તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Ipl 2020
 • Mumbai Indians Have A Chance To Win Their Fifth Match In A Row, Rohit's Team Has Lost Only One Of The Last 10 Matches Against Kolkata Knight Riders.

IPLમાં આજે મુંબઈ VS કોલકાતા:મુંબઈ ઈન્ડિયન્સ પાસે સતત પાંચમી મેચ જીતવાની તક, કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રોહિતની ટીમ છેલ્લી 10 મેચમાંથી એક જ મેચ હાર્યું

અબુધાબી5 દિવસ પહેલા
 • કૉપી લિંક

IPLની 13મી સિઝનની 32મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચે અબુધાબીમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. મુંબઈને સતત 5મી જીત જીતવાની તક છે. જ્યારે, KKR છેલ્લી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મળેલ પરાજયથી બહાર નીકળીને મુંબઇ સામે જીતવા માંગશે.

છેલ્લી 10 મેચની વાત કરીએ તો, KKR હંમેશાં મુંબઈ સામે દબાણમાં જ રહી છે. 9 વખત મુંબઇએ KKRને હરાવ્યું છે. જ્યારે, આ સિઝનની 5મી મેચમાં પણ મુંબઈએ KKRને 49 રને હરાવ્યું હતું.

મુંબઈ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે
રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. તેને અત્યાર સુધીમાં સિઝનમાં 7 મેચ રમી છે, 5 જીતી અને 2 હારી છે. તેના કુલ 10 પોઈન્ટ છે. જ્યારે, KKRએ સિઝનમાં 7માથી 4 જીતી છે અને તેના 8 પોઈન્ટ છે. પોઈન્ટ ટેબલમાં KKR ચોથા નંબર પર છે.

સૂર્યકુમાર યાદવ મુંબઈના ટોપ સ્કોરર
મુંબઇ તરફથી સિઝનમાં મુંબઈના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે સિઝનમાં અત્યાર સુધીમાં 233 રન બનાવ્યા છે. છેલ્લી મેચમાં દિલ્હી સામે તેણે શાનદાર ફિફ્ટી મારી હતી. આ પછી કેપ્ટન રોહિત શર્માનો નંબર આવે છે. તેણે સિઝનમાં અત્યાર સુધીમાં 216 રન બનાવ્યા છે.

શુભમન ગિલ KKRના ટોપ સ્કોરર
KKR ની તરફથી યુવા ઓપનર શુભમન ગિલે સૌથી વધુ 254 રન બનાવ્યા છે. ટીમ માટે ગિલ અત્યાર સુધીમાં ફોર્મમાં દેખાઈ રહ્યા છે. આ સિવાય કોઈ પણ બેટ્સમેને સતત રન બનાવ્યા નથી. ગિલ પછી સિઝનમાં સૌથી વધુ રન ઇયોન મોર્ગન(175)ને બનાવ્યા છે.

પર્પલ કેપની દાવેદારીમાં મુંબઈના 2 બોલર્સ
મુંબઈ ઈન્ડિયન્સના જસપ્રિત બુમરાહ અને ટ્રેન્ટ બૌલ્ટ સીઝનમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે બે બોલર ટોપ-5માં છે. બુમરાહ અને બોલ્ટે અત્યાર સુધી11-11 વિકેટ લીધી છે, જ્યારે, દિલ્હી કેપિટલ્સના કગિસો રબાડા 18 વિકેટ સાથે ટોપ પર છે. KKRનો કોઇ પણ બોલર ટી-20માં પણ નથી.

પીચ અને વેધર રિપોર્ટ
અબુધાબીમાં મેચ દરમિયાન આકાશ સ્પષ્ટ રહેશે. તાપમાન 29 થી 38 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના છે. પિચથી બેટ્સમેનને મદદ મળી શકે છે. અહીં સ્લો વિકેટ હોવાના કારણે સ્પિનરોને પણ ઘણી મદદ મળશે. શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે ટોસ જીતનાર ટીમ પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરશે. આઈપીએલ પહેલા અહીં રમાયેલ છેલ્લી 45 ટી-20માં પ્રથમ બોલિંગ કરનારી ટીમની જીતનો સક્સેસ રેટ 56.8% રહ્યો છે.

 • આ મેદાન પર રમાયેલી કુલ ટી-20: 45
 • પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી: 19
 • પ્રથમ બોલિંગ કરનારી ટીમ જીતી: 26
 • પ્રથમ ઇનિંગ્સમાં ટીમનો સરેરાશ સ્કોર: 137
 • બીજી ઇનિંગમાં ટીમનો સરેરાશ સ્કોર: 128

બંને ટીમના સૌથી મોંઘા ખેલાડી
મુંબઈમાં કેપ્ટન રોહિત શર્મા સૌથી મોંઘો ખેલાડી છે. ટીમ તેને એક સિઝનના 15 કરોડ રૂપિયા આપશે. ત્યારબાદ ટીમમાં હાર્દિક પંડ્યાનો નંબર આવે છે. તેને સિઝનના 11 કરોડ રૂપિયા મળશે. જ્યારે, કોલકાતાના સૌથી મોંઘા ખેલાડી પેંટ કમિંસ છે. તેને સિઝનના 15.50 કરોડ રૂપિયા મળશે. ત્યાર બાદ સુનિલ નરેનનો નંબર આવે છે, જેમને સિઝનના 12.50 કરોડ રૂપિયા મળશે.

મુંબઇએ સૌથી વધુ 4 વખત ટાઇટલ જીત્યું
IPL ઈતિહાસમાં મુંબઈએ સૌથી વધુ 4 વખત (2019, 2017, 2015, 2013)માં ટાઇટલ જીત્યું છે. છેલ્લી વખત તેણે ફાઇનલમાં ચેન્નાઈને 1 રનથી હરાવ્યું હતું. મુંબઈએ અત્યાર સુધી 5 વખત ફાઈનલ રમી છે. જ્યારે, કોલકાતાએ અત્યાર સુધી બે વાર ફાઇનલ (2014, 2012) મેચ રમી છે અને તે બંને વખત ચેમ્પિયન રહ્યું છે.

IPLમાં મુંબઈનો સક્સેસ રેટ કોલકાતાથી વધુ
IPLમાં મુંબઇનો સક્સેસ રેટ 58.50% છે. તેણે અત્યાર સુધીમાં કુલ 194 મેચ રમી છે, જેમાં 114 જીતી છે અને 80 હારી છે. કોલકતાનો સક્સેસ રેટ 52.70% છે. તેણે લીગમાં 185 મેચ રમી છે, જેમાં 69 જીતી અને 89 હારી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો