તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ 5મી વાર ચેમ્પિયન:પ્રથમવાર ફાઇનલમાં ટાર્ગેટ ચેઝ કર્યો, દિલ્હીને પાંચ વિકેટે હરાવ્યું; રોહિતે 68 રન બનાવ્યા

દુબઈ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

IPLની 13મી સીઝનની ફાઈનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ દિલ્હી કેપિટલ્સ (DC)ને 5 વિકેટે હાર આપી છે. મુંબઈએ IPLનું સતત બીજીવાર અને ઓવરઓલ 5મી વાર ટાઈટલ જીત્યું છે. મુંબઈ છ વાર ફાઈનલમાં રમ્યું છે, એમાંથી બે મેચમાં ટાર્ગેટ ચેઝ કર્યો. આ પહેલાં 2010માં ચેન્નઈ સામે ટાર્ગેટ ચેઝ કરી શક્યું ન હતું.

13મી સીઝનની ચેમ્પિયન્સ ટ્રોફી એનાયત થયા પછી દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ ટ્રોફી સાથે ખુશહાલ જોવા મળી રહ્યા હતા.
13મી સીઝનની ચેમ્પિયન્સ ટ્રોફી એનાયત થયા પછી દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓ ટ્રોફી સાથે ખુશહાલ જોવા મળી રહ્યા હતા.

157 રનના ટાર્ગેટને મુંબઈએ 18.4 ઓવરમાં 5 વિકેટના નુકસાને ચેઝ કર્યો હતો. રોહિત શર્માએ 51 બોલમાં 68 રન બનાવ્યા હતા અને કિશને 19 બોલમાં 33 રન બનાવ્યા હતા. મેચનો સંપૂર્ણ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો

મુંબઈની ઈનિંગ
157 રનના ટાર્ગેટનો પીછો કરતાં મુંબઈની શરૂઆત સારી રહી હતી. 45 રન પર મુંબઈની પ્રથમ વિકેટ પડી હતી. 12 બોલમાં 20 રન બનાવી ડિકોક સ્ટોઈનિસની ઓવરમાં કેચ આઉટ થયો હતો.

રોહિત માટે સૂર્યકુમારે બલિદાન આપ્યું
11મી ઓવરમાં મુંબઈની 90 રને બીજી વિકેટ પડી હતી. 19 રન પર સૂર્યકુમાર રન આઉટ થયો હતો. 11 ઓવરના પાંચમા બોલ પર સૂર્યકુમારે ના પાડી હોવા છતાં રોહિત રન માટે દોડી નોનસ્ટ્રાઈક પર પહોંચી ગયો, રોહિતને બચાવવા માટે સૂર્યકુમાર ક્રિઝ બહાર નીકળી ગયો હતો અને રન આઉટ થયો હતો.

પોલાર્ડ 9 રને અને હાર્દિક પંડ્યા 3 રને આઉટ થયા હતા. કિશન 33 રને અને કૃણાલ પંડ્યા એક રને નોટ આઉટ રહ્યા હતા. દિલ્હી વતી નોર્તજેને બે તેમજ રબાડા અને સ્ટોઈનિસને એક-એક વિકેટ મળી હતી.

દિલ્હીની ઈનિંગ
પ્રથમ બેટિંગ કરતાં દિલ્હીએ 20 ઓવરના અંતે 7 વિકેટના નુકસાને 156 રન બનાવ્યા છે. દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ બોલ પર જ વિકેટ પડી હતી. ગત મેચમાં સારું પ્રદર્શન કરનાર સ્ટોઈનિસ શૂન્ય રને આઉટ થયો હતો. બોલ્ટે મુંબઈને પ્રથમ સફળતા અપાવી હતી. ત્રીજી ઓવરમાં દિલ્હીની બીજી વિકેટ પડી હતી. રહાણે બોલ્ટની ઓવરમાં 2 રને આઉટ થયો હતો.

મુંબઈ આટલા માટે જીત્યું

 • ટૂર્નામેન્ટની પહેલી ઓવરમાં મુંબઈએ ઇનિંગ્સની પહેલી ઓવરમાં સૌથી વધુ 8 વિકેટ લીધી. ફાઇનલમાં તેણે દિલ્હીની એક વિકેટ ખેરવી.
 • મુંબઈ વતી જસપ્રીત બુમરાહે 27 અને બોલ્ટે 25 વિકેટ લીધી. લીગમાં પહેલીવાર એક ટીમના બે બોલરે 25 કે તેથી વધુ વિકેટ લીધી.
 • દિલ્હીમાં 4 ડાબોડી બેટ્સમેન હોવાથી મુંબઈએ ફાઇનલમાં લેગ સ્પિનર રાહુલ ચહરની જગ્યાએ ઑફ સ્પિનર જયંતને રમાડ્યો, જેણે 2 સદી ફટકારનારા ધવનને આઉટ કર્યો.

મેન ઓફ ધ સિરીઝ
જોફ્રા આર્ચર : 20 વિકેટ, બોલિંગ એવરેજ : 18.25, ઈકોનોમી રેટ : 6.56, રન : 113, બેટિંગ સ્ટ્રાઈક રેટ : 179.36.

મેન ઓફ ધ મેચ

 • ટ્રેન્ટ બોલ્ટ : 3/ 30
 • પાવર પ્લેમાં 16 વિકેટ લેનારો મિશેલ જોન્સન પછી બીજો બોલર બન્યો.

IPL-2020ના વિવિધ અવૉર્ડ વિજેતા

 • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર : જોફ્રા આર્ચર (20 વિકેટ, 175 ડોટ, 5 કેચ, 10 છગ્ગા)
 • ઓરેન્જ કેપ : કે.એલ. રાહુલ (સૌથી વધુ રન: 670, સરેરાશ: 55.83, સ્ટ્રાઈક રેટ: 129.34, 58 ચોગ્ગા, 23 છગ્ગા).
 • પર્પલ કેપ: કાગિસો રબાડા (સૌથી વધુ વિકેટ : 30, ઈકોનોમી: 8.34, સરેરાશ: 18.26, સ્ટ્રાઈક રેટ : 13.13).
 • પાવર પ્લેયર ઓફ સીઝન: ટ્રેન્ટ બોલ્ટ (પાવરપ્લેમાં શ્રેષ્ઠ પ્રદર્શન, આ સીઝનમાં 5 વખત અવૉર્ડ જીત્યો હતો)
 • સૌથી વધુ છગ્ગા : ઈશાન કિશન (30 છગ્ગા)
 • સુપર સ્ટ્રાઈકર ઓફ સીઝન : કિરોન પોલાર્ડ (હાઈએસ્ટ સ્ટ્રાઈક રેટ 191.42)
 • ગેમ ચેન્જર ઓફ સીઝન : કે.એલ. રાહુલ
 • ફેરપ્લે અવોર્ડ : મુંબઈ ઈન્ડિયન્સ
 • ઇમર્જિંગ પ્લેયર : દેવદત્ત પડિક્કલ (473 રન, 5 અડધી સદી, સ્ટ્રાઈક રેટ : 124.8 )

IPL ફાઈનલમાં મેન ઓફ મેચ બનનારા વિદેશી ખેલાડી

 • કિરોન પોલાર્ડ : MI v CSK,2013
 • બી. કટિંગ : SRH v RCB,2016
 • વોટસન : CSK v SRH,2018
 • ટ્રેન્ટ બોલ્ટ : MI v DC,2020

ઓરેન્જ કેપ જીતનારા ભારતીય બેટ્સમેન

 • સચિન તેંડુલકર,618 રન, 2010
 • રોબિન ઉથપ્પા, 660 રન, 2014
 • વિરાટ કોહલી, 973 રન, 2016
 • કેએલ રાહુલ, 670 રન,2020

અનકેપ્ડ ખેલાડી દ્વારા IPLની એક સીઝનમાં 500+ રન

 • 616 શોન માર્શ (2008)
 • 512 સૂર્યકુમાર યાદવ (2018)
 • 510 ઈશાન કિશન (2020)

ટોપ સ્કોરર ધવન ફાઈનલમાં નિષ્ફળ
IPLની આ સીઝનમાં દિલ્હી વતિ સૌથી વધારે 618 રન બનાવનાર ધવન ફાઈનલમાં ફેલ રહ્યો હતો. તે માત્ર 15 રન બનાવી આઉટ થયો હતો. ધવન જયંત યાદવની ઓવરમાં બોલ્ડ થયો હતો. IPLની આ સીઝનમાં સૌથી વધારે રન બનાવવામાં કેએલ રાહુલ 670 રન સાથે ટોપ પર અને ધવન બીજા નંબરે છે.

અય્યર-પંત વચ્ચે 96 રનની ભાગીદારી
22 રનમાં ત્રણ વિકેટ પડ્યા પછી શ્રેયસ અય્યર અને પંતે દિલ્હીની ઈનિંગને સંભાળી હતી. બન્ને વચ્ચે 96 રનની ભાગીદારી થઈ હતી. 38 બોલમાં 2 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 56 રન બનાવી પંત આઉટ થયો હતો. આ સીઝનમાં પંતની આ પ્રથમ ફિફ્ટી હતી. નાથન કૂલ્ટર-નાઈલે તેની વિકેટ લીધી હતી.

કેપ્ટન અય્યરની આ સીઝનમાં 16મી ફિફ્ટી
આ સીઝનમાં અય્યરે 16મી ફિફ્ટી ફટકારી હતી. લડાયક બેટિંગ કરી તે ટીમને સન્માનજનક સ્કોર પર લઈ ગયો હતો. તે 50 બોલમાં 2 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી 65 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. 20મી ઓવરના અંતિમ બોલ પર રબાડા શૂન્ય રને રન આઉટ થયો હતો. મુંબઈ વતી બોલ્ટે 3 વિકેટ, નાથન કૂલ્ટર-નાઈલ 2 વિકેટ અને યાદવે 1 વિકેટ લીધી હતી.

બોલ્ટ પાવર-પ્લેમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલર
એક સીઝનમાં પાવર પ્લેમાં સૌથી વધારે વિકેટ લેવાની બાબતમાં ટ્રેન્ટ બોલ્ટે મિશેલ જોન્સનના રેકોર્ડની બરાબરી કરી છે. બન્નેએ પાવર પ્લેમાં 16-16 વિકેટ લીધી છે. બોલ્ટે 36 ઓવર ફેંકી, જેમાં 13.5ના સ્ટ્રાઈક રેટ અને 6.72ની ઈકોનોમીથી 16 વિકેટ લીધી છે.જોન્સને 2013માં આ સિદ્ધિ મેળવી હતી.

ઈશાન ઘાયલ થઈને મેદાન બહાર
દિલ્હીની છઠ્ઠી ઓવરના ત્રીજા બોલ પર ઈશાન કિશન અય્યરનો મુશ્કેલ કેચ પકડવા જતાં ઘાયલ થઈ ગયો હતો. તેની જગ્યાએ સબસ્ટિટ્યૂડ ફિલ્ડર અનુકૂલ રોય આવ્યો હતો.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં એક ફેરફાર
કેપ્ટન શ્રેયસ અય્યરે પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે ટીમમાં એક ફેરફાર કર્યો છે. સ્પિનર રાહુલ ચહરની જગ્યાએ ઓલરાઉન્ડર જયંત યાદવને ટીમમાં સ્થાન આપ્યું છે.

બન્ને ટીમ
મુંબઈ: રોહિત શર્મા, ક્વિન્ટન ડિકોક, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, નાથન કૂલ્ટર-નાઈલ, ટ્રેન્ટ બોલ્ટ, જયંત યાદવ અને જસપ્રીત બુમરાહ.

દિલ્હી: શિખર ધવન, માર્ક્સ ટોઈનિસ, રહાણે, શ્રેયસ અય્યર, ઋષભ પંત, શિમરોન હેટમાયર, પ્રવીણ દુબે, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગિસો રબાડા અને એનરિચ નોર્તજે.

મુંબઈની ટીમમાં જયંતની એન્ટ્રી
મુંબઈની ટીમમાં દીપક ચહરની જગ્યાએ ઓલરાઉન્ડર જયંત યાદવની એન્ટ્રી થઈ છે. મુંબઈના પ્લેઈંગ ઈલેવનમાં 8 બેટ્સમેન થઈ ગયા છે. જયંત રાઈટ બોલિંગમાં પણ દિલ્હીના બેટ્સમેન માટે મુશ્કેલી સર્જી શકે છે.

IPL ફાઇનલમાં ફર્સ્ટ ઇનિંગ્સનો ટોટલ અને ફર્સ્ટ બેટિંગ ટીમનું રિઝલ્ટ:
160થી ઓછો: મેચ 4, જીત 4, હાર 0
160-199: મેચ 5, જીત 1, હાર 4
200+: મેચ 3, જીત 3, હાર 0

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો