તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl 2020
  • Maxwell, Who Has Scored Only 58 Runs In 9 Matches, Is Becoming A Troll; One Fan Said Preity Zinta Burned More Calories Than Maxwell In The Match, While Another User Said, Maxwell Is White Afridi

સુપર ટ્રોલિંગ:'તારા કરતાં તો પ્રીતિ ઝિન્ટા મેચ દરમિયાન સતત ઊછળકૂદ કરીને વધુ કેલરી બાળે છે': ચાહકોએ મેક્સવેલને ટ્રોલ કર્યો: ગોરો આફ્રિદી કહ્યો

9 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેક્સવેલ મુંબઈ ઇન્ડિયન્સ સામે શૂન્ય રને ચહરની બોલિંગમાં સ્લીપમાં રોહિત દ્વારા કેચ આઉટ થયો હતો.

IPLમાં ગઈકાલની બંને મેચો ખરા અર્થમાં રવિવારને સુપર સન્ડે બનાવ્યો. પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે સનરાઇઝર્સ હૈદરાબાદને સુપર ઓવરમાં હરાવ્યું, જ્યારે બીજી મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સની મેચ ટાઈ. પછી સુપર ઓવર પણ ટાઈ થઇ અને બીજી સુપર ઓવરમાં પંજાબે 4 બોલમાં 12 રન કરીને ટાર્ગેટ ચેઝ કર્યો.

આ બધા ક્રિકેટના રોમાંચ વચ્ચે ફેન્સ ગ્લેન મેક્સવેલને તેના અત્યંત ખરાબ પ્રદર્શન બદલ ભારે ટ્રોલ કરી રહ્યા છે. મેક્સવેલ ગઈ કાલે રાત્રે ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યો હતો. એક ફેને ટ્વીટ કરીને કહ્યું હતું કે પ્રીતિ ઝિન્ટાએ મેચમાં મેક્સવેલ કરતાં વધુ કેલરી બાળી છે.

મેક્સવેલના બેટ પર બરોબર બોલ જ નથી આવતો
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મેક્સવેલના બેટનું બોલ સાથે સંગમ જ નથી થતું. તે ભારે મહેનત છતાં ટીમ માટે જરૂરી યોગદાન આપવામાં નિષ્ફ્ળ રહ્યો છે. તેણે સીઝનની 9 મેચમાં 11.60ની એવરેજ અને 92.06ની સ્ટ્રાઇક રેટથી માત્ર 58 રન જ બનાવ્યા છે. તે 63 બોલ રમ્યો છે અને 5 ફોર મારી છે. કોઈ સિક્સ નહીં. હા, તમે સાચું વાંચ્યું, હિટિંગ માટે જાણીતા મેક્સવેલે હજી સુધી લીગમાં એકપણ મેક્સિમમ મારી નથી.

IPLમાં રોલ ક્લિયર નથી, એટલે સફળ નથી થયો
મેસ્કવેલને તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે તમે ઓસ્ટ્રેલિયા માટે આટલા સફળ થયા છો, પરંતુ IPLમાં એવી સફળતાનો સ્વાદ ચાખ્યો કેમ નથી? આ અંગે જવાબ આપતાં મેક્સવેલે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા વતી રમતી વખતે મારો રોલ ક્લિયર છે. મને ખબર છે કે મારે શું કરવાનું છે અને અન્ય પ્લેયર્સ શુ કરશે, જ્યારે IPLમાં રમતી વખતે પિક્ચર અલગ છે.

સોશિયલ મીડિયા પર રિએક્શન:

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો