તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફોટોઝમાં જુઓ IPLની ડબલ સુપર ઓવર:મયંકની શાનદાર ફિલ્ડિંગ અને ગેલની ધમાકેદાર બેટિંગથી મુંબઈ હાર્યું, પંજાબની રોમાંચક જીતથી પ્રીતિ ઝિન્ટા ખુશખુશાલ

એક દિવસ પહેલા
  • કૉપી લિંક
ડબલ સુપર ઓવરમાં કિંગ્સ ઇલેવન પંજાબને જીત અપાવીને ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહેલા મયંક અગ્રવાલ અને ક્રિસ ગેલ. ટીમની જીત બાદ કંઈક આ રીતે ખુશખુશાલ નજરે પડી હતી પ્રીતિ ઝિન્ટા.

આઈપીએલ સીઝન-13ની 36મી મેચ લીગના ઈતિહાસમાં સૌથી રોમાંચક મેચ રહી. મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાયેલી આ મેચ પહેલા ટાઈ થઈ. જે બાદ જે સુપર ઓવર થઈ, એમાં પણ ટાઈ થઈ. બીજી વખત સુપર ઓવરનો સામનો કરવા બંને ટીમ મેદાનમાં ઊતરી. ડબલ સુપર ઓવરમાં પંજાબે મુંબઈ વિરુદ્ધ 12 રનનો ટાર્ગેટ ચેઝ કરીને મેચ પોતાના નામે કરી.

આ દરમિયાન પંજાબના મયંક અગ્રવાલે શાનદાર ફિલ્ડિંગ તો ક્રિસ ગેલની ધમાકેદાર બેટિંગ જોવા મળી. તો કિંગ્સના શમી અને મુંબઈના બુમરાહએ શાનદાર બોલિંગ કરી લોકોનું દિલ જીતી લીધું. આ પહેલાં બીજી સુપર ઓવરમાં મુંબઈની બેટિંગ દરમિયાન મયંકે બાઉન્ડરી પર આશ્ચર્યજનક રીતે સિક્સ રોકીને 4 રન બચાવ્યા હતા.

તો બેટિંગ દરમિયાન ક્રિસ ગેલે ટ્રેન્ટ બોલ્ટના પહેલા જ બોલે સિક્સ મારી હતી. બીજા બોલે એક રન કર્યો. જે બાદ મયંકે સતત બે ચોગ્ગા ફટકારીને પંજાબને જીત અપાવી હતી.

મેચની બીજી સુપર ઓવરમાં 12 રનના ટાર્ગેટનો પીછો કરતા ટ્રેન્ટ બોલ્ટના પહેલા જ બોલમાં ક્રિસ ગેલે છગ્ગો ફટકાર્યો હતો.

જે બાદ સતત બે ચોગ્ગા ફટકારીને મયંક અગ્રવાલે પંજાબને જીત અપાવી. મયંકે જીતનો જશ્ન કંઈક આ રીતે મનાવ્યો.

બીજી સુપર ઓવરમાં મયંકે બાઉન્ડરી પર કિરોન પોલાર્ડના છગ્ગાને શાનદાર રીતે રોકીને ટીમના 4 રન બચાવ્યા હતા.

મુંબઈ માટે પહેલી સુપર ઓવર ક્વિન્ટન ડિકૉક અને કેપ્ટન રોહિત શર્માએ રમી. પંજાબે 5 રન બનાવ્યા હતા, જેના જવાબમાં મુંબઈએ પણ 5 જ રન બનાવ્યા હતા.

વિકેટકીપર લોકેશ રાહુલે ક્વિન્ટન ડિકૉકને રનઆઉટ કરતાં પહેલી સુપર ઓવર ટાઇ પર જ રોકી હતી.

જસપ્રીત બુમરાહે મેચમાં 24 રન આપીને 3 વિકેટ ઝડપી. પહેલી સુપર ઓવર પણ તેણે જ કરી, જેમાં પંજાબને માત્ર 5 રન પર જ રોક્યું.

પહેલી સુપર ઓવરમાં ડ્રેસિંગ રૂમમાં મયંક અગ્રવાલ અને ક્રિસ ગેલ કંઈક આવા અંદાજમાં જોવા મળ્યા.

મયંક મેચમાં ઓપનિંગ કરવા આવ્યો, પરંતુ કંઈ ખાસ ન કરી શક્યો. તે 10 બોલમાં 11 રન બનાવીને બુમરાહની બોલિંગમાં બોલ્ડ થયો.

પંજાબના કેપ્ટન લોકેશ રાહુલે 51 બોલમાં 77 રન બનાવ્યા હતા. મેચ પંજાબની પકડમાં જોવા મળતી હતી, ત્યારે બુમરાહે રાહુલને ક્લીન બોલ્ડ કરી મેચને પલટી નાખી હતી.

મેચમાં મુંબઈ માટે ક્વિન્ટન ડિકૉકે 43 બોલ પર 53 રનની ઈનિંગ રમી. તેણે મુંબઈ માટે સતત ત્રીજી ફિફ્ટી મારીને સચિન તેંડુલકરની બરોબરી કરી.

ડબલ સુપર ઓવરમાં પંજાબની જીત પછી પ્રીતિ ઝિન્ટાએ કંઈક આવા અંદાજમાં ખુશી વ્યક્ત કરી હતી.

કિંગ્સ ઈલેવન પંજાબને ચીયર કરતા ફેન્સ.
કિંગ્સ ઈલેવન પંજાબને ચીયર કરતા ફેન્સ.
જીત પછી કિંગ્સ ઈલેવન પંજાબના કોચ અનિલ કુંબલે અને સમગ્ર ટીમ જીતનો જશ્ન મનાવતા નજરે પડ્યાં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો