તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

IPLમાં આજે દિલ્હી VS રાજસ્થાન:દુબઈમાં દિલ્હી સીઝનની કોઈ મેચ હાર્યું નથી, રાજસ્થાન સાથે 50-50નો મામલો, રોયલ્સ છેલ્લી 4 મેચમાં કેપિટલ્સને હરાવી શક્યું નથી

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL સીઝન-13ની 30મી મેચ દિલ્હી કેપિટલ્સ (DC) અને રાજસ્થાન રોયલસ (આરઆર)ની વચ્ચે આજે દુબઈમાં સાંજે 7:30 વાગે રમાશે. દિલ્હીએ આ સીઝનમાં દુબઈના મેદાન પર અત્યાર સુધીમાં 3 મેચ રમી છે અને તમામ મેચ જીત્યું છે. જ્યારે રાજસ્થાન અહીયાં બે મેચ રમ્યું છે, જેમાં એક જીત્યું અને એક હાર્યું છે.

બંને ટીમો સીઝનમાં બીજી વખત ટકરાઇ રહી છે. શારજાહમાં રમાયેલી પ્રથમ મેચમાં દિલ્હીએ રાજસ્થાનને 46 રને પરાજય આપ્યો હતો. આ પહેલા પણ રોયલ્સની ટીમે દિલ્હી સામે 3 મેચ હારી ચૂકી છે.

શારજાહમાં સીઝનનો સૌથી નાનું લક્ષ્ય આપીને જીત્યું હતુ દિલ્હી
છેલ્લી મેચમાં દિલ્હીએ ટોસ હારીને બેટિંગ કરતાં રાજસ્થાનને 185 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તે શારજાહમાં સીઝનનું સૌઠું નાનું ટાર્ગેટ હતું, જેને રાજસ્થાન હાંસલ કરી શક્યું નહીં અને 19.4 ઓવરમાં 138 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતુ.

બટલર, સેમસન પર રહેશે નજર
રાજસ્થાન રોયલ્સની બેટિંગ ટોપ-4 બેટ્સમેનો પર નિર્ભર છે. કેપ્ટન સ્ટીવ સ્મિથ, જોસ બટલર, બેન સ્ટોક્સ અને સંજૂ સેમસન પર ટીમને સારી શરૂઆત આપવાની જવાબદારી રહેશે. જ્યારે, બોલિંગમાં જોફ્રા આર્ચરની સાથે બાકીના બોલરોએ પણ વિકેટ લેવી પડશે. દિલ્હી સામેની છેલ્લી મેચમાં સ્ટોક્સ રમ્યો ન હતો. જો કે, બાકીના ત્રણ ખેલાડીઓ પણ અસફળ રહ્યા હતા.

દિલ્હીની ટીમ શાનદાર ફોર્મમાં
દિલ્હીના બેટ્સમેન અને બોલરો શાનદાર ફોર્મમાં છે. ઓપનર પૃથ્વી શો અને શિખર ધવન ટીમને સારી શરૂઆત આપી રહ્યા છે. આ પછી કેપ્ટન શ્રેયસ ઐયર, માર્કસ સ્ટોઇનિસ પણ આક્રમક બેટિંગ કરી રહ્યા છે. જ્યારે, કાગિસો રબાડા, એનિચ નોર્ટ્જે, રવિચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ પણ બોલિંગમાં શાનદાર ફોર્મમાં છે. વિકેટકીપર ઋષભ પંત ઈજાના કારણે ટીમની બહાર છે.

પીચ અને વેધર રિપોર્ટ
દુબઈમાં મેચ દરમિયાન આકાશ સ્પષ્ટ રહેશે. તાપમાન 23 થી 36 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. પિચ બેટ્સમેનને મદદ કરી શકે છે. અહીં ધીમી વિકેટ હોવાને કારણે સ્પિનરોને પણ ઘણી મદદ મળશે. ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. આ આઈપીએલ પહેલા અહીં યોજાયેલા છેલ્લી ટી-૨૦ મેચમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો સક્સેસ રેટ 55.74% રહ્યો છે.

  • આ મેદાન પર રમાયેલી કુલ ટી-20: 61
  • પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી: 34
  • પ્રથમ બોલિંગ કરનારી ટીમે જીતી: 26
  • પ્રથમ દાવમાં ટીમનો સરેરાશ સ્કોર: 144
  • બીજી ઇનિંગમાં ટીમનો સરેરાશ સ્કોર: 122

પોઇન્ટ ટેબલમાં દિલ્હી બીજા નંબરે અને રાજસ્થાન છઠ્ઠા નંબર પર
દિલ્હી અને રાજસ્થાન અત્યાર સુધી 7-7 મેચ રમ્યા છે. તેમાંથી દિલ્હીના 5 મેચમાં જીત મેળવતા 10 પોઇન્ટ છે અને તે બીજા ક્રમે છે. જ્યારે, રાજસ્થાન ફક્ત 3 મેચ જીતી શક્યું. તે 6 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.

બંને ટીમોના સૌથી મોંઘા ખેલાડીઓ
દિલ્હીમાં રવિચંદ્રન અશ્વિન રૂ.7.60 કરોડ અને કેપ્ટન શ્રેયસ ઐયરની 7 કરોડ રૂપિયાની કિંમત સાથે દિલ્હીનો સૌથી મોંઘો ખેલાડી છે. જ્યારે, કેપ્ટન સ્મિથ 12.50 કરોડ રૂપિયા સાથે રાજસ્થાનનો સૌથી મોંઘો ખેલાડી છે અને સંજુ સેમસન 8 કરોડ રૂપિયાની કિંમત સાથે સૌથી મોંઘો ખેલાડી છે. આ મેચ જીત્યા બાદ દિલ્હી ટોચ પર પહોંચી જશે.

દિલ્હી એકમાત્ર એવી ટીમ છે જે અત્યાર સુધી ફાઇનલ રમ્યું નથી
દિલ્હી એકમાત્ર એવી ટીમ છે જે હજી સુધી ફાઇનલ રમી શકી નથી. જો કે, ટૂર્નામેન્ટની શરૂઆતી બે સીઝન (2008, 2009)માં દિલ્હી સેમીફાઇનલમાં પહોંચ્યું હતું. જ્યારે, રાજસ્થાનને આઈપીએલ (2008)ની પ્રથમ સીઝન પોતાના નામે કરી હતી.

IPLમાં રાજસ્થાનનો સક્સેસ રેટ દિલ્હી કરતાં વધુ
IPLમાં રાજસ્થાનનો સક્સેસ રેટ દિલ્હી કરતાં વધુ છે. દિલ્હીએ અત્યાર સુધીમાં કુલ 184 મેચ રમી છે. 83 મેચો જીત્યું છે અને 100માં હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીમાં લીગમાં સફળતાનો દર 44.78% છે. જ્યારે, રાજસ્થાન અત્યાર સુધીમાં કુલ 154 મેચ રમ્યું છે. તેમાથી 78માં જીત મેળવી છે અને 74માં હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાનનો લીગમાં સક્સેસ રેટ 50.98% છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો