તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

એબી ડિવિલિયર્સ શો:RCBને 2 ઓવરમાં 35 રનની જરૂર હતી, 2 બોલ બાકી રાખીને 7 વિકેટે જીત્યું, ડિવિલિયર્સે 22 બોલમાં અણનમ 55 રન કરીને એકલા હાથે મેચ જીતાડી

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2020ની 33મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે દુબઈ ખાતે 178 રનનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 19.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો. બેંગલોરને એકસમયે 4 ઓવરમાં 54 અને તે પછી 2 ઓવરમાં 35 રનની જરૂર હતી. એબી ડિવિલિયર્સે ઉનડકટે નાખેલી 19મી ઓવરમાં 3 સિક્સ મારી મેચનું રૂપ બદલ્યું. તે ઓવરમાં કુલ 25 રન આવ્યા. ડિવિલિયર્સે 22 બોલમાં 1 ફોર અને 6 સિક્સની મદદથી અણનમ 55 રન કરીને એકલા હાથે બેંગલોરને મેચ જીતાડી. છઠ્ઠી જીત સાથે બેંગલોર પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-3માં યથાવત છે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો...

તેવટિયાએ શાનદાર કેચ કરીને કોહલીને પેવેલિયન ભેગો કર્યો
વિરાટ કોહલી કાર્તિક ત્યાગીની બોલિંગમાં ડીપ મિડવિકેટ બાઉન્ડ્રી પર તેવટિયા દ્વારા કેચ આઉટ થયો હતો. તેવટિયાએ શાનદાર બેલેન્સ જાળવતા બાઉન્ડ્રી બહાર જતા પહેલા બોલ અંદર નાખ્યો અને પછી પાછો અંદર આવીને કેચ કર્યો. કોહલીએ 32 બોલમાં 1 ફોર અને 2 સિક્સની મદદથી 43 રન કર્યા હતા. અગાઉ આરોન ફિન્ચ શ્રેયસ ગોપાલની બોલિંગમાં મીડ-ઓફ પર રોબિન ઉથપ્પાના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 11 બોલમાં 2 સિક્સની મદદથી 14 રન કર્યા હતા.

રાજસ્થાને 178 રનનો ટાર્ગેટ આપ્યો
રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે દુબઈ ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 177 રન કર્યા છે. કેપ્ટન સ્ટીવ સ્મિથે ફોર્મમાં પરત ફરતા લીગમાં પોતાની 11મી ફિફટી મારી. તે 36 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ્સ રમ્યો. તેના સિવાય રોબિન ઉથપ્પાએ 41 અને જોસ બટલરે 24 રનનું યોગદાન આપ્યું. બેંગલોર માટે ક્રિસ મોરિસે 4 અને યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી.

જોસ બટલર મોરિસની બોલિંગમાં નવદીપ સૈનીના હાથે કેચ આઉટ થયો હતો. બટલરે 25 બોલમાં 1 ફોર અને 1 સિક્સની મદદથી 24 રન કર્યા હતા.

ચહલે સતત બે બોલમાં ઉથપ્પા અને સેમસનને આઉટ કર્યા
રોબિન ઉથપ્પાએ રોયલ્સને શાનદાર શરૂઆત અપાવતા 22 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 41 રન કર્યા હતા. તે ચહલની બોલિંગમાં ફિન્ચ દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછીના બોલે જ સંજુ સેમસન લોન્ગ-ઓફ પર મોરિસના હાથે કેચ આઉટ થયો હતો. સેમસને માત્ર 9 રન કર્યા હતા.

ઓપનર બેન સ્ટોક્સ 15 રને મોરિસના ધીમા શોર્ટ બોલમાં પુલ કરવા જતા માત્ર એજ મેળવી શક્યો હતો અને કીપર ડિવિલિયર્સના હાથે કેચ આઉટ થયો હતો. અગાઉ ઉથપ્પા 29 રને રમી રહ્યો હતો ત્યારે કોહલીએ સૈનીની બોલિંગમાં મીડ-ઓનની પાછળ તેનો કેચ છોડ્યો હતો. ઉથપ્પાએ સુંદરે નાખેલી ત્રીજી ઓવરમાં ચાર ફોર મારી અને આ દરમિયાન લીગમાં 4500 રન પૂરા કર્યા હતા.

રાજસ્થાને ટોસ જીતીને બેટિંગ લીધી
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે દુબઈ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ટોસ જીતીને બેટિંગ લીધી છે. રાજસ્થાને પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે બેંગલોર પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. શિવમ દુબે અને મોહમ્મદ સિરાજની જગ્યાએ ગુરકિરત સિંહ માન અને શાહબાઝ અહેમદને ટીમમાં સ્થાન મળ્યું છે. અહેમદ બંગાળનો સ્પિનર છે અને નીચલા ક્રમે હિટિંગ પણ કરે છે. તે સીઝનમાં પોતાની પહેલી મેચ રમી રહ્યો છે.

રાજસ્થાનની પ્લેઈંગ 11: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), જોસ બટલર(વિકેટકીપર), બેન સ્ટોક્સ, સંજુ સેમસન, રોબિન ઉથપ્પા, રાહુલ તેવટીયા, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, જોફરા આર્ચર, કાર્તિક ત્યાગી અને જયદેવ ઉનડકટ

બેંગલોરની પ્લેઈંગ 11: આરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી (કપ્તાન), એબી ડિવિલિયર્સ, ગુરકિરત સિંહ માન, ક્રિસ મોરિસ, સુંદર, શાહબાઝ અહેમદ, ઇસુરુ ઉદાના, નવદીપ સૈની અને યુઝવેન્દ્ર ચહલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો