• Gujarati News
 • Sports
 • Cricket
 • Ipl
 • Mumbai Will Be Looking For Their First Win In The UAE, Having Lost All Five Matches Played Here; Kings XI Punjab Has Won 100% Of The Matches

IPLની 13મી સીઝન આજથી:UAEમાં મુંબઈ પ્રથમ વિજય મેળવવા માગશે, અહીં રમેલી પાંચેય મેચ હાર્યું છે; કિંગ્સ ઈલેવન પંજાબે 100% મેચ જીતી છે

દુબઈએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ ચોથીવાર ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ રમશે. - Divya Bhaskar
મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ ચોથીવાર ટૂર્નામેન્ટની ઓપનિંગ મેચ રમશે.
 • લીગની ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચે રમાશે
 • 2019માં 10થી વધુ મેચ રમનાર ખેલાડીઓમાં 5 બેસ્ટ ઈકોનોમીમાં ચાર સ્પિનર

IPLની 13મી સીઝન શનિવારથી શરૂ થવા જઈ રહી છે. આ વખતે પણ ચાર વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ જીતની દેવાદાર મનાય છે, પરંતુ UAEમાં તેના રેકોર્ડ તદ્દન વિપરીત છે. 2014માં પણ લીગની પ્રારંભિક 20 મેચ UAEમાં રમાઈ હતી. મુંબઈ તમામ 5 મેચ હારી ગયું હતું, જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબે તમામ 5 મેચમાં જીત મેળવી હતી. પંજાબ અપરાજેય રહેનારી એકમાત્ર ટીમ હતી. લીગમાં આ વખતની રનરઅપ ચેન્નઈ સુપર કિંગ્સ માટે ફાસ્ટ બોલિંગ તો મુંબઈ માટે સ્પિન બોલિંગ મુશ્કેલીનું કારણ બની શકે છે.

દરેક ટીમની નબળાઈ અને મજબૂતી
1. ચેન્નાઈ સુપરકિંગ્સ:
રૈના અને હરભજનનું નિકળી જવું ટીમ માટે મોટો ઝટકો છે. ધોની, પ્લેસિસ અને રાયડુ પર બેટિંગ નિર્ભર રહેશે. બ્રાવો અને જાડેજા મજબૂત કડી. દીપક ચાહર ઉપરાંત અન્ય ફાસ્ટ બોલર ચિંતાનું કારણ.
2. મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત, ડી કોક, ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવ પર બેટિંગની જવાબદારી. બુમરાહ અને ટ્રેન્ટ બોલર બોલિંગ આક્રમણ સંભાળશે. મલિંગાના નિકળી જવાથી ડેથ ઓવરમાં અસર પડશે.
3. કોલકાતા નાઈટરાઈડર્સ: વિદેશી તરીકે સુનીલ નારાયણ, રસેલ, મોર્ગન અને કમિન્સનું રમવાનું પાકું. ફાસ્ટ બોલર કમલેશ નાગરકોટી અને શિવમ માવી લાંબા સમય પછી રમી રહ્યા છે.
4. રાજસ્થાન રોયલ્સ: ટીમ વિદેશી ખેલાડીઓ પર વધુ નિર્ભર છે. સંજુ સેમસન અને રોબિન ઉથપ્પા સિવાય કોઈ અનુભવી બેટ્સમેન નહીં. આર્ચર સિવાય સારા ફાસ્ટ બોલરનો અભાવ છે.
5. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: કોહલી, ડિવિલિયર્સ અને ફિન્ચ પર બેટિંગ નિર્ભર. ઓલરાઉન્ડર તરીકે મોઈન અલી. ભારતીય ફાસ્ટ બોલર સિરાજ, નવદીપ સૈની અને ઉમેશ યાદવનું પ્રદર્શન ખાસ નહીં.
6. કિંગ્સ ઈલેવન પંજાબ: મુજીબ, સુચિથ, મુરુગન અશ્વિન અને રવિ બિશ્નોઈ જેવા સારા સ્પિનર. કેપ્ટન રાહુલ, ગેલ, મેક્સવેલ, પૂરુન પર બેટિંગ આધારિત. ફાસ્ટ બોલર તરીકે શમી, કોર્ટ્રેલ અને જોર્ડનની જોડી.
7. સનરાઈઝર્સ હૈદરાબાદ: ટીમ ઓપનિંગ બેટિંગ વોર્નર અને બેયસ્ટો પર વધુ નિર્ભર. મનીષ પાંડે ઉપરાંત મધ્યમ ક્રમમાં કોઈ ભારતીય બેટ્સમેન નહીં. સ્પિનર તરીકે રાશિદ, નબી અને નદીમ પર આધાર.
8. દિલ્હી કેપિટલ્સ: કેપ્ટન શ્રેયસ અય્યર, પૃથ્વી શો, ધવન, પંત, રહાણે અને હેટમાયર જેવા બેટ્સમેન. ઓલરાઉન્ડર તરીકે સ્ટોઈનિસ અને અક્ષર. સ્પિન આક્રમણમાં અશ્વિન, અમિત મિશ્રા, સંદીપ લમિછાને જેવા માસ્ટર.

મેચમાં મોટો સ્કોર મુશ્કેલ, આ ‌વખતે બેટ્સમેનોનો 30+નો સ્કોર મહત્ત્વનો
યુએઈના મેદાન પર આપણને મોટો સ્કોર જોવા નહીં મળે. 150થી 160ની વચ્ચેનો સ્કોર સારો મનાશે. આથી ટીમના બેટ્સમેનનો મોટો સ્કોર નહીં પરંતુ 30+નો સ્કોર મહત્ત્વનો રહેશે. છેલ્લી સિઝનમાં પણ આવું જ જોવા મળ્યું હતું. ચેમ્પિયન મંબઈના સૌથી વધુ 9 ખેલાડીએ 30+નો સ્કોર બનાવ્યો હતો. ટીમ તરફથી 26 વખત 30+ સ્કોર બન્યો. આ ઉપરાંત ચેન્નઈ, પંજાબ, કોલકાતા, રાજસ્થાન અને બેંગ્લોર તરફથી 8-8 ખેલાડીએ 30+નો સ્કોર બનાવ્યો.

સ્પિનર સૌથી મહત્ત્વના, કેમકે છેલ્લી 3સિઝનમાં તેમની ઈકોનોમી સૌથી સારી રહી છે
સ્પિનર્સ સૌથી મહત્ત્વનાં રહેશે. છેલ્લી 3 સિઝનના રેકોર્ડ જોઈએ તો સ્પિન બોલરોની ઈકોનોમી સૌથી સારી રહી. 2019માં 10થી વધુ મેચ રમનારા ખેલાડીઓની 5 બેસ્ટ ઈકોનોમીમાં ચાર સ્પિનર રહ્યા. લેગ સ્પિનર રાશિદ ખાને 6.28,રવિન્દ્ર જાડેજા (15)એ 6.35, લેગ સ્પિનર રાહુલ ચાહર (13)એ 6.55, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ(19)એ 6.63 અને લેગ સ્પિનર ઈમરાન તાહિર(26) એ 6.69ની ઈકોનોમીથી રન આપ્યા છે.

આ વખતે પ્રાઈઝ મની ઘટીને અડધા થઈ ગયા

20202019
ચેમ્પિયન10 કરોડ20 કરોડ
રનરઅપ6.25 કરોડ12.5 કરોડ

ત્રીજા, ચોથા નંબરની ટીમને 4.75 કરોડ, 8.75 કરોડ

આ વખતે IPL અલગ

 • પ્રથમવાર ફેન્સ અને ચીયર્સલીડર્સ નહીં હોય
 • પ્રથમવાર ફ્રન્ટફૂટ નોબોલ ફિલ્ડ એમ્પાયરને બદલે થર્ડ એમ્પાયર જોશે
 • પ્રથમવાર કન્ક્શન નિયમ લાગુ થશે, માથા પર બોલ વાગવાથી ઈજાગ્રસ્ત ખેલાડીના સ્થાને બીજાને સબસ્ટિટ્યૂટ તરીકે મોકલી શકાશે.
 • બોલ ચમકાવવા લાળનો ઉપયોગ નહીં થાય
 • અનલિમિટેડ કોરોના સબસ્ટિટ્યૂટ રાખી શકાશે, બેટ્સમેનને બેટ્સમેન, બોલરને બોલર રિપ્લેસ કરશે.

IPLમાં વિરાટથી બુમરાહ સુધી રેકોર્ડ બનાવી શકે છે

 • બેંગ્લુરુના કેપ્ટન વિરાટ કોહલી ટી-20માં 9,000 રન પૂરા કરનાર પ્રથમ ભારતીય બની શકે છે. તે માત્ર 100 રન દૂર છે.
 • ક્રિસ ગેઈલ ટી-20માં 1,000 છગ્ગા પૂરા કરનાર પ્રથમ ખેલાડી બની શકે છે. આ માટે તેને 22 છગ્ગાની જરૂર છે.
 • જસપ્રીત બુમરાહ ટી-20માં 200 વિકેટ પૂરી કરનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બની શકે છે. આ માટે તેને 18 વિકેટની જરૂર છે.
અન્ય સમાચારો પણ છે...