તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

મુંબઈએ કોલકાતાને 8 વિકેટે હરાવ્યું:કપ્તાન બદલવા છતાં કોલકાતા હાર્યું; મુંબઈ જીતની સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચ્યું, ડિકોકની IPLમાં 13મી ફિફ્ટી

અબુધાબી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલકાતા નાઈટ રાઇડર્સ- 148/5 (20 ઓવર); મુંબઈ ઈન્ડિયન્સ-149/2 (16.5 ઓવર)

IPLની 13મી સિઝનની 32મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) વચ્ચે અબુધાબીમાં રમાઈ હતી. 149 રનના વિજય લક્ષ્યાંકને મુંબઈની ટીમે 17મી ઓવરમાં 2 વિકેટના નુકસાને મેળવી લીધો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમે 20 ઓવરના અંતે 5 વિકેટના નુકસાને 148 રન બનાવ્યા હતા.કપ્તાન બદલવા છતાં કોલકાતા હાર્યું હતું. મુંબઈની ટીમ જીતની સાથે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.​​​​​​ મેચનો સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો.

મુંબઈની ઈનિંગ 149 રનના વિજય લક્ષ્યાંક પીછો કરતા રોહિત શર્મા અને કવિન્ટન ડી કોકે મુંબઈને સારી શરૂઆત અપાવી હતી. બન્ને વચ્ચે 94 રનની ભાગીદારી થઈ હતી. 11મી ઓવરમાં રોહિત શર્મા 36 બોલમાં 35 રન બનાવી આઉટ થયો હતો. શિવમ માવીએ વિકેટ લીધી હતી.

આ સિઝનમાં મુંબઈના ઓપનર વચ્ચે પ્રથમવાર 50થી વધારે રનની ભાગીદારી થઈ હતી. કવિન્ટન ડી કોકે IPLમાં 13મી ફિફ્ટી ફટકારી હતી. 14મી ઓવરમાં 111 રને મુંબઈની બીજી વિકેટ પડી હતી. સૂર્યકુમાર 10 રન બનાવી આઉટ થયો હતો. કોલકતા વતી વરુણ અને માવીએ એક એક વિકેટ લીધી છે.

કવિન્ટન ડી કોકના તોફાની 75 રન
ઈનિંગની શરૂઆતથી જ કવિન્ટન ડી કોકે તોફાની બેટિંગ કરી હતી. 44 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 78 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ 11 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા.

કોલકતાની ઈનિંગ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકાતાની ટીમે 20 ઓવરના અંતે 5 વિકેટના નુકસાને 148 રન બનાવ્યા હતા. 61 રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી, ત્યારે ઓઇન મોર્ગન અને પેટ કમિન્સે જવાબદારીપૂર્વક બેટિંગ કરી કોલકાતાને સન્માનજનક સ્કોરે પહોંચાડ્યું હતું. ટોસ જીતીને બેટિંગ કરતા કોલકાતાની શરૂઆત ખરાબ રહી હતી. ત્રીજી ઓવરમાં તેની પ્રથમ વિકેટ પડી હતી. રાહુલ ત્રિપાઠી 7 રન બનાવી આઉટ થયો હતો. રાહુલની વિકેટ સાથે મુંબઈ ઈન્ડિયન્સના બોલર ટ્રેન્ટ બોલ્ટે IPLમાં 50 વિકેટ પૂરી કરી છે. 6ઠ્ઠી ઓવરમાં કોલકાતાની બીજી વિકેટ પડી હતી. નીતીશ રાણા 5 રન બનાવી આઉટ થયો હતો.

રાહુલ ચહરે 8મી ઓવરમાં કોલકાતાને ડબલ ઝટકો આપ્યો
8મી ઓવરના ત્રીજા અને ચોથા બોલ એમ બે બોલમાં તેણે બે વિકેટ લઈને કોલકતા માટે મુશ્કેલી સર્જી હતી. ગીલ પણ 21 રન પર આઉટ થયો હતો. કાર્તિક 4 રને બોલ્ડ થયો હતો.

11મી ઓવરમાં 61 રન પર કોલકતાની પાંચમી વિકેટ પડી હતી. આન્દ્રે રસેલ 12 રન બનાવી આઉટ થયો હતો. તેની વિકેટ બુમરાહે લીધી હતી.

ઓઇન મોર્ગન અને પેટ કમિન્સ વચ્ચે 87 રનની ભાગીદારી
61 રનમાં અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ જતાં ઓઇન મોર્ગન અને પેટ કમિન્સ કોલકાતાની ઈનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે 87 રનની ભાગીદારી થઈ હતી. પેટ કમિન્સે 36 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. જ્યારે મોર્ગને 29 બોલમાં બે છગ્ગા અને બે ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. બન્ને બેટ્સમેન નોટ આઉટ થયા હતા.

છેલ્લી બે ઓવરમાં 35 રન બન્યા
19મી ઓવર બોલ્ટે ફેંકી હતી જેમાં 14 રન બન્યા હતા. જ્યારે 20મી ઓવર નાથન કૌલ્ટર નીલે ફેંકી હતી. તેમાં 21 રન બન્યા હતા. આ ઓવરમાં મોર્ગને બે છગ્ગા માર્યા હતા. કોલકાતા વતી રાહુલ ચહરે બે વિકેટ, બોલ્ટ, નાથન કૌલ્ટર નીલે અને બુમરાહે એક એક વિકેટ લીધી હતી.

બોલ્ટે IPLમાં 50 વિકેટ પૂરી કરી
બોલ્ટે IPLમાં 50 વિકેટ પૂરી કરી છે. તેણે 41 મેચમાં આ કીર્તિમાન પોતાના નામે કર્યો છે. લીગમાં તેની ઈકોનોમી 8.59 રહી છે. 19 રન આપીને તેણે 3 વિકેટ લીધી હતી તે તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. સૌથી વધારે વિકેટ લેવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના મલિંગાના નામે છે, તેણે 122 મચમાં 170 વિકેટ લીધી છે.

કાર્તિકે સિઝનની વચ્ચે કપ્તાની છોડી
મેચ પહેલા આજે દિનેશ કાર્તિકે કોલકાતાનું સુકાનીપદ મોર્ગનને આપી દીધું હતું. કાર્તિકે કહ્યું હતું કે તેણે બેટિંગ ઉપર ફોકસ કરવા માટે આ નિર્ણય લીધો છે.

મુંબઈની પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ, નાથન કૌલ્ટર નીલે અને જસપ્રીત બુમરાહ

કોલકાતાની પ્લેઈંગ 11: રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, ઓઇન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક , નીતીશ રાણા, આન્દ્રે રસેલ, સીજે ગ્રીન, પેટ કમિન્સ, પ્રસિદ્ધ કૃષ્ણ, શિવમ માવી અને વરૂણ

કોલકાતામાં બે અને મુંબઈની ટીમમાં એક ફેરફાર
કોલકાતાની ટીમમાં બે ફેરબાર કરાયા છે. કમલેશ નારકોટીની જગ્યાએ શિવમ માવી અને ટોમ બેંટનની જગ્યાએ ક્રિસ ગ્રીનને ટીમમાં લેવાયા છે. જ્યારે મુંબઈની ટીમે જેમ્સ પેન્ટિસનની જગ્યાએ નાથન કુલ્ટર નાઈલને ટીમમાં લીધો છે.

મુંબઈ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે
રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર છે. તેને અત્યાર સુધીમાં સિઝનમાં 7 મેચ રમી છે, 5 જીતી અને 2 હારી છે. તેના કુલ 10 પોઈન્ટ છે. જ્યારે, KKRએ સિઝનમાં 7માથી 4 જીતી છે અને તેના 8 પોઈન્ટ છે. પોઈન્ટ ટેબલમાં KKR ચોથા નંબર પર છે.

સૂર્યકુમાર યાદવ મુંબઈના ટોપ સ્કોરર
મુંબઇ તરફથી સિઝનમાં મુંબઈના બેટ્સમેન સૂર્યકુમાર યાદવે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે સિઝનમાં અત્યાર સુધીમાં 233 રન બનાવ્યા છે. છેલ્લી મેચમાં દિલ્હી સામે તેણે શાનદાર ફિફ્ટી મારી હતી. આ પછી કેપ્ટન રોહિત શર્માનો નંબર આવે છે. તેણે સિઝનમાં અત્યાર સુધીમાં 216 રન બનાવ્યા છે.

શુભમન ગિલ KKRના ટોપ સ્કોરર
KKR ની તરફથી યુવા ઓપનર શુભમન ગિલે સૌથી વધુ 254 રન બનાવ્યા છે. ટીમ માટે ગિલ અત્યાર સુધીમાં ફોર્મમાં દેખાઈ રહ્યા છે. આ સિવાય કોઈ પણ બેટ્સમેને સતત રન બનાવ્યા નથી. ગિલ પછી સિઝનમાં સૌથી વધુ રન ઇયોન મોર્ગન(175)ને બનાવ્યા છે.

આ મેચ પહેલા આ મેદાન પર રમાયેલી કુલ ટી-20: 45
પ્રથમ બેટિંગ કરનારી ટીમ જીતી: 19
પ્રથમ બોલિંગ કરનારી ટીમ જીતી: 26
પ્રથમ ઇનિંગ્સમાં ટીમનો સરેરાશ સ્કોર: 137
બીજી ઇનિંગમાં ટીમનો સરેરાશ સ્કોર: 128

બંને ટીમના સૌથી મોંઘા ખેલાડી
મુંબઈમાં કેપ્ટન રોહિત શર્મા સૌથી મોંઘો ખેલાડી છે. ટીમ તેને એક સિઝનના 15 કરોડ રૂપિયા આપશે. ત્યારબાદ ટીમમાં હાર્દિક પંડ્યાનો નંબર આવે છે. તેને સિઝનના 11 કરોડ રૂપિયા મળશે. જ્યારે, કોલકાતાના સૌથી મોંઘા ખેલાડી પેંટ કમિંસ છે. તેને સિઝનના 15.50 કરોડ રૂપિયા મળશે. ત્યાર બાદ સુનિલ નરેનનો નંબર આવે છે, જેમને સિઝનના 12.50 કરોડ રૂપિયા મળશે.

મુંબઇએ સૌથી વધુ 4 વખત ટાઇટલ જીત્યું
IPL ઈતિહાસમાં મુંબઈએ સૌથી વધુ 4 વખત (2019, 2017, 2015, 2013)માં ટાઇટલ જીત્યું છે. છેલ્લી વખત તેણે ફાઇનલમાં ચેન્નાઈને 1 રનથી હરાવ્યું હતું. મુંબઈએ અત્યાર સુધી 5 વખત ફાઈનલ રમી છે. જ્યારે, કોલકાતાએ અત્યાર સુધી બે વાર ફાઇનલ (2014, 2012) મેચ રમી છે અને તે બંને વખત ચેમ્પિયન રહ્યું છે.

IPLમાં મુંબઈનો સક્સેસ રેટ કોલકાતાથી વધુ
IPLમાં મુંબઇનો સક્સેસ રેટ 58.50% છે. તેણે અત્યાર સુધીમાં કુલ 194 મેચ રમી છે, જેમાં 114 જીતી છે અને 80 હારી છે. કોલકતાનો સક્સેસ રેટ 52.70% છે. તેણે લીગમાં 185 મેચ રમી છે, જેમાં 69 જીતી અને 89 હારી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો