તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Ipl
 • Rituraj Gaekwad Of Chennai Super Kings Will Not Be Able To Play Opening Matches Due To Being Corona's Positive, Suspense On Stokes Continues

IPL પર કોરોનાની અસર:ચેન્નાઈ સુપરકિંગ્સનો ઋતુરાજ ગાયકવાડ 14 દિવસ પછી પણ કોરોના પોઝિટિવ, શરૂઆતની મેચોમાં નહિ રમી શકે; સ્ટોક્સનું રમવું પણ અઘરું

10 મહિનો પહેલા
 • કૉપી લિંક
સ્ટોક્સ અત્યારે ન્યૂઝીલેન્ડમાં તેના પિતા ગ્રેડ સાથે છે, જેમની બ્રેઇન કેન્સરની સારવાર ચાલી રહી છે. -ફાઇલ ફોટો - Divya Bhaskar
સ્ટોક્સ અત્યારે ન્યૂઝીલેન્ડમાં તેના પિતા ગ્રેડ સાથે છે, જેમની બ્રેઇન કેન્સરની સારવાર ચાલી રહી છે. -ફાઇલ ફોટો
 • સચિન તેંડુલકરનો દીકરો અને ફાસ્ટ બોલર અર્જુન નેટ બોલર તરીકે મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયો
 • આ વખતે કોરોનાને કારણે IPL 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી UAEમાં રમાશે

ચેન્નાઈ સુપરકિંગ્સ (CSK)નો બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ 14 દિવસ પછી પણ કોરોના પોઝિટિવ છે. જેથી તેને હજી પણ કવોરન્ટીનમાં રહેવું પડશે. તે શરૂઆતની મેચોમાં પણ રમી નહિ શકે. નિયમ અનુસાર, કોઈ ખેલાડીના બે રિપોર્ટ નેગેટિવ આવે તે પછી જ તેને ટીમમાં જોડાવવાની પરવાનગી મળે છે.

સુરેશ રૈનાએ નામ પાછું ખેંચ્યા પછી ઋતુરાજ નંબર-3 પર રમશે તેવી બધાને અપેક્ષા હતી. હવે અંબાતી રાયુડુને આ ક્રમે તક મળી શકે છે. ચેન્નાઈ 19 સપ્ટેમ્બરે ટૂર્નામેન્ટ ઓપનરમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે.

અર્જુન તેંડુલકર નેટ બોલર તરીકે મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયો

 • અગાઉ ચેન્નાઈ સુપરકિંગ્સના દિપક ચહર રિપોર્ટનો પોઝિટિવ પોઝિટિવ આવ્યો હતો. જોકે, તે હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે અને બે રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ ટીમ સાથે પણ જોડાય ગયો છે.
 • આ વચ્ચે, મુંબઈ ઇન્ડિયન્સ સાથે કેમ્પમાં સચિન તેંડુલકરનો દીકરો અને ડાબોડી ફાસ્ટ બોલર અર્જુન તેંડુલકર સામેલ થયો છે. તેને ઓફિશિયલી નેટ બોલર તરીકે જગ્યા આપવામાં આવી છે.

ખેલાડીઓ ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં UAE પહોંચી શકે છે

 • BCCI મહિલા IPLની મેચો UAEમાં જ કરાવશે. મહિલા ટીમની મેચો શારજાહમાં થઈ શકે છે. કારણકે અહીં IPLની સૌથી ઓછી 12 મેચ રમાવવાની છે.
 • 1થી 10 નવેમ્બરની વચ્ચે મહિલા IPLમાં 3 ટીમો વચ્ચે 4 મેચ થશે.
 • બધા ખેલાડીઓ ઓક્ટોબરના ત્રીજા અઠવાડિયામાં UAE પહોંચી શકે છે. લીગ પહેલા તેમનો નાનકડો કેમ્પ પણ લગાવવામાં આવી શકે છે.

સ્ટોક્સના રમવા અંગે સસ્પેન્સ યથાવત

 • રાજસ્થાન રોયલ્સનો સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ આ વખતે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પહેલા ભાગમાં ટૂર્નામેન્ટ ન રમે તેવી સંભાવના વધારે છે.
 • સ્ટોક્સ અત્યારે ન્યૂઝીલેન્ડમાં તેના પિતા ગ્રેડ સાથે છે, જેમની બ્રેઇન કેન્સરની સારવાર ચાલી રહી છે.
 • સ્ટોક્સ પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન જ ન્યૂઝીલેન્ડ માટે રવાના થયો હતો.
 • રાજસ્થાન ફ્રેન્ચાઇઝ સાથે જોડાયેલા એક સ્ત્રોતે કહ્યું, સ્ટોક્સ સ્વભાવિકપણે પરિવાર સાથે સમય પસાર કરવા માગે છે. તેથી તે ટૂર્નામેન્ટના પ્રથમ ભાગ માટે ઉપલબ્ધ નહિ હોય.
 • ફ્રેન્ચાઇઝ તેને બોલાવશે પણ નહિ, કારણકે પરિવાર પ્રાથમિકતા છે. જો તે બીજા ભાગમાં આવવા માગતો હશે તો મેનેજમેન્ટને ઇંફોર્મ કરશે, અમે આ સમયે તેને સપોર્ટ કરીએ છીએ.
 • સ્ટોક્સે ન્યૂઝીલેન્ડ પહોંચ્યા બાદ વિકેન્ડ હેરાલ્ડને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "હું 7 દિવસ સૂતો નહોતો. મને લાગે છે કે મારો ક્રિકેટ છોડીને ન્યૂઝીલેન્ડમાં પરિવાર સાથે સમય પસાર કરવાનો નિર્ણય મેન્ટલી સાચો છે."
 • સ્ટોક્સને રાજસ્થાને 12 કરોડમાં ખરીદ્યો છે. તે ઇંગ્લેન્ડ માટે 67 ટેસ્ટ, 95 વનડે અને 26 T-20 રમ્યો છે.
અન્ય સમાચારો પણ છે...