તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ટીમની ટ્રેનિંગથી વિરાટ ખુશ:RCBના કેપ્ટન કોહલીએ કહ્યું- IPL પહેલાં ટીમની ફિટનેસ સારી છે, પરંતુ 5 મહિના પછી પ્રેક્ટિસમાં થ્રો કર્યો તો ખભાના સ્નાયુઓ ખેંચાયા હતા

6 દિવસ પહેલા
કોહલીએ કહ્યું- અમે 6 દિવસમાં છ સત્રો યોજવા માગતા ન હતા. અમે ખેલાડીઓને સંપૂર્ણ સમય આપ્યો છે અને આગામી કેટલાંક ટ્રેનિંગ સેશન્સમાં પણ આમ જ કરીશું.
  • કોહલીએ કહ્યું, ટીમને લાંબા બ્રેક પછી શરૂઆતમાં તકલીફ પડી હતી, પરંતુ હવે ખેલાડીઓએ લય મેળવી લીધો છે
  • RCB પોતાની પહેલી મેચ 21 સપ્ટેમ્બરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે

રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે IPL માટે તેની ટીમની તૈયારીઓ સારી રીતે ચાલી રહી છે. તેણે કહ્યું હતું કે જ્યારે અમે 5 મહિનાના બ્રેક પછી UAEમાં IPL માટેની ટ્રેનિંગ શરૂ કરી ત્યારે અમને લય મેળવવામાં તકલીફ પડી હતી, પરંતુ હવે ટીમે પોતાની રિધમ મેળવી લીધી છે.

કોહલીએ RCBના ટ્વિટર અકાઉન્ટ પર શેર કરેલા વિડિયોમાં જણાવ્યું છે કે મહિનાઓ પછી જ્યારે પ્રેક્ટિસમાં થ્રો કર્યો ત્યારે ખભામાં થોડો દુખાવો અને ખેંચાણનો અનુભવ થયો. જોકે ટ્રેનિંગને લીધે હવે સ્નાયુઓએ પહેલાંની જેમ કામ કરવાનું શરૂ કરી દીધું છે અને તમામ ખેલાડીઓને વધુ સારું લાગે છે.

વિરાટે ટ્રેનિંગમાં લાંબા શોટ્સ ફટકાર્યા

RCB દ્વારા પોસ્ટ કરાયેલા વિડિયોમાં કોહલી નેટ્સમાં બેટિંગ કરતા જોવા મળ્યો હતો. તે લોફ્ટેડ ડ્રાઈવ, ફ્લિક અને પુલ શોટ રમતો જોવા મળ્યો. તેની બેટિંગ જોતાં અનુમાન લગાવી શકાય છે કે તે ફોર્મમાં છે.

અમે સંતુલિત રીતે આગળ વધી રહ્યા છીએ

તેણે વધુમાં કહ્યું હતું કે મને લાગે છે કે અમે સંતુલિત રીતે આગળ વધ્યા છીએ. અમે 6 દિવસમાં છ સત્રો યોજવા માગતા ન હતા. અમે ખેલાડીઓને સંપૂર્ણ સમય આપ્યો છે અને આગામી કેટલાંક ટ્રેનિંગ સેશન્સમાં પણ આમ જ કરીશું. કોહલી સાથી ખેલાડીઓની ફિટનેસ લેવલથી ખૂબ ખુશ છે. તેણે જણાવ્યું હતું કે ટીમના તમામ ખેલાડીઓ IPL શરૂ થાય એ પહેલાં સંપૂર્ણ રીતે ફિટ અને શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે.

લાંબા બ્રેક પછી યોગ્ય માઇન્ડસેટમાં રહેવું પડકાર

UAEમાં ટ્રેનિંગ વિશે કોહલીએ વિસ્તારથી વાત કરી હતી. તેણે કહ્યું હતું કે લાંબા બ્રેક પછી યોગ્ય માઇન્ડસેટમાં રહેવું પડકાર છે. શરૂઆતી દિવસોમાં ધ્યાન રાખવું પડે છે. લાંબા સમય પછી કમબેક સરળ નથી. તમારા માટે રમત પ્રમાણે માઇન્ડસેટ રાખવું જરૂરી છે.

RCBની પહેલી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે

RCB IPLમાં પોતાના અભિયાનની શરૂઆત 21 સપ્ટેમ્બરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચથી કરશે. બીજી મેચ 24 સપ્ટેમ્બરે કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમાશે, જ્યારે ત્રીજી મેચ 28 સપ્ટેમ્બર અને ચોથી મેચ 3 ઓક્ટોબરે રમાશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો