તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફોટોઝમાં જુઓ IPLનો રોમાંચ:અંતિમ ઓવરમાં 2 રન કરવામાં ગેલ અને રાહુલને પરસેવો વળી ગયો; રોમાંચક જીત પછી પ્રીતિ ઝિન્ટા ખુશીથી ઝૂમી ઊઠી

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરસીબી વિરુદ્ધ જીત પછી કિંગ્સ ઈલેવન પંજાબની માલિકણ પ્રીતિ ઝિન્ટા ખુશખુશાલ નજરે પડી રહી હતી. જોકે છેલ્લી ઓવરમાં 2 રન કરવામાં ક્રિસ ગેલ અને કેપ્ટન લોકેશ રાહુલને ઘણી મહેનત કરવી પડી હતી.

આઈપીએલની સીઝન-13ની 31મી મેચમાં કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP)એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વિરુદ્ધ 8 વિકેટથી જીત મેળવી છે. શારજહામાં આરસીબીએ 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ક્રિસ ગેલ (53) અને લોકેશ રાહુલ (61)એ 19મી ઓવર સુધીમાં મેચ આસાન બનાવી દીધી હતી. બંનેએ બીજી વિકેટ માટે 93 રનની પાર્ટનરશિપ કરી, પરંતુ છેલ્લી ઓવરમાં બંનેને માત્ર 2 રન કરવામાં પરસેવો વળી ગયો હતો.

સીઝનમાં સતત 5 હાર પછી પંજાબ બીજી મેચ જીત્યું છે. આટલા લાંબા બ્રેક પછી કિંગ્સ ઈલેવન ફ્રેન્ચાઈઝીની માલિકણ પ્રીતિ ઝિન્ટાના ચહેરા પર ખુશી જોવા મળી. છેલ્લી ઓવરના લાસ્ટ બોલ પર જીત માટે એક રન કરવાનો હતો. ત્યારે પ્રીતિ ઘણી જ ટેન્શનમાં જોવા મળી, પરંતુ નિકોલસ પૂરને છગ્ગો લગાવતાં જ તે ખુશીથી ઝૂમી ઊઠી હતી.

અંતિમ ઓવરમાં પહેલા બે બોલ ડોટ ગયા બાદ ક્રિસ ગેલ 5માં બોલ રનઆઉટ થઈ ગયો.

પંજાબને અંતિમ ઓવરમાં જીત માટે માત્ર 2 રનની જરૂર હતી, તેમ છતાં મેચ અંતિમ બોલ સુધી ગયો. ગેલ 52 રન બનાવીને સ્ટ્રાઇક અને રાહુલ 51 રને નોન સ્ટ્રાઈક પર હતો. બોલ ચહલના હાથમાં હતી. તેને ગેલને પહેલાં બે બોલ પર એક પણ રન કરવા ન દીધો. ત્રીજા બોલ પર ગેલ એક રન લેવામાં સફળ રહ્યો. ચોથો બોલ રાહુલે ડોટ કર્યો અને બંને બેટ્સમેન પર ભારે દબાણ આવી ગયું. 5મા બોલે રાહુલે એક રન લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ગેલ રનઆઉટ થઈ ગયો.

પંજાબને એક બોલ પર એક રનની જરૂર હતી. નિકોલસ પૂરને છગ્ગો ફટકારીને પંજાબને સીઝનની બીજી જીત અપાવી.

પૂરને છગ્ગો લગાવતાં અને મેચ જીત્યા બાદ આ રીતે ઘૂંટણ પર બેસીને રાહતનો શ્વાસ લેતો પંજાબનો કેપ્ટન રાહુલ.

પંજાબના કેપ્ટન લોકેશ રાહુલે મેચમાં 49 બોલમાં 61 રનની અણનમ ઈનિંગ રમી હતી. તેણે 5 છગ્ગા અને એક ચોગ્ગો લગાવ્યા હતા.

સીઝનની પહેલી મેચ રમી રહેલા ક્રિસ ગેલે 45 બોલમાં 53 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 5 છગ્ગા અને એક ચોગ્ગો લગાવ્યા હતા.

વિરાટ કોહલીનો આરસીબી માટે આ 200મી મેચ હતી. તેણે ટીમ માટે આઈપીએલમાં 185 અને ચેમ્પિયન્સ લીગમાં 15 ટી-20 મેચ રમી છે. મેચમાં કોહલીએ 39 બોલમાં સૌથી વધુ 48 રનની ઈનિંગ રમી હતી.

આરસીબીના ઓપનર એરોન ફિંચને પંજાબના મુરુગન અશ્વિને ક્લીન બોલ્ડ કર્યો. તેણે 18 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 20 રન કર્યા હતા.

વિરાટ કોહલીનો શાનદાર કેચ કરતાં કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન અને વિકેટકીપર લોકેશ રાહુલ.

પંજાબના સ્પિનર મુરુગન અશ્વિને 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી.

અંતિમ ઓવરમાં મેચ હાથમાં જશે તેવું લાગતાં ટેન્શનમાં આવી ગઈ હતી કિંગ્સ ઈલેવન પંજાબની માલિકણ પ્રીતિ ઝિન્ટા.

પૂરને છગ્ગો મારતાંની સાથે મેચ જીતી જતાં પ્રીતિ ઝિન્ટાના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

મેચ પહેલાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી ફૂટબોલ રમતા જોવા મળ્યા હતા.

આઈપીએલના ગવર્નિંગ કાઉન્સિલના ચેરમેન વૃજેશ પટેલ અને બીસીસીઆઈના કોષાધ્યક્ષ અરુણ ધૂમલનું શારજહામાં આ રીતે સ્વાગત કરાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો