તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

પ્રશંસા:ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટિન્સન કહ્યું- મેં વર્લ્ડ ક્લાસ બોલર્સ સાથે કામ કર્યું, પરંતુ T-20માં બુમરાહ જેવો બેસ્ટ નથી જોયો

2 દિવસ પહેલા
બુમરાહએ અત્યાર સુધીમાં 14 ટેસ્ટમાં 68 વિકેટ અને 64 વનડેમાં 104 વિકેટ ઝડપી છે. 49 T-20માં તેણે 59 વિકેટ લીધી છે.
  • જેમ્સ પેટિન્સન અને જસપ્રીત બુમરાહ બંને આ સીઝનમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે રમતા જોવા મળશે
  • આ વખતે કોરોનાને કારણે IPL UAEમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે

ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જેમ્સ પેટિન્સને જસપ્રીત બુમરાહને વિશ્વનો શ્રેષ્ઠ બોલર ગણાવ્યો છે. તેણે કહ્યું કે મેં વર્લ્ડ ક્લાસ બોલરો સાથે કામ કર્યું છે, પરંતુ મને T-20માં બુમરાહ જેવો બેસ્ટ બોલર ક્યારેય જોવા મળ્યો નથી. આ સીઝનમાં પેટિન્સન અને બુમરાહ બંને મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા જોવા મળશે. આ માટે બંને સાથે પ્રેક્ટિસ કરી રહ્યા છે.

આ વખતે કોરોનાને કારણે IPL 19 સપ્ટેમ્બરથી UAEમાં રમાશે. પ્રથમ મેચ મુંબઇ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે થશે. ફાઇનલ 10 નવેમ્બર એટલે દિવાળીના ચાર દિવસ પહેલાં થશે.

બુમરાહ જેવા શ્રેષ્ઠ બોલર સાથે પ્રેક્ટિસ શાનદાર રહેશે

  • મુંબઈ ઈન્ડિયન્સે એક વીડિયો શેર કર્યો છે. તેમાં પેટિન્સન કહ્યું, મેં વિશ્વના ઘણા શ્રેષ્ઠ બોલરો સાથે કામ કર્યું. આ ટૂર્નામેન્ટમાં વર્લ્ડ ક્લાસ બોલરો સાથે કામ કરવું પણ શાનદાર રહેશે.
  • સ્વાભાવિક છે કે બુમરાહ T-20માં વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર છે. ઉપરાંત, ટૂર્નામેન્ટમાં ટ્રેન્ટ બોલ્ટ જેવા દિગ્ગજો પણ હાજર રહેશે. આવી સ્થિતિમાં તે બધા સાથે રમવું અને પ્રેક્ટિસ કરવી મારા માટે સારી બાબત છે.

બુમરાહ 49 T-20માં 59 વિકેટ ઝડપી છે

  • બુમરાહએ અત્યાર સુધીમાં 14 ટેસ્ટમાં 68 વિકેટ અને 64 વનડેમાં 104 વિકેટ ઝડપી છે.
  • તેણે ​​​​​​​49 T-20માં 59 વિકેટ અને IPLની 77 મેચમાં 82 વિકેટ ઝડપી છે.
  • પેટિન્સન 21 ટેસ્ટમાં 81 અને 15 વનડેમાં 16 વિકેટ ઝડપી છે. તેણે 4 T-20માં 3 વિકેટ લીધી છે.
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો