તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl 2020
  • Rajasthan Needed Only 39 Runs In 5 Overs Then Tewatia Played Four Dot Balls In Ashwin's Over And Delhi Got The Momentum To Win The Match

ટર્નિંગ પોઇન્ટ:રાજસ્થાનને 5 ઓવરમાં 39 રનની જ જરૂર હતી, ત્યારે તેવટિયાએ અશ્વિનની ઓવરમાં ચાર બોલ ખાલી કાઢ્યા અને દિલ્હીએ લય મેળવી મુકાબલો જીત્યો

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
રવિચંદ્રન અશ્વિને પોતાના 4 ઓવરના સ્પેલમાં માત્ર 17 રન આપીને સ્ટીવ સ્મિથની વિકેટ લીધી હતી.

IPL 2020ની 30મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 13 રને હરાવ્યું. 162 રનનો પીછો કરતાં રાજસ્થાન 20 ઓવરમાં 8 વિકેટે 148 રન જ કરી શક્યું. 13 રનના માર્જિનથી કોઈ ટીમ હારી હોય ત્યારે સામાન્યપણે એવું લાગે કે મેચ બરાબરીની રહી હશે. જોકે ગઈકાલે દુબઈમાં રમાયેલી મેચમાં રાજસ્થાનનું રનચેઝ દરમિયાન 15 ઓવર સુધી પ્રભુત્વ રહ્યું હતું, ઓપનર બેન સ્ટોક્સ અને જોસ બટલરે ટીમને સારી શરૂઆત અપાવી જીત માટેનું સ્ટેજ પણ તૈયાર કરી આપ્યું હતું, પરંતુ મિડલ ઓર્ડરે દિલ્હીના એનરિચ નોર્ટજે અને કગીસો રબાડા જેવા ફાસ્ટ બોલર્સ સામે હથિયાર હેઠા મૂકતાં સ્ટીવ સ્મિથની ટીમે વધુ એક વખત નિરાશ કર્યા. ગઈ મેચમાં આઉટ ઓફ ફોર્મ સ્મિથ અને આઉટ ઓફ ફોકસ તેવટિયાની બેટિંગ અને ઉથપ્પાએ પરાગને રનઆઉટ કર્યા એ અંતે નિર્ણાયક સાબિત થયા.

સ્ટીવ સ્મિથનું ખરાબ ફોર્મ જારી, ટીમ માટે ચિંતાનો મુખ્ય વિષય
રોયલ્સની સીઝન ખરાબ જઈ રહી છે. તે પોઈન્ટ્સ ટેબલમાં સાતમા ક્રમે છે. તેમની સમસ્યાની શરૂઆત તેમના કેપ્ટન સ્ટીવ સ્મિથના ફોર્મથી જ થાય છે. સ્મિથે ટૂર્નામેન્ટમાં સારી શરૂઆત કરતાં પ્રથમ બે મેચમાં ફિફટી મારી હતી. જોકે એ પછી છેલ્લી 6 મેચમાં 7.33ની એવરેજથી 44 રન જ કરી શક્યો છે. સ્મિથ બેટિંગ કરતો હોય ત્યારે સ્પષ્ટપણે દેખાય છે કે તે પોતે મૂંઝવણમાં છે કે, અટેક કરું કે શાંતિથી રમું. તેની મૂંઝવણ પાછળનું કારણ એ છે કે મિડલ ઓર્ડરમાં રોબિન ઉથપ્પા, રિયાન પરાગ અને રાહુલ તેવટિયા જેવા ખેલાડીઓ છે. જેમના પર સ્મિથને ભરોસો નથી કે તેઓ કન્સિસ્ટન્સી સાથે મેચ ક્લોઝ કરી શકશે. બેન સ્ટોક્સ અને જોસ બટલર ઓપનિંગ કરતા હોવાથી સ્મિથ હજી પોતાની ગેમ વિશે વિસ્તારમાં સમજી શક્યો નથી.

એનરિચ નોર્ટજેએ 155.1 કિલોમીટરની ઝડપે બોલ નાખીને જોસ બટલરને બોલ્ડ કર્યો હતો.
એનરિચ નોર્ટજેએ 155.1 કિલોમીટરની ઝડપે બોલ નાખીને જોસ બટલરને બોલ્ડ કર્યો હતો.

ઉથપ્પાએ ઈન-ફોર્મ પરાગને રનઆઉટ કરાવ્યો
રાજસ્થાનને 42 બોલમાં 52 રનની જ જરૂર હતી. ત્યારે 14મી ઓવરના બીજા બોલે ઉથપ્પાએ અક્ષરની જમણી બાજુ બોલ માર્યો અને દોડવાની શરૂઆત કરી. પરાગને લાગ્યું નહીં કે રન છે, પરંતુ પાર્ટનરને રિસ્પોન્ડ કરતાં તે દોડ્યો. જેવું તેણે દોડવાનું શરૂ કર્યું ઉથપ્પા પાછો ફરી ગયો અને અક્ષર પટેલે થ્રો મારીને પરાગને પેવેલિયન ભેગો કર્યો. પરાગે ગઈ મેચમાં અણનમ 42 રન કરીને ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી હતી. પરંતુ આ વખતે સિનિયર ખેલાડીના લીધે તે કોઈપણ પ્રકારનું યોગદાન આપી શક્યો નહીં. ઉથપ્પાનું પ્રદર્શન પણ નોંધપાત્ર નહોતું, તેણે 27 બોલમાં 32 રન કર્યા. સેટ થયા છતાં મેચ જિતાડી શક્યો નહીં.

પટેલે રોયલ્સના ફિનિશર પરાગને રનઆઉટ કરીને દિલ્હીને મહત્ત્વની સફળતા અપાવી હતી.
પટેલે રોયલ્સના ફિનિશર પરાગને રનઆઉટ કરીને દિલ્હીને મહત્ત્વની સફળતા અપાવી હતી.
સ્મિથની વિકેટ લીધા બાદ રહાણે સાથે ઉજવણી કરતો રવિચંદ્રન અશ્વિન.
સ્મિથની વિકેટ લીધા બાદ રહાણે સાથે ઉજવણી કરતો રવિચંદ્રન અશ્વિન.

અશ્વિને 16મી ઓવરમાં 2 રન જ આપ્યા, તેવટિયાએ 4 બોલ ખાલી કાઢ્યા
પોતાની મેચ વિનિંગ ઇનિંગ્સથી લાઈમલાઈટમાં આવનાર રાહુલ તેવટિયા આ વખતે ફેન્સની આશા પર ખરો ઉતરી શક્યો નહોતો. ટીમને 5 ઓવરમાં 39 રનની જરૂર હતી, ત્યારે તે અને ઉથપ્પા ક્રિઝ પર ઉભા હતા. દિલ્હીએ અશ્વિનને 16મી ઓવર નાખવાની જવાબદારી આપી. અશ્વિને ઓવરમાં માત્ર 2 રન જ આપીને 8 અંદરની રનરેટને 9 ઉપર પહોંચાડી દીધી હતી. ઓવરમાં ઉથપ્પાએ પ્રથમ બોલે સિંગલ લીધા બાદ તેવટિયાએ સતત 4 બોલ ખાલી કાઢ્યા હતા. તે જ સમયે મેચનું મોમેન્ટમ કેપિટલ્સ તરફ શિફ્ટ થઇ ગયું હતું. અંતિમ 4માંથી 3 ઓવર નોર્ટજે અને રબાડા નાખવાના હોવાથી રોયલ્સ માટે અશ્વિનમાં રન ફટકારવા જરૂરી હતા. જોકે, તેઓ આવું કરવામાં સદંતર નિષ્ફ્ળ રહ્યા.

સોશિયલ મીડિયા પર રિએક્શન:

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો