તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ફોટોઝમાં IPLનો રોમાંચ:રાજસ્થાનના તેવટિયા સાથે હૈદરાબાદના કેપ્ટન વોર્નરે કરી માથાકૂટ, મેચ જીત્યા બાદ પરાગે મેદાન પર કર્યો ડાન્સ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
મેચ પછી હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નર અને રાજસ્થાનના રાહુલ તેવટિયા વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ. અમ્પાયર અને સાથી ખેલાડીઓને મધ્યસ્થ કરવી પડી હતી.

આઈપીએલની 13મી સીઝનના 26મી મેચમાં ખેલાડીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી. રાજસ્થાન રોયલ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને રોમાંચક મેચમાં 5 વિકેટથી હાર આપી. 15 ઓવર સુધી હૈદરાબાદ આ મેચ જીતી જશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ રાહુલ તેવટિયા (45*) અને રિયાન પરાગે (42*)છઠ્ઠી વિકેટ માટે 85 રનની અણનમ પાર્ટનરશિપે મેચ હૈદરાબાદ પાસેથી ઝૂંટવી લીધી હતી.

મેચ જીત્યા બાદ પરાગે ડાંસ કરીને જીતનો જશ્ન મનાવ્યો. આ પહેલાં રાજસ્થાનના તેવટિયા અને હૈદરાબાદના ખલીલ વચ્ચે દલીલબાજી થઈ હતી, જે હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરને યોગ્ય ન લાગ્યું. જે બાદ તેવટિયા, વોર્નર અને ખલીલ ત્રણેય વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી. અમ્પાયર અને સાથી ખેલાડીઓએ મધ્યસ્થી કરીને મામલો સંભાળ્યો હતો.

હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે શાનદાર 48 રનની ઈનિંગ રમી હતી. વોર્નર આઈપીએલમાં સૌથી વધુ ફિફ્ટી લગાવનારો બેટ્સમેન છે.
હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે શાનદાર 48 રનની ઈનિંગ રમી હતી. વોર્નર આઈપીએલમાં સૌથી વધુ ફિફ્ટી લગાવનારો બેટ્સમેન છે.
મનીષ પાંડેએ આઈપીએલમાં પોતાના 3000 રન પૂરા કર્યા. તેણે પોતાની 17મી ફિફ્ટી પણ લગાવી.
મનીષ પાંડેએ આઈપીએલમાં પોતાના 3000 રન પૂરા કર્યા. તેણે પોતાની 17મી ફિફ્ટી પણ લગાવી.
કેન વિલિયમ્સન અને પ્રિયમ ગર્ગે છેલ્લી 2 ઓવરમાં 35 રન બનાવીને ટીમનો સ્કોર 150ની પાર પહોંચાડ્યો.
કેન વિલિયમ્સન અને પ્રિયમ ગર્ગે છેલ્લી 2 ઓવરમાં 35 રન બનાવીને ટીમનો સ્કોર 150ની પાર પહોંચાડ્યો.
પ્રિયમ ગર્ગે (15) વિલિયમ્સનની સાથે 5મી વિકેટ માટે 36 રનની મહત્ત્વની પાર્ટનરશિપ કરી.
પ્રિયમ ગર્ગે (15) વિલિયમ્સનની સાથે 5મી વિકેટ માટે 36 રનની મહત્ત્વની પાર્ટનરશિપ કરી.
યુએઈમાં ક્વોરન્ટીનનો પિરિયડ પૂરો કર્યા બાદ રાજસ્થાનની ટીમમાં પરત ફરેલો બેન સ્ટોક્સ 5 રનમાં જ આઉટ થયો હતો.
યુએઈમાં ક્વોરન્ટીનનો પિરિયડ પૂરો કર્યા બાદ રાજસ્થાનની ટીમમાં પરત ફરેલો બેન સ્ટોક્સ 5 રનમાં જ આઉટ થયો હતો.
હૈદરાબાદના ખલીલ અહેમદે રાજસ્થાનના બંને ઓપનર્સની વિકેટ લીધી.
હૈદરાબાદના ખલીલ અહેમદે રાજસ્થાનના બંને ઓપનર્સની વિકેટ લીધી.
રાજસ્થાનના સ્ટીવ સ્મિથ 5 રન બનાવીને આઉટ થયો.
રાજસ્થાનના સ્ટીવ સ્મિથ 5 રન બનાવીને આઉટ થયો.
હૈદરાબાદના રાશિદ ખાને 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી. રાશિદે રોબિન ઉથપ્પા અને સંજુ સેમસનને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો.
હૈદરાબાદના રાશિદ ખાને 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઝડપી. રાશિદે રોબિન ઉથપ્પા અને સંજુ સેમસનને પેવેલિયનનો રસ્તો દેખાડ્યો હતો.
રિયાન પરાગે અણનમ 42 રન બનાવીને પોતાની ટીમને જીત અપાવી.
રિયાન પરાગે અણનમ 42 રન બનાવીને પોતાની ટીમને જીત અપાવી.
છગ્ગો મારીને રાજસ્થાનને જીત અપાવ્યા બાદ રિયાન પરાગે ડાન્સ કરીને ખુશી વ્યક્ત કરી.
છગ્ગો મારીને રાજસ્થાનને જીત અપાવ્યા બાદ રિયાન પરાગે ડાન્સ કરીને ખુશી વ્યક્ત કરી.
રાહુલ તેવટિયા 45 રને નોટઆઉટ રહ્યો અને હૈદરાબાદ પાસેથી જીત ઝૂંટવી લીધી.
રાહુલ તેવટિયા 45 રને નોટઆઉટ રહ્યો અને હૈદરાબાદ પાસેથી જીત ઝૂંટવી લીધી.
જીત બાદ ડગઆઉટમાં બેઠેલા પ્લેયર્સ ખુશીથી ઊછળી પડ્યા.
જીત બાદ ડગઆઉટમાં બેઠેલા પ્લેયર્સ ખુશીથી ઊછળી પડ્યા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો