી મોંઘા બેટ્સમેનમાં 5 પોતાની ટીમના કેપ્ટન પણ છે. તેમાં ધોની એવા બેટ્સમેન છે, જે પર્ફોર્મેન્સના મામલામાં ફ્રેન્ચાઈઝને સૌથી મોંઘા પડ્યા.

ધોનીએ સીઝનમાં 14 મેચ રમી, જેમાં 25ની સરેરાશથી તેમણે માત્ર 200 રન જ બનાવ્યા છે. તેમણે પોતાની પ્રથમ ટૂર્નામેન્ટ રમી રહેલા યુવા ઋતુરાજને પણ પાછળ પાડી દીધો. ઋતુરાજે માત્ર 6 મેચમાં 204 રન બનાવી દીધા. ચેન્નઈએ આ યુવા બેટ્સમેનને બેસ પ્રાઈઝ 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

હાઇ પ્રાઇઝવાળા પ્લેયર્સમાં વોર્નરનું પર્ફોર્મન્સ પૈસા વસૂલ
સીઝનની હાઈ પ્રાઇઝવાળા પ્લેયર્સમાં સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરનું પર્ફોર્મન્સ પૈસા વસૂલ રહ્યું. ફ્રેન્ચાઈઝીએ તેમને 12.50 કરોડ રૂપિયાની કિંમતની સાથે રિટેન કર્યો હતો. જોકે આંકડાઓ પર નજર કરીએ તો સૌથી વધુ પૈસા વસૂલ કેપ્ટન રોહિત શર્મા રહ્યા, જેમણે મુંબઈ ઈન્ડિયન્સને 5મી વખત અવૉર્ડ અપાવ્યો.

પડિક્કલે ડેબ્યુ સીઝનમાં કેપ્ટન કોહલીથી વધુ રન બનાવ્યા
IPLમાં રોયલ ચેલેન્જર્સે બેંગલોર(RCB) તરફથી ડેબ્યુ કરનાર દેવદત્ત પડિક્કલે પોતાના પર્ફોર્મેન્સથી વિરાટ કોહલી સહિત ઘણા જાણીતાને ઈમ્પ્રેસ કર્યા છે. તે ટીમનો રેગ્યુલર ઓપનર રહ્યો. તેણે 15 મેચમાં ટીમ માટે સૌથી વધુ 473 રન બનાવ્યા. RCBના કેપ્ટન કોહલી 15 મેચમાં 466 રન જ બનાવી શકયો.

ઋતુરાજ CSK માટે સતત 3 ફિફ્ટી કરનારો પ્રથમ પ્લેયર
ધોનીની ટીમ CSK પ્લે-ઓફફથી બહાર થનારી પ્રથમ ટીમ હતી. જોકે ટીમ માટે એક ચીજ સૌથી સારી રહી, તે છે ઋતુરાજ ગાયકવાડ. ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલાં તેણે ટીમમાં સ્થાન મેળવ્યું. જોકે તે શરૂઆતની 3 મેચમાં સારુ રમી શક્યો ન હતો, જોકે તેણે હાર માની ન હતી. અંતે તેને 3 મેચમાં ફરીથી તક મળી, જેમાં તેણે સતત 3 ફિફટી ફટકારી. તેઓ આમ કરનારો CSKનો પ્રથમ પ્લેયર છે.

ઋતુરાજ સિવાય CSK માટે ફાફ ડુ પ્લેસિસ પણ પર્ફોર્મન્સમાં પૈસા વસૂલ સાબિત થયો. ટોપ-5માં KKR માટે શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીનું નામ પણ છે, જેણે પોતાની કિંમતથી વધુ સારું પ્રદર્શન કર્યું.

ઓલરાઉન્ડર મેેક્સવેલનો એક રન 10 લાખ રૂપિયાનો પડ્યો
સૌથી હેરાન કરનારી વાત કિંગ્સ ઈલેવન પંજાબ(KXIP) માટે રહી. તેણે 10.75 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલને ખરીદ્યો હતો, જોકે તેણે 13 મેચમાં માત્ર 108 રન બનાવ્યા અને 3 જ વિકેટ લીધી. બેસ્ટ ટી-20 બેટ્સમેનની ઓળખ ધરાવતા મેક્સવેલ સીઝનમાં એક પણ સિક્સ ન લગાવી શક્યો. ફ્રેન્ચાઈઝને તેની એક વિકેટ 3.58 કરોડ અને એક રન 9.95 લાખ રૂપિયાનો પડ્યો.

સ્ટોક્સે સદી ફટકારી, જોકે તેની 2 વિકેટ 12.50 કરોડ રૂપિયાની પડી
ઈંગ્લેન્ડના વર્લ્ડ કપ વિજેતા બેન સ્ટોક્સને રાજસ્થાન રોયલ્સે એક સીઝનના 12.50 કરોડ રૂપિયા આપ્યા છે. સ્ટોક્સના પિતાને કેન્સર થવાના કારણે તેણે ટીમને અડધી ટૂર્નામેન્ટથી જોઈન કરી હતી. તેણે 8 મેચમાં માત્ર 2 વિકેટ જ લીધી. આ રીતે જોઈએ તો તેની એક વિકેટ 6.25 કરોડ રૂપિયાની પડી. જોકે તેણે બેટિંગ કરીને 285 રન બનાવ્યા. આ દરમિયાન તેણે મુંબઈની સામે સદી ફટકારીને રાજસ્થાનને જીત પણ અપાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો