તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફોટામાં IPLનો રોમાંચ:નોર્તઝે 156.2ની ગતિથી ફેંક્યો બોલ, જે બન્યો સીઝનનો ફાસ્ટેસ્ટ બોલર; સેમસન બન્યો આ સીઝનમાં સૌથી વધુ સિક્સ લગાવનારો બેટ્સમેન

6 દિવસ પહેલા
  • કૉપી લિંક
દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર એનરિચ નોર્તઝેએ 155.1 કિમી પ્રતિ કલાકની સ્પીડે સીઝનનો સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો હતો. જેમાં જોસ બટલર બોલ્ડ થયો હતો.

આઈપીએલ સીઝન-13ની 30મી મેચ બોલિંગ, ફિલ્ડિંગ અને બેટિંગ એમ ત્રણેય તબક્કે ઘણો જ રોમાંચ જોવા મળ્યો હતો. મેચમાં દિલ્હી કેપિટલ્સના ફાસ્ટ બોલર એનરિચ નોર્તઝેએ સીઝનનો સૌથી ફાસ્ટ બોલ ફેંક્યો, જે 156.2 પ્રતિ કલાકની સ્પીડે હતો, તો રાજસ્થાન રોયલ્સના સંજુ સેમસન આ સીઝનમાં સૌથી વધુ 18 સિક્સ લગાડનાર બેટ્સમેન બની ગયો છે.

મેચમાં દિલ્હીએ રાજસ્થાનને 13 રનથી હાર આપી છે. આ દરમિયાન ફિલ્ડિંગમાં બેન સ્ટોક્સ, અજિંક્ય રહાણેએ બ્રાઉન્ડરી પર કેચ લેવા અને સિક્સ રોકવાના શાનદાર પ્રયાસ કર્યા. મેચમાં શિખર ધવન અને શ્રેયસ અય્યરે શાનદાર ફિફ્ટી પણ લગાવી.

જોસ બટલરે મેચમાં 9 બોલ પર 22 રન બનાવ્યા. એનરિચ નોર્તઝેએ 33 રન આપીને 2 વિકેટ લીધી.

અજિંક્ય રહાણેએ મેચની છેલ્લી ઓવરમાં પહેલી વખત શાનદાર રીતે સિક્સ રોકી હતી, શોટ રાહુલ તેવતિયાએ માર્યો હતો. આ સમયે રાજસ્થાનને જીત માટે 6 બોલમાં 22 રનની જરૂર હતી.

રાજસ્થાનના બેન સ્ટોક્સે બાઉન્ડરી પર છલાંગ લગાવીને શાનદાર કેચ લેવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. તેનો પગ બાઉન્ડરીને અડી ગયો હતો.

રાજસ્થાનના સંજુ સેમસને 2 છગ્ગાની મદદથી 18 બોલમાં 25 રન બનાવ્યા. તેણે સીઝનમાં સૌથી વધુ સિક્સ મારનારો બેટ્સમેન બની ગયો છે. તેણે 8 મેચમાં 18 છગ્ગા માર્યા છે.

સેમસનને દિલ્હી કેપિટલ્સના સ્પિનર અક્ષર પટેલે ક્લીન બોલ્ડ કર્યો.

રોબિન ઉથપ્પાએ 27 બોલમાં 32 રન બનાવ્યા. તેને નોર્તઝેએ ક્લીન બોલ્ડ કર્યો.

રાજસ્થાન માટે ઓપનિંગ કરવા આવેલા બેન સ્ટોક્સે 35 બોલમાં 41 રનની ઈનિંગ રમી હતી. તેેણે પૂરી ઈનિંગમાં 6 ચોગ્ગા લગાવ્યા હતા.

દિલ્હી કેપિટલ્સ માટે શિખર ધવને સૌથી વધુ 57 રન બનાવ્યા. ધવને આઈપીએલની 39મી ફિફ્ટી લગાવનારો પહેલો ભારતીય બની ગયો છે. આ મામલે ધવને વિરાટ કોહલી, રોહિત શર્મા અને સુરેશ રૈનાને પાછળ છોડી દીધો છે.

દિલ્હીના કેપ્ટન શ્રેયસ અય્યરે 43 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા. આઈપીએલમાં તેણે પોતાની 15મી ફિફ્ટી લગાવી.

રાજસ્થાનની બેટિંગની 5મી ઓવરના છેલ્લા બોલે ફિલ્ડિંગ દરમિયાન શ્રેયસના ખભામાં ઈજા થઈ હતી, જે બાદ તે મેદાનથી બહાર ચાલ્યો ગયો હતો. તેની ગેરહાજરીમાં શિખર ધવને કેપ્ટનશિપ કરી હતી.

દિલ્હીના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ આઈપીએલમાં ડેબ્યુ કર્યું. તેણે 4 ઓવરમાં 37 રન આપીને 2 વિકેટ લીધી. રાજસ્થાન વિરુદ્ધ તુષારે છેલ્લી ઓવરમાં 22 રન ડિફેન્ડ કરવાના હતા અને તેણે માત્ર 8 રન આપ્યા.

રાજસ્થાન વિરુદ્ધ જીત પછી જશ્નની ઉજવણી કરતા દિલ્હીના પ્લેયર્સ. ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

મેચ પહેલાં દિલ્હી કેપિટલ્સના ચીફ કોચ અને ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે દુબઈની પિચની તપાસ કરી હતી.

મેચ પહેલાં રિકી પોન્ટિંગ અને દિલ્હીના આસિસ્ટન્ટ કોચ મોહમ્મદ કૈફ પિચને લઈને રણનીતિ બનાવતા નજરે પડે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો