તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાજસ્થાન પ્રથમ IPL જીત્યું હતું:મેચ ફિક્સિંગના આરોપનો સામનો કરી ચુકેલી રાજસ્થાન રોયલ્સની ટીમને બીજા ટાઇટલની રાહ, 2008 પછી ફાઇનલમાં પહોંચી શકી નથી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાન પર સ્પોટ ફિક્સિંગને કારણે 2016 અને 2017માં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો
  • આ વખતે કોરોનાને કારણે IPL UAEમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પહેલી સીઝન 2008માં રાજસ્થાન રોયલ્સ જીત્યું હતું. ત્યારે તેણે ફાઇનલમાં ચેન્નાઇ સુપરકિંગ્સ (CSK)ને 3 વિકેટે હરાવ્યું હતું. ત્યારબાદ રાજસ્થાન એકપણ વાર ફાઇનલમાં પહોંચી શક્યું નથી. આ દરમિયાન ટીમ 2013માં ક્વોલિફાયર અને 2015-18માં બે એલિમિનેટર રમ્યું હતું.

રાજસ્થાન ટીમ પર IPLમાં સ્પોટ ફિક્સિંગનો આરોપ પણ લાગ્યો હતો. આ કારણે ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. ટીમ 2016 અને 2017માં ટૂર્નામેન્ટ રમી શકી નહોતી.

ગઈ સીઝનમાં સાતમા નંબરે રહી
કોરોનાવાયરસને કારણે આ વખતે IPL 19 સપ્ટેમ્બરથી UAEમાં રમાશે. ફાઇનલ 10 નવેમ્બરે થશે. આ સીઝનમાં રાજસ્થાન પોતાની પહેલી મેચ 22 સપ્ટેમ્બરે CSK સામે રમશે. ટીમની કમાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથના હાથમાં છે. ગઈ સીઝનમાં ટીમ 7મા નંબરે રહી હતી.

રાજસ્થાન ટીમ: જોસ બટલર, બેન સ્ટોક્સ, સંજુ સેમસન (વિકેટકીપર), એન્ડ્રુ ટાઇ, કાર્તિક ત્યાગી, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), અંકિત રાજપૂત, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવટિયા, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડે, મહિપાલ લોમરોર, ઓશેને થોમસ, રિયાન પરાગ, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, આકાશ સિંહ, ડેવિડ મિલર, મનન વોહરા, શશાંક સિંહ, વરૂણ આરોન, ટોમ કરન, રોબિન ઉથપ્પા, જોફરા આર્ચર અને અનિરુધ જોશી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો