તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

નિવેદન:KKRના મેન્ટર ડેવિડ હસીએ કહ્યું, જો રસેલને ત્રીજા ક્રમે મોકલવામાં આવે અને તે 60 બોલ રમે તો બેવડી સદી ફટકારવા પણ સક્ષમ

16 દિવસ પહેલા

વેસ્ટ ઇન્ડીઝનો ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોલકાતા નાઈટ રાઇડર્સ(KKR)નો મુખ્ય ખેલાડી છે. તેણે ગઈ સીઝનમાં છેલ્લી ત્રણ ઓવરમાં 50થી વધુ રનની જરૂર હોય, તેવી પરિસ્થિતિમાં પણ પોતાની ટીમને મેચ જીતાડી હતી. જોકે, ફિનિશરની ભૂમિકા નિભાવતો હોવાથી રસેલ ઘણી વાર ડગઆઉટમાં જ બેસી રહે છે અને તેનો વારો આવે ત્યાં સુધીમાં મેચ પહોંચની બહાર જતી રહી હોય, તેવું પણ બન્યું છે. આ અંગે રસેલે પણ ગયા વર્ષે નારાજગી વ્યક્ત કરી હતી.

જોકે, KKRના ફેન્સને ટીમના મેન્ટર ડેવિડ હસીએ એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુડ ન્યૂઝ આપી છે. એક પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું કે, આ સીઝનમાં રસેલ ત્રીજા ક્રમે બેટિંગ કરતો જોવા મળી શકે છે. અમે અમારી ટીમમાં ઓઈન મોર્ગનનો સમાવેશ કર્યો છે. તેથી હવે મેચ ફિનિશ કરવાની જવાબદારી રસેલની એકલાના નથી.

ટીમને ફાયદો થતો હોય, તો કેમ નહિ?

  • હસીએ કહ્યું, રસેલને ત્રીજા ક્રમે પ્રમોટ કરવાથી ટીમને ફાયદો થતો હોય તો અમે તેને પ્રમોટ કેમ ન કરીએ?
  • તે 60 બોલ રમે તો વ્યક્તિગત બેવડી સદી મારવાની પણ ક્ષમતા ધરાવે છે. રસેલ KKRની ધડકન છે.

ઓપનિંગ જોડી હજી નક્કી કરવામાં આવી નથી

  • KKRએ પોતાના નિયમિત ઓપનર ક્રિસ લિનને ટીમમાંથી રિલીઝ કર્યો છે.
  • તેવામાં સુનિલ નારાયણ, શુભમન ગિલ અને ટોમ બેન્ટનમાંથી કોણ ઓપનિંગ કરશે? આ પ્રશ્નનો જવાબ આપતા હસીએ કહ્યું, અમે હજી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી.
  • બહુ જલ્દી હેડ કોચ બ્રેન્ડન મેક્કુલમ, કેપ્ટન દિનેશ કાર્તિક ઓપનિંગ જોડી નક્કી કરશે. એક વસ્તુ ચોક્કસ કહી શકું છું કે, અમે પહેલા બોલથી આક્રમક અને પોઝિટિવ ક્રિકેટ રમવાનું ચાલુ રાખીશું.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો